Janmashtami 2021: અમદાવાદ, ગુજરાત સહિત દેશભરમાં નંદકુંવરને વધાવવા ભક્તોમાં થનગનાટ
Janmashtami 2021: દ્વાપર યુગમાં શ્રીકૃષ્ણએ રોહિણી નક્ષત્રમાં રાત્રે 12 વાગે જન્મ લીધો હતો
LIVE
Background
Janmashtami 2021: જન્માષ્ટમી હિન્દુઓનો પ્રમુખ તહેવારોમાંથી એક છે. આ તહેવાર શ્રી હરિ વિષ્ણુના આઠમા અવતાર શ્રીકૃષ્ણના જન્મદિવસના રૂપમાં ઉજવવામાં આવે છે. જન્માષ્ટમીનો તહેવાર બે દિવસ ઉજવવામાં આવે છે. આ વર્ષે પણ 30-31 ઓગસ્ટના રોજ જન્માષ્ટમી ઉજવવામાં આવશે. સાધુ-સંન્યાસ, શૈવ સંપ્રદાયે સોમવાર એટલે કે 30 ઓગસ્ટના રોજ જન્માષ્ટમી ઉજવશે. જ્યારે કે વૈષ્ણવ સંપ્રદાયની હવેલી, બેઠક, મંદિરોમાં મંગળવાર એટલે કે 31 ઓગસ્ટના રોજ કૃષ્ણ જન્મોત્સવ ઉજવવામાં આવશે.
નાયબ મુખ્યમંત્રીએ ઇસ્કોન મંદિર ખાતે દર્શન કર્યા
નાયબ મુખ્યમંત્રીએ ઇસ્કોન મંદિર ખાતે દર્શન કર્યા હતા. સમગ્ર ગુજરાતમાં સારો વરસાદ થાય તેવી પ્રાર્થના કરી છે. આપણું ગુજરાત કોરોનામુક્ત થાય તે પણ પ્રાર્થના કરી છે. નીતિન પટેલે કહ્યું કે, આગામી બે ત્રણ દિવસમાં પીએમ મોદી ઇસ્કોનના સ્થાપક સ્વામી પદ્મપાદજીનો સિક્કો બહાર પાડનાર છે.
સોમનાથમાં પ્રવાસીઓનું ઘોડાપૂર
શ્રાવણ મહિનાનો ચોથો સોમવાર અને જન્માષ્ટમીનો આજે અનોખો સંયોગ છે. ત્યારે સોમનાથ મંદિરે ભક્તોનું ઘોડાપૂર ઊમટ્યું છે. રાજ્યભરમાં જન્માષ્ટમીની ઉજવણી થઈ રહી છે.
જન્માષ્ટમીના દિવસે ન કરો આ 6 કામ
- જન્માષ્ટમીના દિવસે કોઈપણ વ્યક્તિનું અમીર-ગરીબના રૂપમાં અનાદર કે અપમાન ન કરો. લોકો સાથે વિનમ્રતાથી વ્યવહાર કરો. કોઈ સાથે ભેદભાવ ન કરો.
- શાસ્ત્રો મુજબ, આજે જન્માષ્ટમીના દિવસે ચોખા કે તેનાથી બનેલું ભોજન ગ્રહણ ન કરો. કારણકે ચોખાને ભગવાન શિવનું રૂપ માનવામાં આવ્યું છે.
- પૌરાણિક માન્યતા મુજબ જન્માષ્ટમીના વ્રતમાં શ્રીકૃષ્ણનો જન્મ થવાના સમય સુધી અર્થાત રાતે 12 વાગ્યા સુધી વ્રતનું પાલન કરતી વખથે અન્નનું સેવન ન કરો,
- જન્માષ્ટમીના દિવસે સ્ત્રી-પુરુષ અર્થાત તમામ વ્રતધારીએ બ્રહ્મચર્યનું પાલન કરવું જોઈએ.
- જન્માષ્ટમી પર ગાયોની પૂજા અને સેવા જરૂર કરો. આમ ન કરવાથી ભગવાન શ્રીકૃષ્ણ નારાજ થાય છે.
- જન્માષ્ટમીના વ્રતના દિવસે ઘરમાં લસણ, ડુંગળી જેવા તામસી પદાર્થોનો ઉપયોગ ન કરવો જોઈએ.
દિલ્હીમાં જન્માષ્ટમી નિમિત્તે ભક્તો ઉમટ્યા
Delhi | Devotees offer prayers at ISKCON temple, Punjabi Bagh on the occasion of Krishna #Janamashtami
— ANI (@ANI) August 30, 2021
A temple official says this temple will stay open today for restricted hours only due to COVID19 pic.twitter.com/5uRfnT4xUW
રાજકોટમાં કોરોના ગાઈડ લાઈન સાથે નીકળી ભવ્ય શોભાયાત્રા
રાજકોટમાં વિશ્વ હિન્દુ પરિષદ દ્રારા છેલ્લા 37 વર્ષથી નિકળતી પરંપરાગત રથયાત્રા કોરોનાની ગાઈડ લાઈન મુજબ ટુંકાવેલા રુટ પર સિમિત વાહનો સાથે 'નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલ કી'ના નાદ સાથે ભવ્ય શોભાયાત્રા નિકળી હતી.. જેનું આજે સવારે 8 વાગ્યે કિશાનપરા ચોકથી સંતો-મહંતોની હાજરીમાં રથયાત્રાનું પ્રસ્થાન થયું હતું. જેમાં વિવિધ સંસ્થાઓ, સંઘઠનો, રાજકીય પક્ષો દ્વારા શોભાયાત્રાનું સ્વાગત કરાયું હતું. શોભાયાત્રા દર વર્ષે આશરે 25 કિ.મી.ના રૂટ પર નીકળે છે. પરંતુ સરકારના નિયમોને આધિન આ વખતે આશરે 10 કિ.મી.ના રૂટ પર નીકળી હતી.