શોધખોળ કરો
Advertisement
1992થી નિર્માણ કામ રોકાયું નથી, બે માળનું બનશે રામ મંદિરઃ વિશ્વ હિંદુ પરિષદ
મંદિર નિર્માણને લઇને એક કાર્યશાળા અયોધ્યામાં છેલ્લા બે દાયકાથી સતત કામ કરી રહી છે.
નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટની સુનાવણી પૂર્ણ થયા બાદથી વિશ્વ હિંદુ પરિષદ સક્રીય થઇ ગયું છે. વિશ્વ હિંદુ પરિષદના કાર્ય અધ્યક્ષ આલોક કુમારના મતે 1992 બાદથી મંદિર નિર્માણનું કાર્ય રોકાયું નથી. તે સતત ચાલી રહ્યું છે. એબીપી ન્યૂઝ સાથેની વાતચીતમાં તેમણે કહ્યું કે, મંદિર નિર્માણને લઇને એક કાર્યશાળા અયોધ્યામાં છેલ્લા બે દાયકાથી સતત કામ કરી રહી છે.
આલોક કુમારે કહ્યું કે, રામ જન્મભૂમિમાં જ મંદિરનું નિર્માણ થશે અને તેને લઇને મુસલમાનો સાથે વાતચીતની તમામ સંભાવનાઓ સમાપ્ત થઇ ચૂકી છે. હવે ફક્ત સુપ્રીમ કોર્ટના નિર્ણયની રાહ છે. તેમને વિશ્વાસ છે કે સુપ્રીમ કોર્ટ હિંદુઓની આસ્થાને ધ્યાનમાં રાખીને તેમના પક્ષમાં નિર્ણય આપશે.
આ સાથે જ વીએચપી નેતાએ વિસ્તારથી મંદિર નિર્માણની ભવિષ્યની યોજનાઓ પર વાત કરી હતી. તેમણે કહ્યું કે, મે આ કેસનો ઉંડાણપૂર્વક અભ્યાસ કર્યો છે. વકીલ હોવાના કારણે આ ચર્ચાના પ્રવાહને પણ જોયો છે. અમારો દાવો મજબૂત છે. એના પક્ષમાં અમે પુરતા પુરાવા આપ્યા છે. દેશના વરિષ્ઠ વકીલોએ ખૂબ મહેનત કરીને આ ચર્ચા કરી છે. મને લાગે છે કે અમારો વિજય સુનિશ્વિત છે. અમે તેમાં જો અને તોની કોઇ સંભાવનાઓ નથી જોતા.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
ક્રિકેટ
દેશ
બિઝનેસ
Advertisement