શોધખોળ કરો
Advertisement
પશ્ચિમ બંગાળમાં ભાજપના પ્રદર્શન અને પોલીસની કાર્યવાહી દરમિયાન એવું શું બન્યું કે ભડકી ઉઠ્યો હરભજન સિંહ ?
આ ઘર્ષણ દરમિયાનનો એક કથિત વીડિયો સામે આવ્યો છે. વીડિયોમાં એક શીખ સુરક્ષાકર્મી પર પોલીસ લાઠી ચાર્જ કરતી નજર આવી રહી છે.
કોલકાતા: ભાજપની ‘નબન્ના માર્ચ’ દરમિયાન ગુરુવારે પાર્ટી કાર્યકર્તાઓ અને પશ્ચિમ બંગાળ પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું. પ્રદર્શનકારીઓ ભગાડવા માટે પોલીસે ટિયર ગેસના સેલ છોડ્યા, તેમના પર પાણીનો મારો ચલાવવો પડ્યો હતો. એટલું જ નહીં લાઠી ચાર્જ પણ કરવો પડ્યો હતો.
આ ઘર્ષણ દરમિયાનનો એક કથિત વીડિયો સામે આવ્યો છે. વીડિયોમાં એક શીખ સુરક્ષાકર્મી જે ભાજપ નેતા પ્રિયાંગુ પાંડેયની સુરક્ષામાં તૈનાત છે, તેના પર પોલીસ લાઠી ચાર્જ કરતી નજર આવી રહી છે. તે દરમિયાન શીખ સુરક્ષાકર્મી બલવિંદર સિંહની પાઘડી ખુલી જાય છે.
આ મારપીટનો વીડિયો ક્રિકેટર હરભજન સિંહે શેર કર્યો છે અને પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી પાસે દોષિ પોલીસકર્મી સામે કાર્યવાહી કરવાની માંગ કરી છે. ભાજપ આ ઘટનાને લઈને આક્રમક છે.
પશ્ચિમ બંગાળમાં ભાજપના પ્રભારી કૈલાશ વિજયવર્ગીયએ ટ્વીટ કરીને કહ્યું કે, સુરક્ષાકર્મી બલવિંદર સિંહને પશ્ચિમ બંગાળ પોલીસે રસ્તા પર માર્યો અને તેમની પાઘડીનું અપમાન કર્યું. તે સક્ષમ જવાન છે. તેમણે ઘણા સૈન્ય કોર્સ પણ કર્યા છે. મમતા રાજમાં આવા જાંબાજનું અપમાન દુખદ છે. આવા પોલીસકર્મીને સજા થવી જોઈએ.Plz have a look into this matter @MamataOfficial this isn’t done 😡😡 https://t.co/mKrbQhn1qy
— Harbhajan Turbanator (@harbhajan_singh) October 9, 2020
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
સમાચાર
અમદાવાદ
દુનિયા
દેશ
Advertisement