
હરિદ્વારથી અયોધ્યા જઈ રહેલી બસ યૂપી રોડવેઝ બસ સાથે અથડાઈ, 50 ગુજરાતી યાત્રીઓ ઘાયલ
Accident News: શાહજહાંપુરમાં કતરા ખાતે ખુસરો કોલેજ પાસે બસ આગળ જતી રોડવેઝ બસમાં ધડાકાભેર અથડાઈ. ડ્રાઈવર મુકેશ સિંહ સહિત 5 યાત્રીઓને ગંભીર ઈજા થઈ.

Gujarat bus accident Shahjahanpur: યૂપીના શાહજહાંપુર જિલ્લાના મીરાનપુર કતરા વિસ્તારમાં શુક્રવારે સવારે મોટી દુર્ઘટના સર્જાઈ. હરિદ્વારથી અયોધ્યા જઈ રહેલા ગુજરાતના યાત્રીઓથી ભરેલી બસ લખનઉ દિલ્હી હાઈવે પર ખુસરો કોલેજની સામે આગળ જતી રોડવેઝ બસને પાછળથી ટક્કર મારી. આ અકસ્માત ત્યારે થયો જ્યારે રોડવેઝ બસના ડ્રાઈવરે અચાનક બ્રેક મારી. યાત્રીઓથી ભરેલી બસનો ડ્રાઈવર સંભાળી ન શક્યો અને તેની બસ ઝડપથી રોડવેઝ બસમાં પાછળથી ઘૂસી ગઈ.
અચાનક થયેલી દુર્ઘટના સમયે લગભગ બધા યાત્રીઓ સૂઈ રહ્યા હતા, જેના કારણે બધા એકબીજા પર પડ્યા અને સીટો સાથે અથડાયા. અકસ્માત થતાં જ બધા યાત્રીઓ બૂમાબૂમ કરવા લાગ્યા. આ દરમિયાન થોડી જ વારમાં પોલીસ પહોંચી ગઈ. એમ્બ્યુલન્સ અને અન્ય વાહનોથી પોલીસે બસ યાત્રીઓને મીરાનપુર કતરા સામુદાયિક આરોગ્ય કેન્દ્ર મોકલ્યા, જ્યાં સ્ટાફે તાત્કાલિક સારવાર શરૂ કરી. આ દરમિયાન ગંભીર રીતે ઘાયલ ડ્રાઈવર મુકેશ સહિત પાંચ લોકોને શાહજહાંપુર મેડિકલ કોલેજ રેફર કરવામાં આવ્યા. બસમાં સવાર 50 યાત્રીઓમાં મોટાભાગના વૃદ્ધો હતા. બધા યાત્રીઓ ગુજરાતના અમદાવાદના રહેવાસી છે.
અનેક મુસાફરો ઘાયલ થયા હતા. ઘાયલોમાં મહિલાઓ, પુરુષો અને બાળકો પણ સામેલ છે. માહિતી મળતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને ઘાયલોને હોસ્પિટલમાં મોકલ્યા હતા. પાંચની હાલત ગંભીર બની છે અને તેમને સરકારી મેડિકલ કોલેજમાં દાખલ કરવામાં આવ્યા છે. અન્ય મુસાફરોને સીએચસીમાંથી રજા આપવામાં આવી હતી.
ઘાયલોમાં 68 વર્ષીય તારાબેન, 69 વર્ષીય પરાફૂલ, 63 વર્ષીય વિલાસ પાન, 62 વર્ષીય સીતારામ, 55 વર્ષીય સુરેન્દ્રાબેન, 60 વર્ષીય દૌવા, 74 વર્ષીય મધુબેન, 45 વર્ષીય હીરેન્દ્ર સિંહ, 44 વર્ષના બંધનહીરા, 61 વર્ષીય પિરભા, 74 વર્ષીય નાથભાઈ, 60 વર્ષીય જયાબેન, 61 વર્ષીય લીલાબેન, 35 વર્ષીય સુમિતા, 60 વર્ષીય દુર્ગાબેન, 54 વર્ષીય મહૈરિયા, 63 વર્ષીય હરસાબેન, 37 વર્ષીય વિજય ત્રિવેદી, 37 વર્ષીય કલ્પના, 22 વર્ષીય પતલાવી સામેલ છે. અન્ય ઘાયલોમાં 60 વર્ષીય સરિતાબેન, 54 વર્ષીય ઉષાબેન, 72 વર્ષીય નમીનભાઈ, 30 વર્ષીય રેવાનવાસ, 27 વર્ષીય કાલુ, 32 વર્ષીય બાબારલા, 23 વર્ષીય દુલેશ્વર, 41 વર્ષના દુર્ગેશ સિંહ રાણાવત નિવાસી ઉદયપુર, 60 વર્ષીય હંસા, 61 વર્ષીય હરસિત, 60 વર્ષીય લલ્લન, 45 વર્ષીય મારગી પટેલ, 81 વર્ષીય કાંતિ લાલ, 72 વર્ષીય ખીમીબેન, 44 વર્ષીય આશા, 18 વર્ષીય મુસ્કાન, 18 વર્ષીય ખુશબુ, 47 વર્ષીય હર્ષ ભાઈ, 37 વર્ષીય પ્રગ્નેશ, 40 વર્ષીય હસમતીબેન મોદી અને 55 વર્ષીય કાંતાબેન સામેલ છે.
આ પણ વાંચોઃ
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી

