શોધખોળ કરો
Advertisement
મુંબઈ: ગુજરાતી ડાયમંડ બિઝનેસમેને 15માં માળેથી ઝંપલાવીને આપઘાત કર્યો
આત્મહત્યા પહેલા સુસાઈડ નોટ લખી જેમાં પોતાના મરજીથી આપઘાત કરી રહ્યાં હોવાનું જણાવ્યું હતું. તેમના મોત પાછળ કોઈને જવાબદાર ઠેરવવા નહીં તેવું જણાવ્યું હતું.
મુંબઈના હીરા બજાર એવા ઓપેરા હાઉસની પ્રસાદ ચેમ્બરના 15માં માળેથી જાણીતા ડાયમંડ કંપનીના માલિકે ઝંપલાવીને આત્મહત્યા કરી હતી. આત્મહત્યા પહેલા માલિકે એક સુસાઈડ નોટ પણ લખી હતી. આ ઘટનાની જાણ કરાતાં તાત્કાલિક ઘટનાસ્થળે પોલીસ પહોંચી હતી અને વધુ તપાસ હાથ ધરી હતી.
મૂળ ઉત્તર ગુજરાતના પાલનપુરના વતની ધીરેન ચંદ્રકાંત શાહ ઘણાં સમયથી મુંબઈમાં રહેતા હતાં. મુંબઈના હીરા બજાર એવા ઓપેરા હાઉસની ચેમ્બરના 15માં માળેથી ધીરેન શાહે ઝંપલાવીને આત્મહત્યા કરી લીધી હતી. ડાયમંડના માલિકે આત્મહત્યા કરી તે પહેલાં એક સુસાઈડ નોટ પણ લખી હતી. પોલીસે આ સુસાઈડ નોટ કબ્જે કરી હતી.
આત્મહત્યા પહેલા સુસાઈડ નોટ લખી જેમાં પોતાના મરજીથી આપઘાત કરી રહ્યાં હોવાનું જણાવ્યું હતું. તેમના મોત પાછળ કોઈને જવાબદાર ઠેરવવા નહીં તેવું જણાવ્યું હતું. આર્થિક સંકડામણમાં આપઘાત કર્યો હોવાનું મુંબઈ પોલીસને આશંકા છે.
આપઘાત કરનાર ધીરેન શાહ મુંબઈ અને સુરતના હીરા બજારમાંથી રફ ડાયમંડની ખરીદી કરતાં હતાં. આતઘાત બાદ પોલીસ આ કેસની તપાસ કરી રહી છે . આપઘાત બાદ લોકોનાં ટોળાં વળ્યાં હતાં.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
ઓટો
આરોગ્ય
Advertisement