શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
હરિયાણા અને યૂપીમાં નદીના રસ્તે પલાયન, જીવ જોખમમાં મૂકીને યમુના પાર કરી રહ્યા છે અનેક મજૂરો
મજબૂરી, લાચારી, ભૂખ અને ઘર પરત ફરવાનીચાહ શું હોય છે તોનો અંદાજો મજૂરોની સ્થિતિથી લગાવી શકાય છે.
નવી દિલ્હીઃ તમે રોડ મારફતે મજૂરોનું પલાયન જોયું હશે. બાદમાં રેલના પાટા પર ચાલતા જતા મજૂરો જોવા મળ્યા. હવે દેશના મજૂરો પોતાનો જીવ જોખમમાં મૂકીને નદીઓના રસ્તે પાલનય કરવા મજબૂર છે. હરિયાણાના યમુનાનગર અને યૂપીના બાગપતમાં વતન પરત ફરવા માટે અનેક મજૂરો જીવ જોખમમાં મૂકને યમુના નદી પાર કરી રહ્યા છે.
મજબૂરી, લાચારી, ભૂખ અને ઘર પરત ફરવાનીચાહ શું હોય છે તોનો અંદાજો મજૂરોની સ્થિતિથી લગાવી શકાય છે. હરિયાણાના યમુનાનગરમાં અનેક નજારો પોતાનો સામાન માથા પર રાખીને યમુના નદીના રસ્તે પલાયન કરવા મજબૂર છે. આ મજૂરોની સાથે મહિલાઓ અને બાળકો પણ છે. કેટલાક મજૂરો સાઇકલ હાથમાં લઈને યમુના નદી પાર કરી રહ્યા છે. નદી પાર કરતા સમયે મજૂરોનો જીવ પણ જઈ શકે છે પરંતુ તેની ચિંતા કર્યા વગર તેઓ નદી પાર કરી રહ્યા છે.
મોટાભાગના મજૂરો બિહારના છે. હરિયાણાના યમુનાનગરથી બિહારના રસ્તો અંદાજે 1400 કિલોમીટરનો છે. તેમ છતાં આ ભુખ્યા તરસ્યા મજૂરો પાસે બીજો કોઈ રસ્તો પણ નથી. બિહારના આ મજૂરો પોતાની રાજ્ય સરકાર પાસે મદદની માગ કરી રહ્યા છે. તેઓ મુખ્યમંત્રી નીતીશ કુમારને સવાલ પૂછી રહ્યા છે કે તેમને અધવચ્ચે રસ્તામાં મરવા માટે શા માટે છોડી મુકવામાં આવ્યા.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
સુરત
ક્રિકેટ
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion