‘નિષ્પક્ષ ચૂંટણી થઇ હોત તો ભાજપને .....’અમેરિકામાં રાહુલ ગાંધીએ આપ્યું મોટું નિવેદન
કોંગ્રેસ નેતા રાહુલ ગાંદી ત્રણ દિવસ માટે અમેરિકાના પ્રવાસે છે. અહીં તેમણે લોકસભાની ચૂંટણીને લઇને અનેક મોટા નિવેદનો આપ્યાં છે. તેમણે કર્યું ચૂંટણી નિષ્પક્ષ નહિ પરંતુ નિયંત્રિત હતી.
ત્રણ દિવસ માટે અમેરિકા ગયેલા રાહુલ ગાંધીએ મોટું નિવેદન આપ્યું છે. વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ લોકસભા ચૂંટણીની નિષ્પક્ષતા પર સીધા સવાલો ઉઠાવ્યા છે. કોંગ્રેસ નેતાએ કહ્યું કે, ચૂંટણી પહેલા અમે આગ્રહ રાખતા હતા કે, સંસ્થાઓ કબજે કરવામાં આવી છે... અમારી પાસે યોગ્ય ક્ષેત્ર નથી. તેની પાસે ભારે નાણાકીય ભંડોળ છે, તેઓએ અમારા બેંક ખાતા બંધ કરી દીધા હતા...ચૂંટણી પંચ એ જે ઈચ્છે તે જ કરી રહ્યું હતું. રાહુલ ગાંધીએ કહ્યું કે આ વસ્તુઓ અચાનક એકસાથે આવવા લાગી...મને નથી લાગતું કે નિષ્પક્ષ ચૂંટણીમાં ભાજપ 246ની નજીક હોય.
રાહુલ ગાંધીએ લોકસભા ચૂંટણી સામે ઉઠાવ્યાં સવાલ
રાહુલે કહ્યું કે હું આને મુક્ત ચૂંટણી નથી માનતો. હું તેને નિયંત્રિત ચૂંટણી તરીકે જોઉં છું. રાહુલ ગાંધીએ કહ્યું કે સમગ્ર પ્રચારની રચના એવી રીતે કરવામાં આવી હતી કે નરેન્દ્ર મોદી સમગ્ર દેશમાં પોતાના વિચારો વ્યક્ત કરી શકે. જે રાજ્યોમાં તેઓ નબળા હતા ત્યાં તેઓ અલગ રીતે ડિઝાઇન કરવામાં આવ્યા હતા. તે રાજ્યોથી અલગ રીતે જ્યાં તેઓ વધુ મજબૂત હતા. રાહુલ ગાંધીએ કહ્યું કે શિક્ષણ વ્યવસ્થા આરએસએસના નિયંત્રણમાં છે.
#WATCH | Washington, D.C, USA: Lok Sabha LoP and Congress MP Rahul Gandhi says, "Before elections, we kept stressing on the idea that institutions have been captured...We don't have a fair playing field...The education system is captured by RSS. Media and investigative agencies… pic.twitter.com/ffF4Bfuy10
— ANI (@ANI) September 10, 2024
મંત્રી જિતેન્દ્ર સિંહને આડે હાથ લીધા
રાહુલે કહ્યું કે, મીડિયા અને તપાસ એજન્સીઓ નિયંત્રણમાં છે. તેમણે કહ્યું, અમે આમ કહેતા રહ્યા પણ લોકો સમજતા નહોતા...મે બંધારણ આગળ ઘપાવવાનું કામ કર્યું છે. જો સંવિધાન ખતમ થઇ જશે તો આખો ખેલ ખત્મ થઇ જશે.
ઓબીસી, દલિતો સાથે છેતરપિંડી થઈ રહી છે
વિપક્ષના નેતાએ કહ્યું કે, પ્રચારના અડધા રસ્તામાં, મોદીને લાગ્યું નહીં કે તેઓ 300-400 બેઠકોની નજીક છે... જ્યારે તેમણે કહ્યું કે હું ભગવાન સાથે સીધી વાત કરું છું, અમને ખબર હતી. અમે જાણતા હતા કે અમે તેમને સંપૂર્ણ રીતે તોડી પાડ્યા છે...અમે તેને મનોવૈજ્ઞાનિક પતન તરીકે જોતા હતા...નરેન્દ્ર મોદીને સત્તા પર લાવનાર ગઠબંધન ચૂટી ગયું છે...સરકાર અને બે-ત્રણ મોટા ઉદ્યોગો વચ્ચે મોટી મિલીભગત છે.
તેમણે કહ્યું કે ઓબીસી અને દલિતો સાથે છેતરપિંડી થઈ રહી છે કે ગરીબ લોકો ઊંડે ઊંડે સમજી રહ્યાં છે કે તેમની સાથે છેતરપિંડી થઇ રહી છે. આ બંધારણની રક્ષા કરનાર અને તેને નષ્ટ કરવાનારની સામે સામે લડાઇ છે. આ બધી જ પરિસ્થિતિના કારણે ભારતમાં હાલ જાતિની વસ્તી ગણતરીનો મુદ્દો પણ મોટો બન્યો છે.