શોધખોળ કરો
Advertisement
હરિયાણા વિધાનસભા ચૂંટણી માટે ભાજપે 78 ઉમેદવારોની પ્રથમ યાદી કરી જાહેર, જાણો
હરિયાણાના મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટર કરનાલ બેઠક પરથી ચૂંટણી લડશે.
નવી દિલ્હી: ભારતીય જનતા પાર્ટીએ હરિયાણા વિધાનસભા ચૂંટણીને લઈને પોતાના 78 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી છે. હરિયાણાના મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટર કરનાલ બેઠક પરથી ચૂંટણી લડશે. હરિયાણા પ્રદેશ ભાજપ અધ્યક્ષ સુભાષ બરાલા ગોહાનાથી, હૉકી ટીમના પૂર્વ કેપ્ટન સંદીપ સિંહ પીહોવા કુરુક્ષેત્રથી, રેસલર બબીતા ફોગાટ દાદરીથી ચૂંટણી મેદાનમાં ઉતરશે.
દિલ્હીમાં રવિવારે PM મોદી, ગૃહમંત્રી અમિત શાહ અને કાર્યકારી અધ્યક્ષ જે પી નડ્ડાની બેઠક મળી હતી. આ બેઠકમાં હરિયાણા અને મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી માટે ઉમેદવારોની યાદી ફાઈનલ કરવામાં આવી હતી. ભાજપ ચૂંટણી સમિતિની આ બેઠકમાં હરિયાણાની તમામ 90 વિધાનસભા સીટો પર ચર્ચા કરવામાં આવી. જો કે માત્ર 78 સીટ પર જ ઉમેદવારોની જાહેરાત કરવામાં આવી છે. હરિયાણા અને મહારાષ્ટ્રની સાથોસાથ તમામ 66 સીટો પર થનાર પેટાચૂંટણી માટે 21 ઓક્ટોબરે મતદાન થશે. જ્યારે 24મી ઓક્ટોબરે પરિણામ જાહેર કરવામાં આવશે.BJP releases its first list of 78 candidates for #HaryanaAssemblyPolls. https://t.co/lxbhbqQA3J pic.twitter.com/ieueZ4d4Ip
— ANI (@ANI) September 30, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
અમદાવાદ
ગુજરાત
Advertisement