Surat:હવે તો નકલી ઈન્સ્ટિટ્યૂટ પણ ખોલી નાંખ્યું.. પરીક્ષા માટે વિદ્યાર્થીઓને લઈ જવાતા બેંગ્લોર
સુરતના પુણા પાટિયા વિસ્તારમાં આવેલા લા સીતાડેલ કોમર્શિયલ શોપિંગ કોમ્પલેક્ષની દુકાનની અંદર આખીને આખી મેડિકલ ઇન્સ્ટિટ્યૂટ ચાલી રહી હતી. 10 બાય 20 ની દુકાનની અંદર ક્લાસરૂમ બનાવી દેવાયો હતો અને જીવનદીપ મેડિકલ ઇન્સ્ટિટ્યૂટના નામથી નર્સિંગ સહિતના પાંચ કોર્ષો ચલાવવામાં આવી રહ્યા હતા. જોકે આ આખી ઇન્સ્ટિટ્યૂટ ખોટી રીતે અને બોગસ હોવાનું સામે આવ્યું છે. તેમાં ભણતા વિદ્યાર્થીઓ પાસે પણ જીવનદીપ મેડિકલ ઇન્સ્ટિટ્યૂટના સંચાલક મસમોટી ફી પણ વસૂલતા હતા. આ ઇન્સ્ટિટ્યૂટ દુકાનની અંદર છેલ્લા ચારથી પાંચ વર્ષથી ચાલી રહી છે. અભ્યાસ અહીં કરવાનો અને પરીક્ષા આપવા વિદ્યાર્થીઓને છેક બેંગલોર મોકલવામાં આવતા હતા. જોકે એને NSUI ના પ્રદેશ ઉપપ્રમુખ મિતેશ હડિયાને કેટલાક વિદ્યાર્થીઓ દ્વારા છેલ્લા બે ત્રણ દિવસથી એવી ફરિયાદો હતી કે અહીં બસ મોટી ફી લઈને ખોટી રીતે મેડિકલ ઇન્સ્ટિટ્યૂટ ચલાવાઈ રહી છે અને પરીક્ષા આપવા છેક બેંગ્લોર મોકલાઈ રહ્યા છે.
Surat | લ્યો બોલો.. હવે તો નકલી ઈન્સ્ટિટ્યૂટ પણ ખોલી નાંખ્યું.. પરીક્ષા માટે વિદ્યાર્થીઓને લઈ જવાતા બેંગ્લોર