શોધખોળ કરો
Advertisement
રાજસ્થાન-પંજાબમાં ભારે વરસાદનું એલર્ટ, 5 રાજ્યોમાં પૂરના કારણે 241 લોકોના મોત
હવામાન વિભાગે રાજસ્થાન અને પંજાબમાં ભારે વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે. એટલું જ નહી મધ્યપ્રદેશ અને હિમાચલ પ્રદેશમાં પણ ભારે વરસાદ થઈ શકે છે.
નવી દિલ્હી: દેશના પાંચ રાજ્યો ભારે વરસાદના કારણે પૂરમાં ફસાયેલા છે. કેરળ, કર્ણાટક, આંધ્રપ્રદેશ, મહારાષ્ટ્ર અને ગુજરાતમાં અત્યાર સુધીમાં કુદરતના કહેરના કારણે 241 લોકોના જીવ ગયા છે. હવામાન વિભાગે રાજસ્થાન અને પંજાબમાં ભારે વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે. એટલું જ નહી મધ્યપ્રદેશ અને હિમાચલ પ્રદેશમાં પણ ભારે વરસાદ થઈ શકે છે.
દેશના ઘણા રાજ્યો ભારે વરસાદના કારણે પૂરમાં ફસાયેલા છે. ઉત્તરાખંડ સહિત દેશના અનેક ભાગોમાં વરસાદ અને પૂરનો પ્રકોપ ચાલી રહ્યો છે. પહાડી રાજ્યોમાં ભારે વરસાદના કારણે ભૂસ્ખલન થઈ રહ્યું છે. અનેક જગ્યાઓ પર વાદળ ફાટવાની ઘટનાઓ પણ બની છે. હવામાન વિભાગે ઉત્તરાખંડમાં 2 દિવસ સુધી ભારે વરસાદનુ એલર્ટ જાહેર કર્યું છે.
જમ્મુ-કાશ્મીરમાં ભારે વરસાદ ચાલુ છે. રાજ્યમાં અલગ-અલગ જગ્યાઓ પર ભૂસ્ખલનની ઘટનાઓ સામે આવી છે. શ્રીનગરના રાજબાગ વિસ્તારમાં ભારે ભૂસ્ખલન થયું છે. આ દરમિયાન કોઈ મોટી દુર્ધટના નથી બની. ઉત્તરાખંડમાં ઉત્તરકાશી,રુદ્રપ્રયાગ, ટિહરી, પૌડી અને કુમાઉના અનેક ભાગમાં ભારે વરસાદનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. મધ્યપ્રદેશના બારગી બંધના 15 ગેટ ખોલ્યા બાદ બારના નદીનું પાણી બેકાબૂ બન્યું છે. આ સાથે જ અનેક ગામો ટાપુમાં ફેરવાઈ ગયા છે. ભારે વરસાદના કારણે ભોપાલ- જબલપુર માર્ગ બંધ થયો છે. રાજસ્થાનના કોટા બૈરેજથી પાણી છોડવામાં આવ્યું હોવાના કારણે અને વરસાદના કારણે એમપીમાં ચંબલ અને પાર્વતી નદીમાં પૂર આવ્યું છે.#WATCH Himachal Pradesh: A landslide occurred in Gohar village of Chachyot Tehsil in Mandi district yesterday. No one was injured in the landslide. (16.08.2019) pic.twitter.com/HceSsYOpmu
— ANI (@ANI) August 17, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
ગુજરાત
ગુજરાત
ધર્મ-જ્યોતિષ
Advertisement