શોધખોળ કરો

General Knowledge: ફ્લાઇટમાં ઇયરફોન લગાવ્યા વિના સંગીત વગાડવા પર કેટલી મળે છે સજા? સરકારે કર્યો ખુલાસો

General Knowledge: લોકસભા સાંસદ વી.એસ. માથેશ્વરને સરકારને ફ્લાઇટમાં સંગીત વગાડતા મુસાફરો સામે શું કાર્યવાહી કરવામાં આવી રહી છે તે અંગે પૂછ્યું. નાગરિક ઉડ્ડયન રાજ્યમંત્રી મુરલીધર મોહોલે આ બાબતે માહિતી આપી.

General Knowledge:  ઘણા લોકોને મુસાફરી દરમિયાન મોબાઈલમાં ગીતો સાંભળવાની આદત હોય છે પરંતુ જો તમે ઈયરફોન વિના સંગીત સાંભળો છો તો આજુબાજુના લોકોને સમસ્યા થઈ શકે છે. એવામાં ચાલો જાણી કે જો કોઈ મુસાફર ફ્લાઈટમાં ઈયરફોન વિના મોબાઈલમાં સંગીત વગાડે છે તો શું તેની સામે કોઈ કાર્યવાહી થઈ શકે છે? 

લોકસભામાં સાંસદ વી. એસ. માથેસ્વરન દ્વારા ફ્લાઇટમાં ઇયરફોન વગર મ્યુઝિક વગાડતા મુસાફરો સામેની કાર્યવાહી અંગે સરકારને સવાલ પૂછવામાં આવ્યો હતો. તેમણે પૂછ્યું કે શું સરકાર પાસે ઇયરફોન વગર વિમાનની અંદર મ્યુઝિક વગાડતા મુસાફરો સામે લેવામાં આવેલી કાર્યવાહીની કોઈ વિગતો છે?

આ ઉપરાંત, તેમણે એ પણ પૂછ્યું કે શું સરકાર વિમાનમાં ઇયરફોન વગર મ્યુઝિક વગાડતા મુસાફરો સામે કોઈ દંડાત્મક જોગવાઈ ઉમેરવાનો પ્રસ્તાવ ધરાવે છે? જો હા, તો તેની વિગતો શું છે? વિમાનમાં સંગીત વગાડવા અંગે નાગરિક ઉડ્ડયન મહાનિદેશાલય (DGCA) દ્વારા એરલાઇન ઓપરેટરોને જાહેર કરાયેલા દિશાનિર્દેશો શું છે અને શું બ્લોગર્સ કે સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર્સને વિમાનની અંદર વીડિયો બ્લોગ બનાવવાની મંજૂરી છે?

કેન્દ્રીય મંત્રી મુરલીધર મોહોલે શું જણાવ્યું?

સાંસદ વી.એસ. માથેસ્વરનના આ તમામ સવાલોના જવાબ આપતા નાગરિક ઉડ્ડયન રાજ્ય મંત્રી મુરલીધર મોહોલે જણાવ્યું હતું કે, DGCA એ 1937ના વિમાન નિયમોના નિયમ 22, 23 અને 29 હેઠળ 'અસભ્ય મુસાફરો' (Unruly Passengers) ના સંચાલન અંગે સિવિલ એવિએશન રિક્વાયરમેન્ટ્સ (CAR), સેક્શન 3, એર ટ્રાન્સપોર્ટ, સિરીઝ M, પાર્ટ VI જાહેર કર્યું છે.

આ CAR મુજબ, વિમાનમાં કોઈ પણ ગેરકાયદેસર કે અવરોધક વર્તન, જે ક્રૂ મેમ્બરોની ફરજમાં અડચણ ઊભી કરે છે, વિમાન, વ્યક્તિઓ કે મિલકતની સુરક્ષાને જોખમમાં મૂકે છે અથવા અન્ય મુસાફરો અને ક્રૂ મેમ્બરોને અસુવિધા પહોંચાડે છે, તે દંડાત્મક કાર્યવાહીને પાત્ર છે. આ ઉપરાંત, મંત્રીએ એ પણ જણાવ્યું કે આ એરલાઇન્સની પોતાની ઓપરેશનલ પ્રેક્ટિસ છે કે તેઓ ઇન-ફ્લાઇટ એન્ટરટેઈનમેન્ટ (IFE) સિસ્ટમ દ્વારા બોર્ડિંગ અને લેન્ડિંગ દરમિયાન સોફ્ટ ઇન્સ્ટ્રુમેન્ટલ મ્યુઝિક અને ઉડાન દરમિયાન અન્ય પ્રી-લોડેડ સામગ્રી મુસાફરોને પૂરી પાડે છે. તેમણે વધુમાં સ્પષ્ટતા કરી કે 1937ના વિમાન નિયમોનો નિયમ 13, DGCA-લાઇસન્સ પ્રાપ્ત એરોડ્રોમ (એરપોર્ટ) પર અને વિમાનમાં ઉડાન દરમિયાન પૂર્વ લેખિત પરવાનગી વગર ફોટોગ્રાફી કે વીડિયોગ્રાફી પર પ્રતિબંધ મૂકે છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

દિલ્હી જલ બોર્ડ કૌભાંડમાં AAP નેતા સત્યેન્દ્ર જૈન સહિત 6 ની ધરપકડ, ACB ની મોટી કાર્યવાહી
દિલ્હી જલ બોર્ડ કૌભાંડમાં AAP નેતા સત્યેન્દ્ર જૈન સહિત 6 ની ધરપકડ, ACB ની મોટી કાર્યવાહી
Weather Update: ગુજરાત સહિત 13 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી, 2 રાજ્યોમાં રેડ એલર્ટ 
Weather Update: ગુજરાત સહિત 13 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી, 2 રાજ્યોમાં રેડ એલર્ટ 
આવતીકાલનું હવામાનઃ બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય થતાં ગુજરાત સહિત 23 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ
આવતીકાલનું હવામાનઃ બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય થતાં ગુજરાત સહિત 23 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ
100 વર્ષમાં પહેલી વાર ટાટા સન્સની AGM રદ: જાણો અચાનક કેમ લેવાયો આ મોટો નિર્ણય?
100 વર્ષમાં પહેલી વાર ટાટા સન્સની AGM રદ: જાણો અચાનક કેમ લેવાયો આ મોટો નિર્ણય?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : મંડળીઓમાં સભાસદોને કેટલો સહકાર ?
Hun To Bolish : હું તો બોલીશ : શ્રાવણીયો જુગાર કેટલો અયોગ્ય ?
Hun To Bolish : હું તો બોલીશ : અધિકારી માટે અદભુત પ્રેમ
Surat food poisoning : સુરતમાં પરિવારના પાંચ સભ્યોને ફુડ પોઈઝનિંગ, પાંચ વર્ષની બાળકીનું મોત
Bardoli Sugar Election: બારડોલી સુગર મિલની ચૂંટણીમાં ઉલટફેર , કિસાન પરિવર્તન પેનલની ભવ્ય જીત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દિલ્હી જલ બોર્ડ કૌભાંડમાં AAP નેતા સત્યેન્દ્ર જૈન સહિત 6 ની ધરપકડ, ACB ની મોટી કાર્યવાહી
દિલ્હી જલ બોર્ડ કૌભાંડમાં AAP નેતા સત્યેન્દ્ર જૈન સહિત 6 ની ધરપકડ, ACB ની મોટી કાર્યવાહી
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ
નંબર પ્લેટ નહીં હોય તો વાહનમાં પેટ્રોલ નહીં પુરાય, રાજકોટ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું
નંબર પ્લેટ નહીં હોય તો વાહનમાં પેટ્રોલ નહીં પુરાય, રાજકોટ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું
100 વર્ષમાં પહેલી વાર ટાટા સન્સની AGM રદ: જાણો અચાનક કેમ લેવાયો આ મોટો નિર્ણય?
100 વર્ષમાં પહેલી વાર ટાટા સન્સની AGM રદ: જાણો અચાનક કેમ લેવાયો આ મોટો નિર્ણય?
Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 
Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 
Jio Prime Return: 20 ઓગસ્ટથી જિયો પ્રાઇમ શરૂ, જાણો આ મેમ્બરશિપમાં શું ફાયદા મળશે?
Jio Prime Return: 20 ઓગસ્ટથી જિયો પ્રાઇમ શરૂ, જાણો આ મેમ્બરશિપમાં શું ફાયદા મળશે?
8th Pay : 8માં પગાર પંચમાં થશે બમ્પર વધારો! 45,000 રુપિયા થઈ શકે છે મિનિમમ પેન્શન? 
8th Pay : 8માં પગાર પંચમાં થશે બમ્પર વધારો! 45,000 રુપિયા થઈ શકે છે મિનિમમ પેન્શન? 
બારડોલી સુગર મિલ ચૂંટણીમાં ચોંકાવનારુ પરિણામ, ભાજપના આ પૂર્વ મંત્રીની હાર
બારડોલી સુગર મિલ ચૂંટણીમાં ચોંકાવનારુ પરિણામ, ભાજપના આ પૂર્વ મંત્રીની હાર
Embed widget