Haryana Assembly Election Results 2024: સાંજે 7 વાગ્યે BJP હેડક્વાર્ટર પહોંચશે PM મોદી, હરિયાણા જીતની ખુશીમાં ભાજપે 100 કિલો જલેબી મંગાવી
હરિયાણા વિધાનસભા ચૂંટણીના પરિણામોમાં ભાજપ સતત ત્રીજી વખત જીત તરફ આગળ વધી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે.
Haryana Assembly Election Results 2024: હરિયાણા વિધાનસભા ચૂંટણીના પરિણામોમાં ભાજપ સતત ત્રીજી વખત જીત તરફ આગળ વધી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. આ જીતની ઉજવણીની પ્રક્રિયા પાર્ટીના દિલ્હી કાર્યાલયમાં શરૂ થઈ ગઈ છે. પાર્ટી હાઈકમાન્ડ પણ આ ખાસ અવસરની ઉજવણીની તૈયારી કરી રહ્યું છે.
એક તરફ દિલ્હીમાં ભાજપ હેડક્વાર્ટરમાં 100 કિલો જલેબીનો ઓર્ડર આપવામાં આવ્યો છે, તો બીજી તરફ પીએમ નરેન્દ્ર મોદી પણ કાર્યકર્તાઓનો ઉત્સાહ વધારવા માટે પાર્ટી હેડક્વાર્ટર પહોંચી શકે છે.
PM મોદી પાર્ટી કાર્યકર્તાઓનો ઉત્સાહ વધારશે
સૂત્રોના જણાવ્યા અનુસાર, જીતની ઉજવણી માટે પાર્ટી દ્વારા 100 કિલો જલેબીનો ઓર્ડર આપવામાં આવ્યો છે. આ જલેબીઓ સાંજે ભાજપના મુખ્યાલય ખાતે વહેંચવામાં આવશે. બીજી તરફ સૂત્રોનું કહેવું છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાંજે 7 વાગે ભાજપ કાર્યાલય પહોંચશે. ત્યાં તેઓ પાર્ટી કાર્યકર્તાઓને સંબોધિત કરશે.
જેપી નડ્ડાએ મહાસચિવોની બેઠક બોલાવી હતી
હરિયાણામાં વલણોમાં બહુમતનો આંકડો પાર કર્યા પછી, ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ પાર્ટીના તમામ મહાસચિવોની એક મહત્વપૂર્ણ બેઠક બોલાવી. આ બેઠક બપોરે તેમના ઘરે શરૂ થઈ હતી. પાર્ટીના વર્તમાન રાજકીય માહોલ અને ચૂંટણી પરિણામોની ચર્ચા કરવા માટે આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.
હરિયાણામાં કોંગ્રેસને મોટો ફટકો
હરિયાણામાં બપોરે 2 વાગ્યા સુધી આવેલા ટ્રેન્ડમાં ભારતીય જનતા પાર્ટી 48 સીટો પર આગળ ચાલી રહી છે જ્યારે કોંગ્રેસ 37 સીટો પર આગળ છે. INLD 2 બેઠકો પર આગળ ચાલી રહી છે અને અન્યને 3 બેઠકો મળતી જોવા મળી રહી છે. જો કે, તમામ એક્ઝિટ પોલ હરિયાણામાં કોંગ્રેસને બમ્પર બેઠકો બતાવી રહ્યા હતા. મોટાભાગના એક્ઝિટ પોલમાં કોંગ્રેસને 50થી વધુ સીટો આપવામાં આવી હતી, પરંતુ એક્ઝિટ પોલ કરતાં પરિણામો સાવ અલગ જ જણાય છે.
કુસ્તીબાજ વિનેશ ફોગાટને જુલાના વિધાનસભા બેઠક પરથી જીત મળી છે. 15 રાઉન્ડની મતગણતરી બાદ તેમણે ભાજપના યોગેશ કુમારને 5 હજારથી વધુ મતોના અંતરથી હરાવ્યા હતા. થાનેસર વિધાનસભા બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર અશોક કુમાર અરોરાનો વિજય થયો છે. ભાજપના સુભાષ સુધા 3243 મતોના માર્જિનથી હારી ગયા છે.
'જલેબી રેડી હૈં ?', હરિયાણામાં એક્ઝિટ પૉલથી વિપરિત ટ્રેન્ડ આવતા ઇન્ટરનેટ 'જલેબી'ના મીમ્સની ભરમાર...