દિલ્હીમાં હિંસા માટે 300 લોકો ઉત્તરપ્રદેશથી આવ્યાઃ અમિત શાહ
લોકસભામાં જાણકારી આપતાં શાહે કહ્યું, આ હિંસામાં 52 ભારતીયોના જીવ ગયા અને 526 ઘાયલ થયા છે.
શાહે કહ્યું, 25 તારીખે 11 વાગ્યા બાદ એક પણ દંગાની ઘટના બની નથી. 27 ફેબ્રુઆરીથી અત્યાર સુધીમાં 700 એફઆઈઆર નોંધવામાં આવી છે. નરેન્દ્ર મોદી સરકાર હિંસામાં સામેલ કોઈપણ વ્યક્તિને છોડશે નહીં. દિલ્હીમાં હિંસા ફેલાવવા માટે 300થી વધારે લોકો ઉત્તરપ્રદેશની આવ્યા હતા. આ ષડયંત્ર હતું.Home Minister Amit Shah in Lok Sabha on Delhi violence: All those who caused the violence will not be able to escape the law pic.twitter.com/ZdpnH0jngB
— ANI (@ANI) March 11, 2020
દિલ્હી હિંસા મામલે 153 હથિયાર જપ્ત કરવામાં આવ્યા છે. આર્મ્સ એક્ટ હેઠળ 49 મામલા નોંધવામાં આવ્યા છે. હિંસા માટે ફંડ આપનારા ત્રણ લોકોની ધરપકડ કરવામાં આવી છે. પૂરતા પુરાવા બાદ જ ધરપકડ કરવામાં આવી રહી છે. કોઈપણ નિર્દોષને સજા નહીં આપવામાં આવે.Home Minister Amit Shah: We are ensuring that no action is taken against any innocent person. 49 cases of Arms Act have been registered & 153 arms have been recovered. Over 650 meeting of peace committee have taken place since February 25. #Delhiviolence pic.twitter.com/5wASqlHGHj
— ANI (@ANI) March 11, 2020
લોકસભામાં જાણકારી આપતાં શાહે કહ્યું, આ હિંસામાં 52 ભારતીયોના જીવ ગયા અને 526 ઘાયલ થયા છે. દંગામાં 371 દુકાનો સળગી છે. મંદિર અને મસ્જિદને નુકસાન થયું છે. તેમણે મૃતકોનો ધર્મ બતાવવાની રાજનીતિની નિંદા કરી હતી.Union Home Minister Amit Shah on Opposition's stand on the Citizenship Amendment Act: It is my constitutional responsibility to give answers. pic.twitter.com/6Hz7odLdhr
— ANI (@ANI) March 11, 2020
સોનિયા ગાંધીનું નામ લીધા વગર તેના પર નિશાન સાધતાં શાહે કહ્યું, એક પાર્ટીના અધ્યક્ષે દિલ્હીના રામલીલા મેદાનમાં નફરત ફેલાવતું નિવેદન આપ્યું હતું. તેમના નિવેદન બાદ દિલ્હીના શાહીનબાગમાં સીએએને લઈ વિરોધ પ્રદર્શનો થયા. 14 ડિસેમ્બરની રેલીમાં એક પાર્ટીના અધ્યક્ષે લોકોને કહ્યું કે ઘરની બહાર નીકળો અને 15 ડિસેમ્બરથી શાહીનબાગના ધરણા શરૂ થયા હતા.Home Minister Amit Shah: The spread of riots on such a big scale in such a short time is not possible without a conspiracy. We have register a case of conspiracy to probe this angle. Three people have been arrested for financing the violence in North East Delhi. #Delhiviolence https://t.co/8O4ci1xZla
— ANI (@ANI) March 11, 2020