Himachal Pradesh By poll:કંગના રાજકારણમાં કરશે ડેબ્યુ, જાણો કઇ બેઠક પરથી લડી શકે છે ચૂંટણી
બોલીવુડ અભિનેત્રી કંગના રનૌત હિમાચલ પ્રદેશની મંડીની બેઠક માટે પેટા ચૂંટણીમાં દાવેદારી નોંધાવી શકે છે.
Himachal Pradesh By poll:બોલીવુડ અભિનેત્રી કંગના રનૌત હિમાચલ પ્રદેશની મંડીની બેઠક માટે પેટા ચૂંટણીમાં દાવેદારી નોંધાવી શકે છે. મળતી . માહિતી અનુસાર બીજેપી કંગના રનૌતને પેટા ચૂંટણી માટે મેદાનમાં ઉતારી શકે છે.
બોલિવૂડ અભિનેત્રી કંગના રનોત હિમાચલ પ્રદેશની બેઠક મંડી પરથી પેટાચૂંટણી માટે ભાજપની બેઠક પરથી ચૂંટણી લડી શકે છે. આ બેઠક પર આ વર્ષે માર્ચમાં ભાજપી સાંસદ રામસ્વરૂપ શર્માનું નિધન થતાં બેઠક ખાલી થઇ છે. ઉલ્લેખનિય છે કે, 30 ઓક્ટોબરે યોજનાર 4 બેઠકની પેટાચૂંટણી માટે ભાજપ ધર્મશાલામાં એક બેઠક યોજી રહ્યું છે.
ઉલ્લેખનિય છે કે, જબ્બુલ કોથકાર્ઇ અને અર્કી વિધાનસભાની બેઠક પર પેટાચૂંટણી યોજાવાની છે. આર્કી બેઠક 6 વખત સીએમ રહી ચૂકેલા વીરભદ્ર સિહનું 8 જુલાઇએ નિધન થવાથી ખાલી થઇ હતી. તો બાકીની બે સીટ પણ ધારાસભ્યોના નિધનના કારણે ખાલી થઇ છે.
મીડિયા રિપોર્ટ અનુસાર કંગનાએ ચૂંટણી લડવાની કોઇ ઇચ્છા વ્યક્ત નથી કરી. જો કે બીજેપીએ ઉમેદવારોને લઇને ચર્ચા વિચારણા કરી લીધી છે. જો કે પાર્ટીના કેટલાક સભ્યો કંગનાને ટિકિટ આપવાના પક્ષમાં છે. કંગના રનોત મંડી જિલ્લાના ભાંબલ ગામની છે અને તાજેતરમાં જ તેમણે મનાલીમાં તેમનું ઘર લીધું છે. જે મંડી સંસદીય ક્ષેત્રમાં આવે છે.
મંડીથી ટિકિટના પ્રમુખ દાવેદાર
જોગિંદરથી ભાજપના નેતા અને પૂર્વાત્તર સાત રાજ્યોના સચિવ અજયના નાના ભાઇ પંકજ જામવાલ પણ મંડી બેઠકના પ્રમુખ દાવેદાર છે. તો સીએમ જયરામ ઠાકુરના સમર્થક નિહાલ ચંદ પર દાવેદારની રેસમાં સામેલ છે. તો કારગિલ યુદ્ધના હીરો બ્રિગેડિયર કુશલ ઠાકુર પણ ટિકિટ મેળવવા ઇચ્છુક છે.
આ પણ વાંચો