શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
ચંદ્રયાન-2ની લેન્ડિંગ પર આખી દુનિયાની નજર, દેશ-વિદેશથી 300 મીડિયાકર્મીઓ ઇસરો પહોંચ્યા
આ ઇવેન્ટને કવર કરવા માટે દેશ-વિદેશના લગભગ 300 મીડિયાકર્મચારીઓ ઇસરો પહોંચ્યા છે.
નવી દિલ્હીઃ ભારતનું ચંદ્રયાન-2 આજે મોડી રાત્રે ચંદ્ર પર ઉતરશે. બીજી તરફ ભારતની સાથે દુનિયા પણ આ ક્ષણની રાહ જોઇ રહી છે. ઇસરોના બેંગલુરુ સ્થિત ટેલીમેટ્રી, ટ્રેકિંગ એન્ડ કમાન્ડ નેટવર્ક સેન્ટર બહાર બપોરથી લોકોથી ભીડ એકઠી થઇ ગઇ છે. આ ઇવેન્ટને કવર કરવા માટે દેશ-વિદેશના લગભગ 300 મીડિયાકર્મચારીઓ ઇસરો પહોંચ્યા છે.
વડાપ્રધાન મોદી પણ આ ક્ષણના સાક્ષી બનવા માટે મોડી રાત્રે દોઢ વાગ્યે ઇસરો પહોંચશે. તેને કારણે તેની સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો છે. ઇસરો સેન્ટરના ચારે તરફ લગભગ બે કિલોમીટરના વિસ્તારમાં લગભગ 1000થી વધુ પોલીસ જવાનો તૈનાત કરાયા છે.
ચંદ્રયાન-2ના લાઇવ ટેલિકાસ્ટિંગ બતાવવા માટે ઇસરોએ આખી વ્યવસ્થા કરી છે. ISTRACની અંદર જર્મન ટેકનોલોજીના સ્ક્રીન લગાવ્યા છે. જેથી મીડિયા અને સ્થાનિક લોકો આખી ઇવેન્ટની લાઇવ અપડેટ મેળવતા રહે. નોંધનીય છે કે 6 અને સાત સપ્ટેમ્બર દરમિયાન મોડી રાત્રે દોઢથી અઢી વાગ્યા વચ્ચે ચંદ્રયાન-2નું વિક્રમ લેન્ડર ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ઉતરશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
બિઝનેસ
ગુજરાત
બિઝનેસ
Advertisement
gujarati.abplive.com
Opinion