શોધખોળ કરો
Advertisement
બિહારમાં પુરથી જનજીવન અસ્તવ્યસ્ત, 24 લોકોના મોત, 12 જિલ્લાના 25 લાખ લોકો ફસાયા, જાણો વિગતે
પાડોશી દેશ નેપાલમાં સતત વરસી રહેલા ભારે વરસાદના કારણે બિહારના 12 જિલ્લામાં પુરનુ પાણી ઘૂસી ગયુ જેના 25.66 લાખથી વધુ લોકો બેઘર બન્યા છે
પટનાઃ દેશમાં વરસાદે કહેર મચાવી દીધો છે, ખાસ કરીને પૂર્વોત્તર અને બિહારમાં વરસાદના કારણે પુરની સ્થિતિ સર્જાઇ છે. જેમાં લાખો લોકો બેઘર અને નિસહાય બન્યા છે. દેશમાં ભારે વરસાદથી અત્યાર સુધી 44 લોકોના મોત થયા છે, વળી 70 લાખથી વધુ લોકો પુર પ્રભાવિત થયા છે.
બિહારમાં પુરના કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઇ ગયુ છે, મૃત્યુઆંક 24થી વધુ થઇ ગયો છે. પાડોશી દેશ નેપાલમાં સતત વરસી રહેલા ભારે વરસાદના કારણે બિહારના 12 જિલ્લામાં પુરનુ પાણી ઘૂસી ગયુ જેના 25.66 લાખથી વધુ લોકો બેઘર બન્યા છે.
બિહારમાં પુરની સ્થિતિને જોતા મુખ્યમંત્રી નીતિશ કુમારે પુર પીડિત લોકો અને પ્રભાવિત વિસ્તારોની હવાઇ યાત્રા કરી હતી, સરકારે રાહત અને બચાવ કાર્ય શરૂ કરી દીધુ છે.
કઇ નદીઓમાં વરસાદથી પુર આવ્યુ....
બિહારની કોસી, ગંડક, બાગમતી નદીઓ વરસાદથી ગાંડીતુર બની છે, પુર આવવાથી અનેક ગામે તણાયા છે.
કયા વિસ્તારોમાં પુરનુ પાણી ઘૂસી ગયુ....
મધુબની, અરસિયા, મોતિહારી, રક્સૌલ, દરભંગા, સહરસા, સમસ્તીપુર, સુપૌલ, ગોપાલગંજ, મુજફ્ફરપુર અને સીતામઢી વિસ્તારોમાં સામેલ છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
બિઝનેસ
ક્રિકેટ
Advertisement