દેશભરમાં પડી રહી છે કાળઝાળ ગરમી, સ્વાસ્થ્ય મંત્રાલયે ગરમીથી બચવા માટે જાહેર કરી એડવાઇઝરી
પંજાબ, હરિયાણા, દિલ્હી, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ અને ગુજરાત સહિત દેશના ઘણા ભાગોમાં કાળઝાળ ગરમી પડી રહી છે
Heatwave Alert In India: પંજાબ, હરિયાણા, દિલ્હી, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ અને ગુજરાત સહિત દેશના ઘણા ભાગોમાં કાળઝાળ ગરમી પડી રહી છે. જેના કારણે લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
भीषण गर्मी में स्वस्थ रहें! तरल पदार्थों का सेवन बढ़ाएं और हीट स्ट्रोक के लक्षणों पर ध्यान दें।
— Ministry of Health (@MoHFW_INDIA) May 23, 2024
.
.#BeatTheHeat pic.twitter.com/qMZv75IMPl
હવામાન વિભાગે પંજાબ, હરિયાણા, દિલ્હી, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, ગુજરાત અને ઉત્તર-પશ્ચિમ મધ્ય પ્રદેશ માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે અને લોકોને સતર્ક રહેવા જણાવ્યું છે. દરમિયાન, કેન્દ્રીય પરિવાર અને આરોગ્ય કલ્યાણ મંત્રાલયે ગરમીથી બચવા માટે ચાર ઉપાયો બતાવ્યા છે.
ભીષણ ગરમીથી કેવી રીતે બચવું
- પ્રવાહીનું સેવન વધારવું જોઇએ અને હીટ સ્ટ્રોકના લક્ષણોને ધ્યાનમાં રાખો.
- તડકો અને ભીડવાળી જગ્યાઓ પર જવાનું ટાળો.
- ખોરાકમાં સ્વચ્છતા, પાણી અને છાંયડાનું ધ્યાન રાખો.
- જો તમે ગરમી-સંબંધિત લક્ષણોનો અનુભવ કરી રહ્યાં હોવ તો ડોક્ટરની સલાહ લો.
કેન્દ્રીય પરિવાર અને આરોગ્ય કલ્યાણ મંત્રાલયે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર ગરમીથી બચવા માટેના ચાર ઉપાયોની તસવીરો શેર કરતી વખતે લખ્યું હતું કે, "આકરી ગરમીમાં સ્વસ્થ રહો. પ્રવાહીનું સેવન વધારવું જોઇએ અને હીટ સ્ટ્રોકના લક્ષણો પર ધ્યાન આપો.'' વાસ્તવમાં હવામાન વિભાગે કહ્યું કે ઉત્તર ભારત સહિત દેશના ઘણા ભાગોમાં ગરમીનો પ્રકોપ યથાવત છે.
IMDએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર જણાવ્યું હતું કે પંજાબ, હરિયાણા, દિલ્હી અને પશ્ચિમ ઉત્તર પ્રદેશના કેટલાક સ્થળોએ હિટવેવની સંભાવના છે. શુક્રવારે (23 મે, 2024) જમ્મુ અને કાશ્મીર, હિમાચલ પ્રદેશ, પૂર્વી ઉત્તર પ્રદેશ અને મધ્ય પ્રદેશમાં પણ હિટવેવની શક્યતા છે.
સુરતમાં એક જ દિવસમાં 10નાં હાર્ટ અટેક અને હીટવેવમાં શંકાસ્પદ મોત થયા છે. ચારને હીટસ્ટ્રોકની શંકા છે જ્યારે 5 વ્યક્તિના હાર્ટએટેકથી મોત થયાની શંકા છે. તમામના સેમ્પલ FSLમાં મોકલ્યાં છે. તમામ મૃતકો ગભરામણ પછી બેભાન થયા હતા અને હોસ્પિટલ લઈ ગયા પછી મૃત્યુ થયું હતું. સુરત શહેરમાં કાળઝાળ ગરમી વચ્ચે 24 કલાકમાં અચાનક બેભાન થયા બાદ 10નાં મોત નિપજ્યાં છે. જેમાં એકનું હીટસ્ટ્રોકના કારણે મોત થયું હોવાની આશંકા છે. જ્યારે અન્ય મૃતકોના સેમ્પલ ફોરેન્સિકમાં મોકલાયાં છે.