શોધખોળ કરો
Advertisement
ચીનની સાથે અથડામણ બાદ ભારત એક્શનમાં, સીમા પર શરૂ કર્યુ કૉમ્બૉટ એર પેટ્રૉલિંગ
તાજેતરમાંજ થયેલી બેઠકમા પ્રમુખ રક્ષા અધ્યક્ષ (સીડીએસ) જનરલ બિપીન રાવત અને સેનાના ત્રણેય અંગોના પ્રમુખોની સાથે રક્ષામંત્રી રાજનાથ સિંહની ઉચ્ચ સ્તરીય બેઠક બાદ ત્રણેય દળોએ એલર્ટનુ સ્તર વધારવાનો નિર્ણય લીધો છે
નવી દિલ્હીઃ ભારત અને ચીન વચ્ચે થયેલી હિંસક અથડામણ બાદ ભારત એલર્ટ મૉડમાં આવી ગયુ છે. સીમા તણાવની વચ્ચે વાયુસેના પ્રમુખ એર ચીફ માર્શલ આરકેએસ ભદોરિયા શ્રીનગ અને લેહનો પ્રવાસ કરીને પરત ફર્યા છે. ભારતે અગ્રીમ મોરચે એક્શન લીધી છે, અને વાયુસેનાના ઠેકાણાંઓ પર પણ તૈનાતી મજબૂત કરી દીધી છે. સાથે જ કેટલાય વિસ્તારોમાં સીએપી- એટલે કે કૉમ્બૉટ એક પેટ્રૉલિંગ શરૂ કરવામાં આવ્યુ છે
પૂર્વી લદ્દાખમાં ગલવાન ઘાટીમાં ભારતીય અને ચીની સૈનિકો વચ્ચે હિંસક અથડામણ થઇ હતુ, જેમાં ભારતના 20 સૈનિકો શહીદ થયા હતા, જોકે આ અથડામણમાં ચીનને પણ મોટુ નુકશાન પહોંચ્યુ હતુ. આ હિંસક અથડામણ બાદ બન્ને દેશની સેનાઓ એલર્ટ થઇ ગઇ છે. વળી, બીજીબાજુ ચીન ફરીથી આવી હિંસક અથડામણ થવા દેવા નથી માંગતુ.
ભારતીય નૌસેનાને હિન્દ મહાસાગર વિસ્તારમાં પોતાની સતર્કતા વધારવાનું કહેવામાં આવ્યુ છે, ખાસ કરીને ત્યાં જ્યાં ચીન નૌસેનાની નિયમિત રીતે ગતિવિધિએ થાય છે.
તાજેતરમાંજ થયેલી બેઠકમા પ્રમુખ રક્ષા અધ્યક્ષ (સીડીએસ) જનરલ બિપીન રાવત અને સેનાના ત્રણેય અંગોના પ્રમુખોની સાથે રક્ષામંત્રી રાજનાથ સિંહની ઉચ્ચ સ્તરીય બેઠક બાદ ત્રણેય દળોએ એલર્ટનુ સ્તર વધારવાનો નિર્ણય લીધો છે.
જાણકારી અનુસાર અરુણાચાલ પ્રદેશ, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ અને લદ્દાખમાં વાસ્તવિક નિયંત્રણ રેખા (એલએસી)ની પાસે અગ્રીમ મોરચ પર તૈનાત તમામ ઠેકાણા અને ટુકડીઓ માટે સેનાએ પહેલાથી જ વધારાના જવાનો મોકલી દીધા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
આઈપીએલ
ક્રિકેટ
બિઝનેસ
Advertisement
gujarati.abplive.com
Opinion