India Corona Cases Today: ભારતમાં કોરોનાની શું છે સ્થિતિ ? દૈનિક પોઝિટિવિટી રેટમાં થયો વધારો
India Covid-19 Update: કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ, દેશમાં એક્ટિવ કેસની સંખ્યા વધીને 17,883 થઈ છે. જ્યારે કુલ મૃત્યુઆંક 5,24,630 પર પહોંચ્યો છે.
Coronavirus Cases Today in India: ભારતમાં કોરોના કેસ ઘટ્યા છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં 2338 નવા કેસ નોંધાયા અને 19 સંક્રમિતોના મોત થયા છે. સોમવારે 2706 નવા કેસ નોંધાયા હતા અને 25 સંક્રમિતોના મોત થયા હતા. રવિવારે 2828 નવા કેસ નોંધાયા હતા અને 14 સંક્રમિતોના મોત થયા હતા. શનિવારે 2685 નવા કેસ નોંધાયા હતા અને 33 સંક્રમિતોના મોત થયા હતા. દૈનિક પોઝિટિવિટી રેટ 0.64 ટકા છે.
એક્ટિવ કેસ કેટલા છે ?
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ, દેશમાં એક્ટિવ કેસની સંખ્યા વધીને 17,883 થઈ છે. જ્યારે કુલ મૃત્યુઆંક 5,24,630 પર પહોંચ્યો છે. દેશમાં 4,26,15,574 લોકો કોરોના સામે જંગ જીત્યા છે. દેશમાં અત્યાર સુધીમાં 193,45,19,805 રસીના ડોઝ આપવામાં આવ્યા છે. જેમાંથી ગઈકાલે 13,33,064 ડોઝ આપવામાં આવ્યા હતા. દેશમાં 16 જાન્યુઆરી, 2021થી રસીકરણ શરૂ થયું હતું.
મહારાષ્ટ્રમાં કોરોનાના નવા વોરિયન્ટ મળતાં ચિંતા
મહારાષ્ટ્રમાં કોરોનાએ ફરી માથું ઉંચક્યું છે. કોરોનાના નવા વોરિયન્ટ બીએ-4 અને બીએ-5 એમ કુલ સાત નવા દરદી નોંધાતા રાજ્યમાં ખળભળાટ મચી ગયો છે અને રાજ્ય સરકાર ચિંતામાં પડી ગઈ છે. પુણેમાં આ દરદી મળી આવ્યા હતા. આથી રાજ્યની આરોગ્ય યંત્રમા ફરીથી એલર્ટ બની ગઈ છે. રાજ્ય સરકારે માસ્ક પહેરવા તેમ જ સુરક્ષિત અંતર રાખવાની અપીલ કરે છે.
મહારાષ્ટ્રમાં કોરોનાના નવા વોરિયન્ટના દરદીનું નિદાન થયું છે. પુણેમાં ઓમિક્રોનના બે નવા સબ વોરિયન્ટ એટલે કે વોરિયન્ટ એટલે કે બીએ-4ના 4 અને બીએ-5ના 3 દરદી મળી આવ્યા છે. ચિંતાનક બાબત એટલે કે વોરિયન્ટમાં વધુ સંસર્ગજન્ય હોવાનું નિષ્ણાતોએ જણાવ્યું હતું. આથી નાગરિકોએ હવે વધુ કાળજી લેવાની જરૂર છે.
આ સાત દરદી પૈકી બે દરદી આફ્રિકા અને બેલ્જિયમના પ્રવાસીઓની માહિતી છે. આ સાત દરદીઓ બધા પુણે શહેરમાં છે અને 4 મે તેમ જ 18 મે ૨૦૨૨નો સમયગાળાના છે. આમાં ચાર પુરુષ અને ત્રણ મહિલાનો સમાવેશ થાય છે.ઓમિક્રોનના કોરોનાના બી.એ.-4 વેરિયન્ટના ચાર અને બી.એ.-5ના દરદી છે. આમ સાત દરદી પૈકી ચાર પુરુષ અને ત્રણ મહિલાનો સમાવેશ થાય છે. આ દરદીઓ ચાર દરદી 50 વર્ષના છે. જ્યારે બે દરદી 20 થી 40 વર્ષના છે અને એક દરદી નવ વર્ષનો બાળક છે.
#COVID19 | India reports 2,338 fresh cases, 2,134 recoveries, and 19 deaths, in the last 24 hours.
— ANI (@ANI) May 31, 2022
Total active cases are 17,883. Daily positivity rate 0.64% pic.twitter.com/xsGvVK0s90