શોધખોળ કરો
ગ્રીન ટી, હર્બલ ટીને હવે નહિ કહી શકાય Tea, FSSAIએ આપ્યો આદેશ, જાણો કેમ બદલાય પરિભાષા
હવે હર્બલ ટી, ડિટોક્સ ટી, ફ્લાવર ટી જેવા પીણાને ટી નહિ કહી શકાય. આ પીણા બજારમાં રહેશે પણ 'ચા' ના નામે નહિ વેચી શકાય.FSSAI નો આ નિર્ણય ચાની પરિભાષાને લઇને ચાલી રહેલા ભ્રમને દૂર કરશે.

પ્રતીકાત્મક તસવીર
ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI) એ સ્પષ્ટતા કરી છે કે, ફક્ત કેમેલીયા સિનેન્સિસ પ્લાન્ટમાંથી બનાવેલા ઉત્પાદનોને જ 'ચા' કહી શકાય. વધુમાં, અન્ય છોડ, જડીબુટ્ટીઓ અથવા ફૂલોમાંથી બનાવેલા કોઈપણ પીણાને 'ચા' કહેવું ખોટું, ગેરમાર્ગે દોરનારું અને કાયદેસર રીતે અયોગ્ય માનવામાં આવે છે.
FSSAI એ જણાવ્યું હતું કે હર્બલ ટી, રૂઈબોસ ટી અને ફ્લાવર ટી જેવા ઘણા ઉત્પાદનો બજારમાં 'ચા/ચાય' નામથી વેચાઈ રહ્યા છે, જોકે તે ખરેખર ચા નથી. નિયમો અનુસાર, કાંગડા ટી, ગ્રીન ટી અને ઇન્સ્ટન્ટ ટી પણ ફક્ત Camellia sinensis સિનેન્સિસમાંથી જ બનાવવી જોઈએ
લેબલિંગને લઇને સખત આદેશ
ઓથોરિટીએ સ્પષ્ટપણે જણાવ્યું છે કે, કોઈપણ ફૂડ પેકેજનું સાચું અને અધિકૃત નામ દર્શાવવું ફરજિયાત છે. કેમેલીયા સિનેન્સિસમાંથી ન બનેલા ઉત્પાદનો પર "ચા" શબ્દનો ઉપયોગ ખોટી બ્રાન્ડિંગ માનવામાં આવે છે. આવા પીણાં " પ્રોપ્રાઇટરી ફૂડ અથવા નોન સ્પેસિફાઇડ ફૂડ (2017) ની શ્રેણીમાં આવે છે.
નિર્માતા, વિક્રેતા અને ઇ કોમર્સ કંપની માટે આદેશ
FSSAIએઉત્પાદકો, વેચાણકર્તાઓ, આયાતકારો અને ઓનલાઈન પ્લેટફોર્મ્સને કેમેલિયા સિનેન્સિસમાંથી ન બનેલા કોઈપણ ઉત્પાદન પર "ચા" શબ્દનો ઉપયોગ તાત્કાલિક બંધ કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે. ઉલ્લંઘન કરનારાઓ પર ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ એક્ટ, 2006 હેઠળ કાર્યવાહી કરવામાં આવશે. રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં ફૂડ સેફ્ટી અધિકારીઓને પરિસ્થિતિ પર કડક નજર રાખવા સૂચના આપવામાં આવી છે.
ગ્રાહકો માટે આનો શું અર્થ થશે ?
હવે, હર્બલ ટી, ડિટોક્સ ટી અને ફ્લાવર ટી જેવા પીણાંના નામ બદલવા પડશે. આ પીણાં બજારમાં રહેશે, પરંતુ હવે ચાના નામે નહિ વેચાય. FSSAIના આ પગલાથી ચાની વ્યાખ્યા અંગે બજારમાં ચાલી રહેલી મૂંઝવણ દૂર થશે અને ગ્રાહકોને સમજવામાં મદદ મળશે કે, તેમના કપમાં રહેલું પીણું વાસ્તવિક ચા છે કે પછી હર્બલ ઇન્ફ્યુઝન છે
વધુ વાંચો
Advertisement





















