શોધખોળ કરો

ગુજરાત કોંગ્રેસના અધ્યક્ષ પદે હાર્દિક પટેલના નામને લઈને કોણે કર્યો ભારે વિરોધ? જાણો વિગત

હાર્દિક પટેલના નામનો સિનિયર નેતાઓએ વિરોધ કર્યો હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે. જો હાર્દિકને અધ્યક્ષ બનાવાય તો મોટાપાયેર રાજીનામાની ધમકી આપવામાં આવી છે.

નવી દિલ્લીઃ ગુજરાત કોંગ્રેસના અધ્યક્ષ પદને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. હાર્દિક પટેલના નામનો સિનિયર નેતાઓએ વિરોધ કર્યો હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે. જો હાર્દિકને અધ્યક્ષ બનાવાય તો મોટાપાયેર રાજીનામાની ધમકી આપવામાં આવી છે. હાર્દિકની ઉંમર ઘણી ઓછી હોવાની અને જુનિયર હોવાની રજૂઆત કરવામાં આવી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. બીજી તરફ શક્તિસિંહ ગોહિલે પ્રદેશ પ્રમુખ બનવાનો ઇનકાર કરી દીધો છે. તેમણે અન્ય જવાબદારી અને અંગત કારણ આગળ ધરી ઇનકાર કરી દીધો હતો. 

ગુજરાતના મુખ્યમંત્રી પટેલ હોવાથી હાર્દિકને અધ્યક્ષ બનાવવાનો ફાયદો નહીં મળે તેવી દલીલ કરવામાં આવી હતી. વિરોધ વચ્ચે હાર્દિકને અધ્યક્ષ ન બનાવાય તો શક્તિસિંહને જવાબદારી સોંપાઇ શકે છે. બેઠકમાં હાજરી આપી હાર્દિક પટેલ અને જીગ્નેશ મેવાણી બિહાર રવાના થયા છે. સૂત્રોના મતે, ભરતસિંહ સોલંકી સહિતના નેતાઓએ હાર્દિકના નામનો વિરોધ કર્યો છે. 

ગુજરાત કોંગ્રેસ અંગે 2 દિવસમાં નિર્ણય લેવાનું રાહુલ ગાંધીએ વચન આપ્યું છે. ગુજરાત કોંગ્રેસના નેતાઓની બેઠકમાં રાહુલ ગાંધીએ વચન આપ્યું છે. જે નિર્ણય લેવાશે તે સારો અને તમામ લોકો માટે હશે તેવી રાહુલે ખાતરી આપી છે. ગુજરાત કોંગ્રેસના સંગઠનમાં ઘણા નવા લોકોને સ્થાન આપવાની રાહુલે વાત કરી છે. 

ગુજરાત કોંગ્રેસના નવા પ્રભારીની નિમણૂક થયા પછી પ્રદેશ પ્રમુખની વરણીને લઈને કવાયત તેજ થઈ છે. ત્યારે હવે બે દિવસમાં ગુજરાત કોંગ્રેસને નવા પ્રમુખ મળી શકે છે. જોકે, નવા પ્રમુખની જાહેરાત પહેલા ગુજરાત કોંગ્રેસના નેતાઓ રાહુલ ગાંધી સાથે દિલ્લી ખાતે મુલાકાત કરી હતી. જ્યાં તેમણે આ વાત કરી હતી. 

નોંધનીય છે કે, ગુજરાત કોંગ્રેસના પ્રભારી તરીકે રઘુ શર્માની નિમણૂક કરવામાં આવી છે. ગુજરાત કોંગ્રેસના અર્જુન મોઢવાડિયા, સાંસદ અમીબેન યાજ્ઞિક,  ભરતસિંહ સોલંકી, અમિત ચાવડા, શૈલેષ પરમાર, પરેશ ધાનણી, હાર્દિક પટેલ અને નરેશ રાવલ સાથે રાહુલ ગાંધીએ મુલાકાત કરી હતી. 

ગુજરાત કોંગ્રેસના પ્રમુખ માટે આજે દિલ્હીમાં મંથન થયું. ગુજરાતના 15 નેતાઓ સાથે રાહુલ ગાંધી વન ટુ વન ચર્ચા કરી હતી. પ્રમુખ માટે હાર્દિક પટેલ અને શક્તિશિહ ગોહિલનું નામ સૌથી આગળ છે. ભરતસિંહ સોલંકી અને અર્જુન મોઢવાડિયા પણ ચર્ચામાં છે. વિધાનસભાના વિપક્ષના નેતા તરીકે શૈલેષ પરમાર અને પૂંજા વંશનું નામ આગળ છે.  

ગુજરાતના નેતાઓ સાથે ચર્ચા બાદ રાહુલ ગાંધી ગુજરાતના પ્રભારી રઘુ શર્મા સાથે બેઠક કરશે. બેઠક પછી ગમે ત્યારે પ્રમુખ અને વિપક્ષના નેતાના નામ અંગે જાહેરાત થશે. નવા પ્રમુખ અને વિપક્ષના નેતા જાહેર થયા બાદ તેઓ બાકીની કમિટીઓ નક્કી કરશે. રાહુલ ગાંધી યુવા નેતાગીરીને પ્રોત્સાહન આપવાના મૂડમાં હોવાનો કોંગ્રેસના નેતાઓનો દાવો છે. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

J-K: કુલગામમાં સુરક્ષાદળોએ એન્કાઉન્ટરમાં પાંચ આતંકીઓને માર્યા ઠાર, બે જવાન ઇજાગ્રસ્ત
J-K: કુલગામમાં સુરક્ષાદળોએ એન્કાઉન્ટરમાં પાંચ આતંકીઓને માર્યા ઠાર, બે જવાન ઇજાગ્રસ્ત
Hiring News: બાયોડેટા તૈયાર રાખો! નવા વર્ષમાં સ્ટાર્ટઅપ કંપનીઓમાં થશે મોટાપાયે ભરતી
Hiring News: બાયોડેટા તૈયાર રાખો! નવા વર્ષમાં સ્ટાર્ટઅપ કંપનીઓમાં થશે મોટાપાયે ભરતી
અનાજ લેવા માટે હવે રાશન કાર્ડ લઇ જવું નહી પડે, સરકારે નિયમમાં કર્યો આ મોટો ફેરફાર
અનાજ લેવા માટે હવે રાશન કાર્ડ લઇ જવું નહી પડે, સરકારે નિયમમાં કર્યો આ મોટો ફેરફાર
PMAY 2.0: PM આવાસ યોજનામાં નવું ઘર મેળવવા માટે કેવી રીતે કરશો અરજી? જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ
PMAY 2.0: PM આવાસ યોજનામાં નવું ઘર મેળવવા માટે કેવી રીતે કરશો અરજી? જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Mumbai Boat Accident: મુસાફરો ભરેલી બોટ ધડાકાભેર અથડાઈ નેવીની બોટ સાથે, 13 લોકોના મોતVaodara Accindet:ટેમ્પોની અડફેટે એક બાળકીનું થયું મોત, ટેમ્પોચાલકની ધરપકડ | Abp AsmitaBharuch Rape Case: ભરૂચમાં ઝારખંડના પરિવારની દિકરી સાથે ક્રૂરતાથી શરુ થઈ રાજનીતિDakor Hit and Run Case : ડાકોરના હીટ એન્ડ રન કેસમાં ફરાર ટ્રકચાલકની ધરપકડ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
J-K: કુલગામમાં સુરક્ષાદળોએ એન્કાઉન્ટરમાં પાંચ આતંકીઓને માર્યા ઠાર, બે જવાન ઇજાગ્રસ્ત
J-K: કુલગામમાં સુરક્ષાદળોએ એન્કાઉન્ટરમાં પાંચ આતંકીઓને માર્યા ઠાર, બે જવાન ઇજાગ્રસ્ત
Hiring News: બાયોડેટા તૈયાર રાખો! નવા વર્ષમાં સ્ટાર્ટઅપ કંપનીઓમાં થશે મોટાપાયે ભરતી
Hiring News: બાયોડેટા તૈયાર રાખો! નવા વર્ષમાં સ્ટાર્ટઅપ કંપનીઓમાં થશે મોટાપાયે ભરતી
અનાજ લેવા માટે હવે રાશન કાર્ડ લઇ જવું નહી પડે, સરકારે નિયમમાં કર્યો આ મોટો ફેરફાર
અનાજ લેવા માટે હવે રાશન કાર્ડ લઇ જવું નહી પડે, સરકારે નિયમમાં કર્યો આ મોટો ફેરફાર
PMAY 2.0: PM આવાસ યોજનામાં નવું ઘર મેળવવા માટે કેવી રીતે કરશો અરજી? જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ
PMAY 2.0: PM આવાસ યોજનામાં નવું ઘર મેળવવા માટે કેવી રીતે કરશો અરજી? જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ
USA: અમેરિકાના લોકોને મળી ક્રિસમસ ગિફ્ટ, વ્યાજ દરોમાં સતત ત્રીજી વખત ઘટાડો
USA: અમેરિકાના લોકોને મળી ક્રિસમસ ગિફ્ટ, વ્યાજ દરોમાં સતત ત્રીજી વખત ઘટાડો
R Ashwin Retirement: અશ્વિન પર મોટો ખુલાસો, એક મહિના અગાઉ બનાવ્યો હતો નિવૃતિનો પ્લાન, ઓસ્ટ્રેલિયા જવા નહોતો માંગતો
R Ashwin Retirement: અશ્વિન પર મોટો ખુલાસો, એક મહિના અગાઉ બનાવ્યો હતો નિવૃતિનો પ્લાન, ઓસ્ટ્રેલિયા જવા નહોતો માંગતો
One Nation One Election: 'એક દેશ-એક ચૂંટણી' માટે JPCની રચના, અનુરાગ ઠાકુર,પ્રિયંકા ગાંધી સહિત 31 સભ્યોનો સમાવેશ
One Nation One Election: 'એક દેશ-એક ચૂંટણી' માટે JPCની રચના, અનુરાગ ઠાકુર,પ્રિયંકા ગાંધી સહિત 31 સભ્યોનો સમાવેશ
ભરૂચના ઝઘડિયામાં 10 વર્ષની બાળકી પર દુષ્કર્મ, નરાધમના 5 દિવસના રિમાન્ડ મંજૂર
ભરૂચના ઝઘડિયામાં 10 વર્ષની બાળકી પર દુષ્કર્મ, નરાધમના 5 દિવસના રિમાન્ડ મંજૂર
Embed widget