Israel: નેતન્યાહુ વિરુદ્ધ મોટી કાર્યવાહી,ઈન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટે ઈઝરાયેલી PM સામે ધરપકડ વોરંટ કર્યું જારી
Israel: ઈન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટ (ICC)ના ન્યાયાધીશોએ ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુ અને ભૂતપૂર્વ સંરક્ષણ પ્રધાન યોઆવ ગેલેન્ટ તેમજ હમાસના લશ્કરી કમાન્ડર સામે ધરપકડ વોરંટ જારી કર્યું છે.
Israel: ઈન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટ (ICC)ના ન્યાયાધીશોએ ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુ અને ભૂતપૂર્વ સંરક્ષણ પ્રધાન યોઆવ ગેલેન્ટ તેમજ હમાસના લશ્કરી કમાન્ડર સામે ધરપકડ વોરંટ જારી કર્યું છે. એક નિવેદનમાં જણાવાયું છે કે, એક પ્રી-ટ્રાયલ ચેમ્બરે કોર્ટના અધિકારક્ષેત્રમાં ઇઝરાયલી પડકારોને નકારી કાઢ્યા હતા અને બેન્જામિન નેતન્યાહુ અને યોઆવ ગેલેન્ટ માટે વોરંટ જારી કર્યા હતા. મોહમ્મદ ડેઇફ માટે વોરંટ પણ જારી કરવામાં આવ્યું હતું, જોકે ઇઝરાયેલી સૈન્યએ જણાવ્યું હતું કે તે જુલાઈમાં ગાઝામાં હવાઈ હુમલામાં માર્યો ગયો હતો.
#BREAKING International Criminal Court issues arrest warrants for Netanyahu, Gallant pic.twitter.com/XIG0lC2v6X
— AFP News Agency (@AFP) November 21, 2024
તે જાણવા મળ્યું કે, આ વાતના વ્યાજબી કારણો છે કે, આ ત્રણેય લોકો ઇઝરાયેલ અને હમાસ વચ્ચેના યુદ્ધ દરમિયાન કથિત યુદ્ધ અપરાધો અને માનવતા વિરુદ્ધના ગુનાઓ માટે "ગુનાહિત જવાબદારી" લે છે. ઈઝરાયેલ અને હમાસ બંનેએ આરોપોને ફગાવી દીધા છે.
માહિતી અનુસાર, આરોપમાં કહેવામાં આવ્યું છે કે કોર્ટને એ માનવા માટે વાજબી કારણ પણ મળ્યું છે કે નેતન્યાહૂએ જાણીજોઈને નાગરિકોને નિશાન બનાવ્યા અને જરૂરી મદદ રોકી દીધી. જેના કારણે લોકોને ભારે હાલાકી ભોગવવી પડી હતી. કોર્ટે કહ્યું, 'અમે મૂલ્યાંકન કરીએ છીએ કે ગાઝાની નાગરિક વસ્તી સામે ઇરાદાપૂર્વકના હુમલાને નિર્દેશિત કરવાના યુદ્ધ અપરાધ માટે નેતન્યાહૂ અને ગેલન્ટ જવાબદાર છે તે માનવા માટે વાજબી કારણો છે.'
તો બીજી તરફ, હમાસ (Hamas)ના કાર્યકારી ગાઝા ચીફ ખલીલ અલ-હૈયાએ બુધવારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે જ્યાં સુધી પેલેસ્ટિનિયન પ્રદેશોમાં યુદ્ધ સમાપ્ત નહીં થાય ત્યાં સુધી ઇઝરાયેલ સાથે કેદીઓની કોઈ વિનિમય કરાર કરવામાં આવશે નહીં. હયાએ અલ-અક્સા ટેલિવિઝન ચેનલ સાથેની મુલાકાતમાં જણાવ્યું હતું કે, યુદ્ધ સમાપ્ત થયા વિના, કેદીઓની આપ-લે થઈ શકે નહીં.
ગાઝામાં યુદ્ધવિરામની વાટાઘાટોના પ્રયાસો અટકી ગયા છે અને યુ.એસ.એ બુધવારે બિનશરતી કાયમી યુદ્ધવિરામની હાકલ કરતા યુએન સુરક્ષા પરિષદના ઠરાવને વીટો લગાવી દીધો હતો. વોશિંગ્ટનના યુએન રાજદૂતે જણાવ્યું હતું કે યુ.એસ. માત્ર એવા ઠરાવનું સમર્થન કરશે જે યુદ્ધવિરામના ભાગરૂપે ઇઝરાયેલી બંધકોની તાત્કાલિક મુક્તિનો માર્ગ મોકળો કરે.
આ પણ વાંચો...