શોધખોળ કરો
Advertisement
પાકિસ્તાને તોડી વધુ એક પરંપરા, સ્વતંત્રતા દિવસ પર ભારત સાથે નથી કરી મીઠાઈની વહેંચણી
જમ્મુ કાશ્મીરમાં ધારા 370 હટાવ્યા બાદ પાકિસ્તાન ગભરાઈ ગયું છે. જેના વિરોધમા પાકિસ્તાને આંતરરાષ્ટ્રીય બૉર્ડર પર ધાર્મિક ઉત્સવો પર ભારત સાથે થતી મીઠાઈની આદાન-પ્રદાન પર રોક લગાવી દીધી છે.
નવી દિલ્હી: પાકિસ્તાન આજે પોતાનો સ્વતંત્રતા દિવસ ઉજવી રહ્યું છે, ત્યારે આ અવસર પર પાકિસ્તાને ભારત સાથે વધુ એક પરંપરા તોડી છે. પાકિસ્તાની અધિકારીઓએ અટારી-વાઘા બૉર્ડર પર દર વખતની જેમ આ વખતે મીઠાઈનું આદાન-પ્રદાન કર્યુ નહોતું. કારણ કે જમ્મુ કાશ્મીરમાં ધારા 370 હટાવ્યા બાદ પાકિસ્તાન ગભરાઈ ગયું છે. જેના વિરોધમા પાકિસ્તાને આંતરરાષ્ટ્રીય બૉર્ડર પર ધાર્મિક ઉત્સવો પર ભારત સાથે થતી મીઠાઈની આદાન-પ્રદાન પર રોક લગાવી દીધી છે.
અટારી-વાઘા બૉર્ડર પર સોમવારે બકરી ઈદના અવસર પર પણ સીમા સુરક્ષા દળને આ વખતે મીઠાઈ આપવામાં આવી નહોતી. બીએસએફ અધિકારીઓ બકરી ઈદ પર બન્ને દેશો વચ્ચે મીઠાઈની આદાન પ્રદાન માટે પાકિસ્તાની રેન્જર અધિકારીઓના આમંત્રણની રાહ જોતા રહ્યાં પરંતુ પાકિસ્તાન તરફથી આ સંબંધિત કોઈ પણ સંદેશ મોકલ્યો નહોતો.
ઉલ્લેખનીય છે કે જમ્મુ કાશ્મીરમાંથી 370 હટાવ્યા બાદ પાકિસ્તાને ભારત સાથે બસ સેવા, ટ્રેન સેવા અને વેપાર પર રોક લગાવી દીધી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દુનિયા
બિઝનેસ
લાઇફસ્ટાઇલ
Advertisement