શોધખોળ કરો

Independence Day 2024: 'પાંચ વર્ષમાં મેડિકલ કોલેજોમાં વધારાશે 75 હજાર બેઠકો', લાલ કિલ્લા પરથી PM મોદીની જાહેરાત

Independence Day 2024: સ્વતંત્રતા દિવસના અવસર પર લાલ કિલ્લા પરથી દેશને સંબોધિત કરતા વડાપ્રધાન મોદીએ મોટી જાહેરાત કરી હતી

Independence Day 2024: સ્વતંત્રતા દિવસના અવસર પર લાલ કિલ્લા પરથી દેશને સંબોધિત કરતા વડાપ્રધાન મોદીએ મોટી જાહેરાત કરી હતી કે આગામી પાંચ વર્ષમાં મેડિકલ કોલેજોમાં 75 હજાર બેઠકો વધારવામાં આવશે. 

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લાલ કિલ્લા પરથી રાષ્ટ્રને સંબોધન કર્યું હતું. વિકસિત ભારત બનાવવાના તેમના સંકલ્પનો ઉલ્લેખ કરતા તેમણે ઘણી મહત્વપૂર્ણ જાહેરાતો કરી હતી. જેમાં મેડિકલનો અભ્યાસ કરવા ઈચ્છતા યુવાનો માટે મોટી જાહેરાત પણ કરવામાં આવી હતી. તેમણે કહ્યું કે આગામી પાંચ વર્ષમાં મેડિકલ કોલેજોમાં 75,000 બેઠકો વધારવામાં આવશે.

વડાપ્રધાને કહ્યું કે આગામી દસ વર્ષમાં એમબીબીએસની સીટો વધારીને એક લાખ કરવામાં આવશે. દર વર્ષે દેશના 25 લાખ યુવાનો મેડિકલનો અભ્યાસ કરવા વિદેશ જાય છે. મેડિકલ સીટોમાં વધારો થયા બાદ તેઓ દેશમાં રહીને અભ્યાસ કરી શકશે અને ડોકટર બનવાનું સપનું પૂર્ણ કરી શકશે.

પીએમ મોદીએ કહ્યું કે આપણા બાળકોને મેડિકલ એજ્યુકેશન માટે ઘણા દેશોમાં જવું પડે છે. એટલા માટે અમે નક્કી કર્યું છે કે પાંચ વર્ષમાં 75 હજાર સીટો વધારવામાં આવશે. અમારી સરકાર એ સુનિશ્ચિત કરવા માટે કામ કરી રહી છે કે ખેડૂતોના બાળકોને પણ સારું શિક્ષણ મળે. કૃષિ ક્ષેત્રે પણ સુધારા જરૂરી છે. ધરતી માતા વિશે ચિંતા કરતા સરકાર પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા માટે કામ કરી રહી છે.

પીએમ મોદીએ કહ્યું કે અમે ઇચ્છીએ છીએ કે ભારતનું સ્ટાન્ડર્ડ વિશ્વનું સ્ટાન્ડર્ડ બને. ડિઝાઇન ઇન ઇન્ડિયા, ડિઝાઇન ફોર વર્લ્ડ, અમે આ દિશામાં કામ કરી રહ્યા છીએ. કોઈ પણ G-20 દેશ જે કરી શક્યું નથી, તે ભારતના લોકોએ કરીને બતાવ્યું છે. પેરિસમાં રિન્યુએબલ એનર્જીનું જે લક્ષ્ય નક્કી કરવામાં આવ્યું હતું તેને સમય કરતા અગાઉ જ હાંસલ કરી લેનારો કોઇ છે તો તે એકમાત્ર આપણું હિંદુસ્તાન છે.

આ પણ વાંચોઃ

Independence Day 2024: પાકિસ્તાનમાં એરસ્ટ્રાઇકને લઇને લાલા કિલ્લા પરથી શું બોલ્યા પીએમ મોદી ?

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Metro Train: ગાંધીનગર-અમદાવાદ બાદ વડોદરા, સુરત, રાજકોટમાં પણ દોડશે મેટ્રૉ, રૂટ અને ખર્ચની ડિટેલ્સ આવી સામે

Gujarat Rain Forecast: રાજ્યના આ 12 જિલ્લામાં ગાજવીજ સાથે પડશે વરસાદ, યલો એલર્ટ જાહેર

માધબી પુરી બુચ પર હિંડનબર્ગનો નવો આરોપ, 'સેબી અધ્યક્ષ બન્યા બાદ ચાર કંપનીઓ પાસેથી લીધા પૈસા'

'અમે દેશમાં આક્રમક રાજનીતિ જોઇ જે લોકતાંત્રિક માળખા પર હુમલો કરે છે', રાહુલ ગાંધીનો ભાજપ પર પ્રહાર

ABP Premium

વિડિઓઝ

Hun to Bolish | હું તો બોલીશ | રાહુલના આરોપમાં કેટલો દમ?Hun to Bolish | હું તો બોલીશ | ખાડાના રૂપિયા કે રૂપિયાના ખાડા?Gandhinagar News | મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મહાનગરપાલિકા વિસ્તારના ધારાસભ્યોને આપી વધુ એક ભેટEXCLUSIVE | MLAના નવા આવાસ જોઈ ચોંકી ઉઠશો!

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Metro Train: ગાંધીનગર-અમદાવાદ બાદ વડોદરા, સુરત, રાજકોટમાં પણ દોડશે મેટ્રૉ, રૂટ અને ખર્ચની ડિટેલ્સ આવી સામે
Metro Train: ગાંધીનગર-અમદાવાદ બાદ વડોદરા, સુરત, રાજકોટમાં પણ દોડશે મેટ્રૉ, રૂટ અને ખર્ચની ડિટેલ્સ આવી સામે
Gujarat Rain Forecast: રાજ્યના આ 12 જિલ્લામાં ગાજવીજ સાથે પડશે વરસાદ, યલો એલર્ટ જાહેર
Gujarat Rain Forecast: રાજ્યના આ 12 જિલ્લામાં ગાજવીજ સાથે પડશે વરસાદ, યલો એલર્ટ જાહેર
માધબી પુરી બુચ પર હિંડનબર્ગનો નવો આરોપ, 'સેબી અધ્યક્ષ બન્યા બાદ ચાર કંપનીઓ પાસેથી લીધા પૈસા'
માધબી પુરી બુચ પર હિંડનબર્ગનો નવો આરોપ, 'સેબી અધ્યક્ષ બન્યા બાદ ચાર કંપનીઓ પાસેથી લીધા પૈસા'
'અમે દેશમાં આક્રમક રાજનીતિ જોઇ જે લોકતાંત્રિક માળખા પર હુમલો કરે છે', રાહુલ ગાંધીનો ભાજપ પર પ્રહાર
'અમે દેશમાં આક્રમક રાજનીતિ જોઇ જે લોકતાંત્રિક માળખા પર હુમલો કરે છે', રાહુલ ગાંધીનો ભાજપ પર પ્રહાર
પાસપોર્ટ બનાવનારાઓને સરકારની ચેતવણી, ઓનલાઇન અરજી કરતા અગાઉ ચેક કરો આ બાબતો

Rahul Gandhi: અમેરિકામાં રાહુલ ગાંધીનો દાવો,  'ચીને લદ્દાખમાં દિલ્હી જેટલી જમીન પર કર્યો છે કબજો'

હરિયાણામાં BJP એ જાહેર કર્યુ 21 ઉમેદવારોનું લિસ્ટ, બે મુસ્લિમ ચહેરાને પણ તક

ચાઇનીઝ લસણનો સૌરાષ્ટ્રમાં ભારે વિરોધ,  વેપારીઓ અને  ખેડૂતોનું પ્રદર્શન,  ત્રણેય યાર્ડમાં  હરાજી બંધનું એલાન

Embed widget