રાજ્યસભામાં ગૃહમંત્રી અમિત શાહનો વાયદો- '31 માર્ચ 2026 સુધી નક્સલવાદ મુક્ત થઈ જશે ભારત'
ગૃહમંત્રી અમિત શાહે રાજ્યસભામાં છેલ્લા 10 વર્ષમાં સુરક્ષા પર થયેલા કામનો હિસાબ આપ્યો હતો. તેમણે કહ્યું, "સમય પ્રમાણે બદલાવ જરૂરી છે.

Amit Shah In Rajya Sabha: ગૃહમંત્રી અમિત શાહે રાજ્યસભામાં છેલ્લા 10 વર્ષમાં સુરક્ષા પર થયેલા કામનો હિસાબ આપ્યો હતો. તેમણે કહ્યું, "સમય પ્રમાણે બદલાવ જરૂરી છે. અમે દરેક પડકારનો સામનો કરી રહ્યા છીએ. અમે પાકિસ્તાનમાં ઘૂસીને સર્જિકલ સ્ટ્રાઈક કરી. સરહદની બહાર ઘણા ગુનાઓ થઈ રહ્યા છે.અમે જમ્મુ અને કાશ્મીરમાં ઘૂસીને સર્જીકલ સ્ટ્રાઈક કરી. અમે કાશ્મીરમાંથી કલમ 370ને ખતમ કરી. પહેલાની સરકારો આતંકવાદી હુમલાઓને ભૂલી જતી હતી.
'હવે આતંકવાદીઓ જ્યાં મૃત્યુ પામે છે ત્યાં જ દફન થાય છે'
ગૃહમંત્રી અમિત શાહે કહ્યું, "મોદી સરકારની આતંકવાદ સામે ઝીરો ટોલરન્સની નીતિ છે. અમે આતંકવાદને જડબાતોડ જવાબ આપ્યો છે. અમે એક દેશમાં બે કાયદાને નાબૂદ કર્યા. અગાઉની સરકારે વોટ બેંકના કારણે કલમ 370 હટાવી ન હતી. હવે લાલચોક પર તિરંગો લહેરાવાય છે. પહેલા આતંકવાદીઓ સરઘસ નિકળતા હતા,હે આતંકી જ્યાં મરે છે, ત્યાં જ દફન થાય છે.
જમ્મુ-કાશ્મીરને લઈને યુપીએ સરકાર પર નિશાન સાધ્યું
વિપક્ષ પર નિશાન સાધતા ગૃહમંત્રી અમિત શાહે કહ્યું, "તમારા (યુપીએ)ના શાસનમાં 33 વર્ષથી જમ્મુ-કાશ્મીરમાં સિનેમા હોલ ખોલવામાં આવ્યા ન હતા, તે અમારા સમયમાં ખોલવામાં આવ્યા. તાજિયાના સરઘસની મંજૂરી ન હતી, અમારા સમયમાં તેને મંજૂરી આપવામાં આવી હતી. G-20 દરમિયાન, વિશ્વભરના રાજદ્વારીઓ જમ્મુ અને કાશ્મીરમાં ગયા ત્યાંનું જમવાનું , સંસ્કૃતિ અને સુંદતાનો આનંદ માણ્યો. વર્ષ 2025માં કાશ્મીરમાં એક પણ હડતાળ નથી થઈ. અમારી સરકાર આતંકવાદ અને આતંકવાદીને સહન નથી કરી શક્તિ. હવે કાશ્મીરમાં જનપ્રતિનિધિ ચૂંટાઈને બને છે. ત્યાં હવે રોકાણનો માહોલ છે. હવે જમ્મુ-કાશ્મીરમાં ચૂંટણી સમયે એક પણ ગોળી નથી ચાલતી.
નક્સલવાદને ખતમ કરવાની ડેડલાઈન આપી
ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે અમારો ઉદ્દેશ્ય નક્સલવાદને ખતમ કરવાનો છે. તેમણે કહ્યું, "અમે ટેક્નોલોજી સાથે નક્સલવાદ સામે લડી રહ્યા છીએ. 31 માર્ચ, 2026 સુધીમાં દેશમાંથી નક્સલવાદ ખતમ થઈ જશે. જ્યાં સૂરજ પણ નથી પહોંચતો ત્યાં અમારા સૈનિકો તૈનાત છે. છત્તીસગઢમાં સરકાર બદલાયાના એક જ વર્ષમાં 380 નક્સલવાદીઓ માર્યા ગયા, જેમાં 30 ઉમેરવાના બાકી છે. આમાં 1145ની ધરપકડ કરવામાં આવી છે અને 1045 નક્સલીઓએ સરેન્ડર કર્યું. આ બધુ કરવામાં 26 સુરક્ષા દળોને જાનહાનિ થઈ. છત્તીસગઢના બીજાપુર અને કાંકેર જિલ્લામાં સુરક્ષા દળો સાથેની અથડામણમાં 30 નક્સલવાદીઓ માર્યા ગયા હતા.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
