India Corona Cases Today: દેશમાં જુલાઈ મહિનામાં સતત ત્રીજા દિવસે નોંધાયા 16 હજારથી વધુ કેસ, જાણો આજની સ્થિતિ
India Covid-19 Update: દેશમાં એક્ટિવ કેસ 1,11,711 પર પહોચ્યા છે. જ્યારે કુલ મૃત્યુઆંક 5,25,199 થયો છે. અત્યાર સુધીમાં 4,28,65,516 લોકો કોરોના સામે જંગ જીત્યા છે. દે
India Corona Cases Today: દેશમાં કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે. જુલાઈ મહિનામાં સતતત ત્રીજા દિવસે 16 હજારતી વધુ કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં 16,103 નવા કેસ નોંધાયા અને 31 સંક્રમિતોના મોત થયા હતા. જ્યારે 13,929 સંક્રમિતો સાજા થયા હતા. એક્ટિવ કેસ 1.11 લાખને પાર થયા છે. દૈનિક પોઝિટિવિટી રેટ 4.27 ટકા છે. શનિવારે 17092નવા કેસ નોંધાયા અને 19 સંક્રમિતોના મોત થયા હતા.
કેટલા છે એક્ટિવ કેસ
દેશમાં એક્ટિવ કેસ 1,11,711 પર પહોચ્યા છે. જ્યારે કુલ મૃત્યુઆંક 5,25,199 થયો છે. અત્યાર સુધીમાં 4,28,65,516 લોકો કોરોના સામે જંગ જીત્યા છે. દેશમાં રસીકરણનો આંક 197,95,72,963 થયો છે, જેમાંથી ગઈકાલે 10,10,652 ડોઝ આપવામાં આવ્યા હતા.
#COVID19 | India reports 16,103 fresh cases, 13,929 recoveries and 31 deaths, in the last 24 hours.
Active cases 1,11,711
Daily positivity rate 4.27% pic.twitter.com/bSAssBCfIX — ANI (@ANI) July 3, 2022
ગુજરાતમાં ભારે વરસાદની આગાહી
ગુજરાતમાં આખરે ચોમાસું જામવાનું શરૃ થઇ ગયું છે. રાજ્યમાં છેલ્લા 24 કલાક દરમિયાન 30 જિલ્લાઓમાં વરસાદ નોંધાયો છે. 30 જિલ્લાના 149 તાલુકામાં વરસાદ પડ્યો છે. રાજ્યમાં અત્યાર સુધી 4.02 ઈંચ સાથે મોસમનો સરેરાશ 12 ટકા વરસાદ નોંધાયો છે.
ક્યાં પડ્યો સૌથી વધુ વરસાદ
રાજ્યમાં સૌથી વધુ વરસાદ નવસારીના વાંસદા તાલુકામાં સાડા પાંચ ઈંચ નોંધાયો છે. જુનાગઢમાં પણ મેઘરાજાએ તોફાની બેટિંગ કરતાં ૩ ઈંચથી વધુ મેઘમહેર થઇ હતી. અન્યત્ર જ્યાં આજે બે ઈંચથી વધુ વરસાદ નોંધાયો તેમાં જુનાગઢના માળિયા-માંગરોળ, જામનગરના જામજોધપુર, નવસારીના ગણદેવી-નવસારી-જલાલપોર-ચીખલી, વલસાડના વાપી-ઉમરગામ-કપરાડા-ધરમપુર-પારડી, ગીર સોમનાથના તલાલા, સુરતના ચોર્યાસી-પલસાણા, કચ્છના લખપત, સાબરકાંઠાના વડાલી, ખેડાના વસોનો સમાવેશ થાય છે.
હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી પાંચ દિવસ દરમિયાન ખાસ કરીને દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રના મોટાભાગના જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. આવતીકાલે જ્યાં ભારે વરસાદની આગાહી છે તેમાં સુરત, નવસારી, બનાસકાંઠા, સાબરકાંઠા, ડાંગ, તાપી, પોરબંદર, જુનાગઢ, અમરેલી, દ્વારકા, ગીર સોમનાથ, કચ્છ, દીવનો સમાવેશ થાય છે.
કયા જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી?
3 જુલાઇ : સુરત, નવસારી, બનાસકાંઠા, સાબરકાંઠા, ડાંગ, તાપી, પોરબંદર, જુનાગઢ, અમરેલી, દ્વારકા, ગીર સોમનાથ, કચ્છ, દીવ.
4 જુલાઇ : નવસારી, વલસાડ, પોરબંદર, જુનાગઢ, દ્વારકા.
બોરસદના કેટલાક ગામોમાં પૂરની સ્થિતિ
5 જુલાઇ : ભરૃચ, સુરત, નવસારી, વલસાડ, પોરબંદર, જુનાગઢ, દ્વારકા, ગીર સોમનાથ, દીવ.