શોધખોળ કરો
Advertisement
કુલભૂષણ જાધવ કેસઃ ICJના ચુકાદા પર પૂર્વ વિદેશમંત્રી સુષ્મા સ્વરાજે વ્યક્ત કરી ખુશી, કહ્યુ- આ ભારતની મોટી જીત
આઇસીજેના કાનૂની સલાહકાર રીમા ઉમરે કહ્યું કે, 15-1થી ભારતના પક્ષમાં આ ચુકાદો આવ્યો છે કે ભારતને કુલભૂષણ જાધવ મામલા પર કોન્સુલર એક્સેસ આપવામાં આવશે.
નવી દિલ્હીઃ કુલભૂષણ જાધવ મામલા પર આઇસીજેમાં ભારતની મોટી જીત થઇ છે. નેધરલેન્ડના હેગ સ્થિત આઇસીજેએ પાકિસ્તાનને કહ્યું છે કે તે ભારતીય નાગરિક કુલભૂષણ જાધવને આપવામાં આવેલી ફાંસીની સજાની સમીક્ષા કરે. આઇસીજેના કાનૂની સલાહકાર રીમા ઉમરે કહ્યું કે, 15-1થી ભારતના પક્ષમાં આ ચુકાદો આવ્યો છે કે ભારતને કુલભૂષણ જાધવ મામલા પર કોન્સુલર એક્સેસ આપવામાં આવશે.
આઈસીજેના ફેંસલા પર પૂર્વ વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજે ખુશી વ્યક્ત કરી છે. તેમણે ટ્વિટ કરીને કહ્યું, હું કુલભૂષણ જાધવ મામલે આઈસીજેના ફેંસલાનું દિલથી સ્વાગત કરું છું. આ ભારત માટે ખૂબ મોટી જીત છે. હું આંતરરાષ્ટ્રીય ન્યાયલય સમક્ષ જાધવનો મામલો લઈ જવાની અમારી પહેલ માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને અભિનંદન આપું છું.I thank the Prime Minister Shri @narendramodi for our initiative to take Jadhav's case before International Court of Justice. /2
— Sushma Swaraj (@SushmaSwaraj) July 17, 2019
સુષમા સ્વરાજે અન્ય ટ્વિટમાં કહ્યું, હું હરિશ સાલ્વેને આઈસીજે સમક્ષ ભારતના મામલાને ખૂબ પ્રભાવશાળી રીતે અને સફળતાપૂર્વક રજૂ કરવા માટે અભિનંદન પાઠવું છું. મને આશા છે કે આ ફેંસલાની કુલભૂષણ જાધવના પરિવારના સભ્યોને ખૂબ વધારે જરૂર હતી.I wholeheartedly welcome the verdict of International Court of Justice in the case of Kulbhushan Jadhav. It is a great victory for India. /1
— Sushma Swaraj (@SushmaSwaraj) July 17, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
સમાચાર
ક્રિકેટ
ક્રિકેટ
આરોગ્ય
Advertisement
gujarati.abplive.com
Opinion