શોધખોળ કરો
Advertisement
હૈદરાબાદઃ કોરોના વાયરસના દર્દીનું મોત, પરિવારજનોએ હોબાળો મચાવી ડોક્ટરને માર્યો માર
દર્દીની સારવાર ગાંધી હોસ્પિટલમાં ચાલી રહી હતી. મૃતકના પરિવારજનોએ ગુસ્સામાં ડોક્ટર પર હુમલો કર્યો હતો જે કોરોના વાયરસના દર્દીની સારવાર કરી રહ્યો હતો.
હૈદરાબાદઃ હૈદરાબાદમાં કોરોના વાયરસના કારણે એક દર્દીનું મોત થયા બાદ પરિવારજનોએ હોબાળો મચાવ્યો હતો. દર્દીની સારવાર ગાંધી હોસ્પિટલમાં ચાલી રહી હતી. મૃતકના પરિવારજનોએ ગુસ્સામાં ડોક્ટર પર હુમલો કર્યો હતો જે કોરોના વાયરસના દર્દીની સારવાર કરી રહ્યો હતો.
રિપોર્ટ અનુસાર, ડોક્ટર પર હુમલા કરનાર વ્યક્તિ પણ કોરોના વાયરસ પોઝિટીવ હોવાનો ખુલાસો થયો છે. તેની સારવાર પણ આ જ હોસ્પિટલમાં ચાલી રહી છે. આ દર્દીએ પોતાના ભાઇના મોત પર એ રેજિડેન્ટ ડોક્ટર પર હુમલો કર્યો હતો જે અનેક દિવસોની તેની સારવારમાં હતો. મૃતક વ્યક્તિ 56 વર્ષની હતી અને ટેસ્ટમાં તે કોરોના પોઝિટીવ હોવાનો ખુલાસો થયો હતો. ભાઇના મોત બાદ તેણે ડોક્ટર પર હુમલો કરી દીધો અને બારીના કાચ પણ તોડી દીધા હતા.
ડોક્ટર પર હુમલાની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળ પર પહોંચી હતી. રાજ્યના સ્વાસ્થ્યમંત્રી ઇટેલા રાજેન્દ્રરે પણ હુમલાની નિંદા કરી હતી અને દોષિતો વિરુદ્ધ કડક કાર્યવાહીની વાત કરી હતી. તેમણે કહ્યું કે, એક જ પરિવારના બે દર્દીઓ હોસ્પિટલમાં કોરોનાના કારણે દાખલ હતા. જેમાઁથી એકનું મોત થતા પરિવારજનોએ હોબાળો મચાવ્યો હતો. હુમલાખોરો વિરુદ્ધ કડક કાર્યવાહી કરાશે. ડોક્ટર અને મેડિકલ સ્ટાફ લોકોનો જીવ બચાવવા માટે પોતાને જોખમમાં નાખી રહ્યા છે તો આપણુ પણ કર્તવ્ય બને છે કે આપણે તેની સુરક્ષા કરીએ.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
દેશ
મનોરંજન
ગુજરાત
Advertisement