શોધખોળ કરો

Independence Day 2023: ભારતની આઝાદીની વાત ઉત્તરાખંડ વિના છે અધૂરી, જાણો શું હતી અલ્મોડાની ક્રાંતિ?

Independence Day 2023: ભારતમાં સ્વતંત્રતાનો અમૃત મહોત્સવ ઉજવવામાં આવી રહ્યો છે. 15મી ઓગસ્ટ 1947ના રોજ બ્રિટિશ શાસનથી આઝાદી મળી હતી

India Independence Day 2023:  ભારતમાં સ્વતંત્રતાનો અમૃત મહોત્સવ ઉજવવામાં આવી રહ્યો છે. 15મી ઓગસ્ટ 1947ના રોજ બ્રિટિશ શાસનથી આઝાદી મળી હતી. દેશની આઝાદીની ગાથા બલિદાનથી ભરેલી છે. આઝાદીની લડતમાં લાખો ભારતીયોએ બલિદાન આપ્યું હતું. સ્વતંત્ર સેનાનીઓએ છાતી પર ગોળીઓ ખાઈને બ્રિટિશ સરકારને દેશ છોડવા મજબૂર કરી હતી. આજે આપણે ઉત્તરાખંડના અલ્મોડા જિલ્લા વિશે વાત કરીશું. અલ્મોડા સલ્ટ વિધાનસભા વિસ્તારમાં આવેલું નાનું ગામ છે.  ખુમાડના 8 ક્રાંતિકારીઓની શહાદતને દેશ સલામ કરે છે.

સ્વાતંત્ર્ય સેનાનીઓની શહાદતને સલામ

8 ઓગસ્ટ, 1942ના રોજ 'ભારત છોડો' આંદોલન શરૂ થયું હતું. મહાત્મા ગાંધીની આહવાન પર આખો દેશ ઊભો થયો હતો. ઉત્તરાખંડના લોકોએ પણ ભારત છોડો આંદોલનમાં સક્રિયપણે ભાગ લીધો હતો. અલ્મોડામાં આંદોલનનું નેતૃત્વ કરતી વખતે 8 ક્રાંતિકારીઓ શહીદ થયા હતા. 9મી ઓગસ્ટે સવારે મહાત્મા ગાંધી, ગોવિંદ બલ્લભ પંતની ધરપકડની અસર કુમાઉ પર પણ પડી હતી. કુમાઉના લોકોએ આંદોલનને ઉગ્ર બનાવ્યું હતું. બ્રિટિશ સરકારે ઉત્તરાખંડમાં પણ કોંગ્રેસના નેતાઓ પર કડક કાર્યવાહી કરી હતી. તેમની ધરપકડ માટે વિવિધ સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા હતા. સાલમમાં 11 ઓગસ્ટે સાંગડ ગામમાં રામ સિંહ આઝાદના ઘરે પહોંચ્યા હતા. ઘરમાં મોટી સંખ્યામાં કૌમી દળના સ્વયંસેવકો હાજર હતા.

રામસિંહ આઝાદના બહાનું બતાવીને ભાગવામાં સફળ રહ્યા હતા. 19 ઓગસ્ટે 14 કાર્યકરોની ધરપકડ કરવામાં આવી હતી. 25 ઓગસ્ટ, 1942ના રોજ સેંકડો લોકો તિરંગો, ઢોલ અને નગારા સાથે ધામ દેવ ખાતે ભેગા થવા લાગ્યા. સમાચાર મળ્યા કે અંગ્રેજ સૈન્ય સંપૂર્ણ બળ સાથે ગામ તરફ આવી રહ્યું છે. બ્રિટિશ સૈનિકોએ લોકોને ડરાવવા હવામાં ફાયરિંગ કર્યું હતું. જેના કારણે લોકો રોષે ભરાયા હતા અને બ્રિટિશ સેના પર પથ્થરમારો શરૂ કર્યો હતો. એક તરફ શસ્ત્રો સાથે બ્રિટિશ સેના હતી તો બીજી તરફ કુમાઉના નિઃશસ્ત્ર સ્વાતંત્ર્ય સેનાનીઓ હતા. બ્રિટિશ સૈનિકોએ સ્વતંત્રતા સેનાનીઓ પર ગોળીબાર શરૂ કર્યો. ચેકુના ગામમાં રહેતા નરસિંહના પેટમાં ગોળી વાગી હતી.

અલ્મોડાનું નામ સુવર્ણ અક્ષરે લખાયેલું છે

નરસિંહ સ્થળ પર જ શહીદ થયા હતા. અંગ્રેજોની બીજી ગોળી ટીકા સિંહ કન્યાલને વાગી જેમાં તેઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. થોડા સમય બાદ તેઓ પણ શહીદ થયા હતા. સાંજ સુધીમાં સંઘર્ષનો અંત આવ્યો હતો. કૌમી દળના સભ્યોની ધરપકડ કરવામાં આવી હતી. અંગ્રેજ સૈનિકોએ તેમના પર અનેક પ્રકારના અત્યાચારો કર્યા હતા. સલ્ટના રહેવાસીઓની બહાદુરીથી ગુસ્સે થઈને 5 સપ્ટેમ્બર 1942ના રોજ બ્રિટિશ સરકારે બળવો ખતમ કરવા માટે SDM જોનસનને  મોકલ્યા હતા. ત્યારે ખુમાડમાં આંદોલનકારીઓની મોટી જાહેર સભા ચાલી રહી છે.

તત્કાલિન એસડીએમ જોનસને બ્રિટિશ સૈનિકોને ભીડ પર ગોળીબાર કરવાનો આદેશ આપ્યો હતો. ફાયરિંગમાં હેમાનંદ, તેના ભાઈ ગંગારામ, બહાદુર સિંહ મેહરા ચૂડામણી સહિત ચાર લોકો ઘટનાસ્થળે જ શહીદ થયા હતા. ગંગાધર શાસ્ત્રી, મધુસુદન, ગોપાલ સિંહ, બચે સિંહ, નારાયણ સિંહ સહિત એક ડઝન લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. અલ્મોડાના દેઘાટમાં બે ક્રાંતિકારીઓ હરિકૃષ્ણ ઉપતિ અને હિરામણી બડોલા પણ શહીદ થયા હતા. શહાદત પછી મહાત્મા ગાંધીએ પણ કુમાઉનું બારદોલી રાખ્યું હતું.

આજે પણ સ્વતંત્રતા સંગ્રામમાં અલ્મોડા જિલ્લાનું નામ સુવર્ણ અક્ષરે લખાયેલું છે. અલ્મોડાના ક્રાંતિકારીઓએ ભારત આઝાદ ન થાય ત્યાં સુધી બ્રિટિશ શાસનને શાંતિથી બેસવા દીધું ન હતું. દેશની આઝાદી માટે બલિદાન આપનારાઓમાં કેટલાક અનામી શહીદો પણ છે. અલ્મોડાની ક્રાંતિ આજે પણ ગર્વ સાથે યાદ કરવામાં આવે છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Junagadh: જૂનાગઢમાં આભ ફાટ્યું, બે કલાકમાં પાંચ ઇંચથી વધુ વરસાદ, જાણો કલેક્ટરે શું કરી અપીલ?
Junagadh: જૂનાગઢમાં આભ ફાટ્યું, બે કલાકમાં પાંચ ઇંચથી વધુ વરસાદ, જાણો કલેક્ટરે શું કરી અપીલ?
US Airstrike: સીરિયામાં અમેરિકાની આર્મીની એરસ્ટ્રાઇક, માર્યા ગયા 37 આતંકીઓ
US Airstrike: સીરિયામાં અમેરિકાની આર્મીની એરસ્ટ્રાઇક, માર્યા ગયા 37 આતંકીઓ
આગામી સપ્તાહમાં 12 કંપનીઓ થશે લિસ્ટ, ઓપન થશે ત્રણ નવા IPO
આગામી સપ્તાહમાં 12 કંપનીઓ થશે લિસ્ટ, ઓપન થશે ત્રણ નવા IPO
HAL Recruitment 2024: હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડમાં નોકરી મેળવવાની તક, જાણો કેવી રીતે કરી શકશો અરજી?
HAL Recruitment 2024: હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડમાં નોકરી મેળવવાની તક, જાણો કેવી રીતે કરી શકશો અરજી?
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | મોતનો હાઈવેHun To Bolish | હું તો બોલીશ | આદમખોરનો ખૌફJunagadh Heavy Rains | જૂનાગઢમાં આભ ફાટ્યું, જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી.....Ahmedabad News | ચાંદખેડામાં બિસ્માર રોડ- રસ્તાને કારણે વાહન ચાલકો પરેશાન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Junagadh: જૂનાગઢમાં આભ ફાટ્યું, બે કલાકમાં પાંચ ઇંચથી વધુ વરસાદ, જાણો કલેક્ટરે શું કરી અપીલ?
Junagadh: જૂનાગઢમાં આભ ફાટ્યું, બે કલાકમાં પાંચ ઇંચથી વધુ વરસાદ, જાણો કલેક્ટરે શું કરી અપીલ?
US Airstrike: સીરિયામાં અમેરિકાની આર્મીની એરસ્ટ્રાઇક, માર્યા ગયા 37 આતંકીઓ
US Airstrike: સીરિયામાં અમેરિકાની આર્મીની એરસ્ટ્રાઇક, માર્યા ગયા 37 આતંકીઓ
આગામી સપ્તાહમાં 12 કંપનીઓ થશે લિસ્ટ, ઓપન થશે ત્રણ નવા IPO
આગામી સપ્તાહમાં 12 કંપનીઓ થશે લિસ્ટ, ઓપન થશે ત્રણ નવા IPO
HAL Recruitment 2024: હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડમાં નોકરી મેળવવાની તક, જાણો કેવી રીતે કરી શકશો અરજી?
HAL Recruitment 2024: હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડમાં નોકરી મેળવવાની તક, જાણો કેવી રીતે કરી શકશો અરજી?
ગાજવીજ સાથે ભારે વરસાદથી વડોદરામાં જળબંબાકાર, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી
ગાજવીજ સાથે ભારે વરસાદથી વડોદરામાં જળબંબાકાર, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી
Israel Attack: ગાઝા, લેબનાન બાદ હવે ઇઝરાયલે આ દેશ પર કર્યો હુમલો
Israel Attack: ગાઝા, લેબનાન બાદ હવે ઇઝરાયલે આ દેશ પર કર્યો હુમલો
શરીરમાં જમા બેડ કોલેસ્ટ્રોલને ઘટાડી દેશે આ પાંચ ફૂડ્સ, આજે જ ડાયટમાં કરો સામેલ
શરીરમાં જમા બેડ કોલેસ્ટ્રોલને ઘટાડી દેશે આ પાંચ ફૂડ્સ, આજે જ ડાયટમાં કરો સામેલ
One Nation-One Election: ત્રણ સંશોધન બિલ લાવવાની તૈયારીમાં મોદી સરકાર, બંધારણમાં કરવા પડશે 18 ફેરફાર
One Nation-One Election: ત્રણ સંશોધન બિલ લાવવાની તૈયારીમાં મોદી સરકાર, બંધારણમાં કરવા પડશે 18 ફેરફાર
Embed widget