હરિયાણામાં ADGP નો પોતાને ગોળી મારી આપઘાતથી ખળભળાટ, પત્ની છે IAS
હરિયાણા કેડરના એડીજીપી વાય. પૂરણ કુમારે આત્મહત્યા કરી છે. તેમણે ચંદીગઢના સેક્ટર 11 સ્થિત તેમના સત્તાવાર નિવાસસ્થાને પોતાને ગોળી મારીને આત્મહત્યા કરી લીધી.

ADGP Y Puran kumar commits suicide : હરિયાણા કેડરના એડીજીપી વાય. પૂરણ કુમારે આત્મહત્યા કરી છે. તેમણે ચંદીગઢના સેક્ટર 11 સ્થિત તેમના સત્તાવાર નિવાસસ્થાને પોતાને ગોળી મારીને આત્મહત્યા કરી લીધી છે. આ ઘટના બાદ ચંદીગઢ ફોરેન્સિક ટીમ તેમના ઘરે પહોંચી હતી. વાય. પૂરણ કુમારના પત્ની આઈએએસ અધિકારી છે. તેમનું નામ અમનીત પી. કુમાર છે. આ ઘટના બની ત્યારે તેમના પત્ની અમનીત ઘરે હાજર ન હતા.
2001 બેચના આઈપીએસ અધિકારી છે
હકીકતમાં, અમનીત પી. કુમાર મુખ્યમંત્રી સાથે જાપાન ગયેલા અધિકારીઓના પ્રતિનિધિમંડળમાં સામેલ છે. વાય. પૂરણ કુમાર 2001 બેચના આઈપીએસ અધિકારી હતા.
ADGP રેન્કના અધિકારી વાય. પૂરણ કુમાર હાલમાં PTC સુનારિયા (રોહતક) માં IG તરીકે ફરજ બજાવી રહ્યા હતા. તેમને અગાઉ રોહતકમાં IG તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા, પરંતુ તેઓ લાંબા સમય સુધી આ પદ પર રહ્યા નહીં.
#WATCH | Chandigarh: Kanwardeep Kaur, Chandigarh SSP says, "We got information of a shooting at around 1:30 PM at Sector 11 Police Station. When we reached here, we found that a reported suicide had taken place. The body of IPS officer Y Puran Kumar was found at his residence.… pic.twitter.com/b6acTw3EIu
— ANI (@ANI) October 7, 2025
મનીષા હત્યાકાંડની તપાસમાં સામેલ હતા
આઈપીએસ અધિકારી પૂરણ કુમાર હરિયાણામાં કુખ્યાત મનીષા હત્યા કેસની તપાસમાં પણ સામેલ હતા. તેમની આત્મહત્યાના સમાચારથી ખળભળાટ મચી ગયો છે. પોલીસ હાલમાં આ કેસની તપાસ કરી રહી છે.
પોલીસ દ્વારા ઓળખ
ચંદીગઢના એસએસપી કંવરદીપ કૌરે જણાવ્યું હતું કે, "અમને સેક્ટર 11 પોલીસ સ્ટેશનમાં બપોરે 1:30 વાગ્યે ગોળીબારની માહિતી મળી હતી. જ્યારે અમે પહોંચ્યા ત્યારે અમને ખબર પડી કે તે આત્મહત્યા છે." આઈપીએસ અધિકારી વાય. પૂરણ કુમારનો મૃતદેહ તેમના નિવાસસ્થાનેથી મળી આવ્યો હતો. સીએફએસએલ ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને તપાસ ચાલુ છે. પોસ્ટમોર્ટમ પછી વધુ માહિતી ઉપલબ્ધ થશે.
પત્ની કાલે સવારે પરત ફરે તેવી અપેક્ષા છે
વાય. પૂરણ કુમારની પત્ની અમનીત સેક્રેટરી ફોરેન કો-ઓપરેશન વિભાગના કમિશનર પદ પર તૈનાત છે. તે બુધવાર (8 ઓક્ટોબર) સવારે ઘરે પરત ફરે તેવી અપેક્ષા હતી. વાય. પૂરણ કુમારના પત્ની અમનીત મુખ્યમંત્રી સાથે જાપાનના પ્રવાસ પર ગયા છે. તેઓ બુધવારે સવારે પરત ફરે તેવી આશા છે.





















