Happy new year 2025: અલવિદા 2024! ભારતમાં નવા વર્ષનું ભવ્ય સ્વાગત કરાયું, આખો દેશ જશ્નમાં ડૂબ્યો
સમગ્ર દેશમાં ધામધૂમ સાથે નવા વર્ષની ઉજવણી કરવામાં આવી રહી છે. ફાર્મ હાઉસ, પાર્ટી પ્લોટ અને ક્લબો ફૂલ જોવા મળ્યા હતા. નવા વર્ષ પર યુવાનો દ્વારા ડાન્સ કરી અને ફટાકડા ફોડી નવા વર્ષનો જશ્ન મનાવવામાં આવી રહ્યો છે.
નવી દિલ્હી: સમગ્ર દેશમાં ધામધૂમ સાથે નવા વર્ષની ઉજવણી કરવામાં આવી રહી છે. ફાર્મ હાઉસ, પાર્ટી પ્લોટ અને ક્લબો ફૂલ જોવા મળ્યા હતા. નવા વર્ષ પર યુવાનો દ્વારા ડાન્સ કરી અને ફટાકડા ફોડી નવા વર્ષનો જશ્ન મનાવવામાં આવી રહ્યો છે. આવી સ્થિતિમાં સમગ્ર દેશમાં ઉજવણીનો માહોલ છે અને દરેક લોકો ઉત્સાહિત છે. દેશના વિવિધ ભાગોમાં લોકો નવા વર્ષની ઉજવણી કરી રહ્યા છે.
મુંબઈ, દિલ્હી, પૂના, બેંગ્લુરુ, અમદાવાદ સહિતના શહેરમાં વિવિધ પ્રકારના ઉત્સવો થઈ રહ્યા છે. દરેક લોકોએ જૂના વર્ષ 2024 ને ખુશીઓ સાથે વિદાય આપી હતી. દરેક વ્યક્તિ આશા રાખે છે કે નવુ વર્ષ 2025 દરેકના જીવનમાં ખુશીઓ લઈને આવશે.
રાંચીમાં લોકોએ ઉજવણી કરી
#WATCH | Ranchi, Jharkhand | People celebrate as they welcome the New Year 2025. pic.twitter.com/WIJTmViVkp
— ANI (@ANI) December 31, 2024
#WATCH | Himachal Pradesh | People celebrate and welcome the New Year 2025 in Manali. pic.twitter.com/juQCOPMfX2
— ANI (@ANI) December 31, 2024
હિમાચલ પ્રદેશમાં પણ નવા વર્ષની જોરશોર સાથે ઉજવણી કરવામાં આવી રહી છે. મનાલીમાં ખૂબ જ શાનદાર રીતે લોકોએ નવા વર્ષને આવકાર્યું છે.
કોલકાતાના પાર્ક સ્ટ્રીટમાં નવા વર્ષની ઉજવણીમાં લોકોની ભીડ ઉમટી હતી. સૌ કોઈ નવા વર્ષને આવકારી રહ્યા છે. દિલ્હી, મુંબઈ, પૂના, કોલકાતા જેવા મોટા શહેરમાં જશ્નનો માહોલ છે.
મુંબઈના બાંદ્રામાં નવા વર્ષની ઉજવણી
મુંબઈમાં નવા વર્ષ 2025ને આવકારવા માટે લોકો બાંદ્રા કાર્ટર રોડ પર એકઠા થયા હતા. બરાબર 12 વાગ્યે લોકોએ નવા વર્ષની શુભકામનાઓ સાથે નવા વર્ષની ઉજવણી શરૂ કરી હતી.
Happy New Year 2025 | ગુજરાત-દેશ અને દુનિયામાં આતશબાજી સાથે નવા વર્ષ 2025નું જોરદાર સ્વાગત#HappyNewYear2025 pic.twitter.com/xmU3mEoW96
— ABP Asmita (@abpasmitatv) December 31, 2024
ગુજરાતના દરેક શહેરોમાં કરાઈ ઉજવણી
નવા વર્ષ 2025ને આવકારવા માટે અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટમાં પણ શાનદાર રીતે ઉજવણી કરવામાં આવી છે. લોકો નવા વર્ષને આવકારી મન મૂકીને નાચ્યા હતા. તમામ લોકો નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે.
નવું વર્ષ સૌપ્રથમ ક્રિસમસ આઇલેન્ડમાં ઉજવવામાં આવ્યું હતું. આ ટાપુ કિરીબાતી રિપબ્લિકનો ભાગ છે. તે ભારતથી 7.30 કલાક આગળ છે. કુલ 41 દેશો ભારત પહેલા નવા વર્ષની ઉજવણી કરે છે.