LAC: તવાંગમાં જ્યાં થઇ હતી અથડામણ, ત્યાં ચીને વધારી તાકાત, LAC નજીક બનાવ્યા રૉડ-રસ્તાં
યાંગત્સે પઠારી વિસ્તારમાં છેલ્લા એક વર્ષની સરખામણીમાં હવે ચીનની પહોંચ ખુબ આસાન થઇ ગઇ છે.
![LAC: તવાંગમાં જ્યાં થઇ હતી અથડામણ, ત્યાં ચીને વધારી તાકાત, LAC નજીક બનાવ્યા રૉડ-રસ્તાં India-China Border Tension: china constructed sealed road near lac line LAC: તવાંગમાં જ્યાં થઇ હતી અથડામણ, ત્યાં ચીને વધારી તાકાત, LAC નજીક બનાવ્યા રૉડ-રસ્તાં](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/12/13/71a105086e2b0e6a20a454f9b7ef03ea1670929886665432_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
India-China Border Tension: અરુણાચલ પ્રદેશના તવાંગમા ભારત અને ચીની સૈનિકો વચ્ચે હજુ પણ માહોલ ગરમાયેલો છે. ભારતીય જવાનો દ્વારા માર ખાધા બાદ ચીને હવે સીમા નજીકના વિસ્તારોમાં ઝડપથી નિર્માણ કર્યા કરી રહ્યું છે. અરુણાચલ પ્રદેશના તવાંગ સેક્ટરમાં જ્યાં ચીની સૈનિકોની ધુલાઇ થઇ હતી, ચીને હવે ત્યાંથી 150 મીટરની દુરી પર રૉડ-રસ્તાંઓનું નિર્ણાણ કરી લીધુ છે.
યાંગત્સે પઠારી વિસ્તારમાં ભારતે ચીનની ઉપર પોતાની રણનીતિક લીડ બનાવી છે. આ જ કારણે છે કે, આ રણનીતિક રીતે એકદમ ખાસ વિસ્તારોમાં ભારતીય સેનાને માત આપવા માટે છેલ્લા એક વર્ષમાં ચીને નવા સૈન્ય અને ટ્રાન્સપોર્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવી લીધા છે. જેનાથી બહુજ ઝડપથી પોતાના સૈનિકોને હવે આ વિસ્તારમાં જ્યારે ઇચ્છે ત્યારે મોકલી શકે છે.
છેલ્લા એક વર્ષથી નિર્માણ કાર્ય ચાલુ -
યાંગત્સે પઠારી વિસ્તારમાં છેલ્લા એક વર્ષની સરખામણીમાં હવે ચીનની પહોંચ ખુબ આસાન થઇ ગઇ છે. ઓસ્ટ્રેલિયન સ્ટ્રેટેજિક પૉલીસી ઇન્સ્ટીટ્યૂટે આના પર મંગળવારે (20 ડિસેમ્બર) ચિંતા વ્યક્ત કરી છે.
રિપોર્ટ અનુસાર, ચીનના ડોકલામથી અરુણાચલ પ્રદેશ સુધી એટલા મોટા પાયા પર સૈન્ય તૈયારી કરી છે જેનાથી બન્ને દેશોની વચ્ચે કોઇપણ સમયે સંઘર્ષ છેડાઇ શકે છે. આ ઇન્સ્ટીટ્યૂટ અનુસાર ચીનનું આ પગલુ જાણીજોઇને ઉઠાવવામાં આવી રહ્યું છે.
LACથી 150 મીટર દુરી પર રસ્તાંઓનો નિર્માણ
રિપોર્ટ અનુસાર, ચીને એલએસીની 150 મીટર સુધીના દાયરામાં એક રસ્તાનુ નિર્માણ કર્યુ છે, ઓસ્ટ્રેલિયા વિશેષણોનું કહેવુ છે કે, રણનીતિક રીતે આ વિસ્તાર એકદમ ખાસ છે, એટલા માટે ચીન ત્યાં આટલો ફોકસ કરી રહ્યુ છે. આ વિસ્તારમાં છેલ્લા એક વર્ષથી ચીને ખુબ મોટા પાયે નિર્માણ કાર્ય કર્યુ છે.
Viral Video: ચીની સૈનિકોને લાકડીઓથી ફટકારતી ભારતીય સેનાને જુનો વીડિયો વાયરલ, લોકો બોલ્યા- આ છે નવુ ભારત, પંગો ના લેતા
India China Clash Viral Video: ભારત અને ચીનની વચ્ચે એલએસી પર સ્થિતિ વિકટ બની ગઇ છે, 9 ડિસેમ્બરે અરુણાચલ પ્રદેશના તવાંગ સેક્ટરમાં બન્ને દેશોની સેનાઓ આમને સામને આવી ગઇ, જેમાં બન્ને દેશોના કેટલાક જવાનો ઘાયલ થયા હતા, આ હિંસક અથડામણ માટે ભારત સરકાર ચીનને દોષી ઠેરવી રહી છે. વળી, હવે આ ઘટનાની વચ્ચે સોશ્યલ મીડિયા પર એક જુનો વીડિયો ખુબ વાયરલ થઇ રહ્યો છે, જેમાં ભારતીય સૈનિકો લાકડીઓથી ચીની સૈનિકોને ઠોકતા દેખાઇ રહ્યાં છે. આ વીડિયોમાં બન્ને દેશોના સૈનિક વચ્ચેની હિંસક અથડામણ દેખાઇ રહી છે.
મીડિયા રિપોર્ટસ અનુસાર, વાયરલ થઇ રહેલા આ વીડિયોમાં અરુણાચલ પ્રદેશમાં વાસ્તવિક નિયંત્રણ રેખા (LAC) પર ભારતીય અને ચીની સૈનિકોની જબરદસ્ત લડાઇ દેખાઇ રહી છે. જોકે, ભારતીય સેનાએ આ વાતને દ્રઢતાથી ઇનકાર કરી દીધી છે કે આ વીડિયો 9 ડિસેમ્બરની ઘટનાથી સંબંધિત નથી.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)