Operation Gogo In Surat : ગોગોનું ઓનલાઇન વેચાણ , રિયાલિટી ચેકમાં ધડાકો
Operation Gogo In Surat : ગોગોનું ઓનલાઇન વેચાણ , રિયાલિટી ચેકમાં ધડાકો
સુરતમાં પ્રતિબંધિત ગોગો પેપરનું થઈ રહ્યું છે બેફામ વેચાણ. એબીપી અસ્મિતાના રિયાલીટી ચેકમાં ગોગો પેપરના વેચાણનો પર્દાફાશ. ઓનલાઈન બ્લિંકિટ મારફતે ગોગો પેપરનું થાય છે બેફામ વેચાણ. એબીપી અસ્મિતાએ ઓનાલાઈન ઓર્ડર કરતા આવ્યા ગોગો પેપર. 11 મીનિટમાં જ ઓર્ડર કરતા મળી ગયું ગોગો પેપર. ગાંજા પર પ્રતિબંધ તો ગોગો પેપર પર કેમ નહીં? એબીપી અસ્મિતાના અહેવાલ બાદ હજુ પણ છૂપી રીતે થાય છે ગોગોનું વેચાણ. ઓફલાઈન જ નહીં ઓનલાઈન વેચાણ પર પણ પ્રતિબંધ જરૂરી?
એબીપી અસ્મિતાના અહેવાલની જબરદસ્ત અસર. પાટણના સિદ્ધપુર, હારીજ, પાટણમાં પાન પાર્લરો પર દરોડા. ગોગો સ્મોકિંગ કોન અને રોલપેપરની પટ્ટીઓ કરી કબ્જે. હારીજ ખાતે શિવ પાન પાર્લરમાંથી જપ્ત કર્યા ગોગો સ્મોકિંગ કોન. નાણાવટી, સિંધવાઈ અને ઉમિયા પાર્લર પર પણ પોલીસની કાર્યવાહી. વહાણવટી, ધ્રુવી અને જય ગોગા પાર્લર પર પણ પોલીસના દરોડા. SOGએ ત્રણ તાલુકામાંથી 18 હજારથી વધુ ગોગો સ્મોકિંગ કોન કર્યા જપ્ત.




















