શોધખોળ કરો

India Corona Cases Today: ભારતમાં કોરોનાની શું છે સ્થિતિ ? જાણો છેલ્લા 24 કલાકમાં માત્ર કેટલા નોંધાયા કેસ

India Covid-19 Update: અત્યાર સુધીમાં કુલ 214 કરોડ 95 લાખ 36 હજાર 744 રસીના ડોઝ આપવામાં આવ્યાછે. જેમાંથી ગઈકાલે 17 લાખ 81 હજાર 723 ડોઝ અપાયા હતા.

India Coronavirus Case: દેશમાં કોરોનાના નવા કેસોની સંખ્યામાં ઘટાડો  થયો છે. સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા આંકડા મુજબ દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 5 હજાર 76  નવા કેસ નોંધાયા છે અને 11 સંક્રમિતોના મોત થયા છે.  

સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા નવા આંકડા બાદ હવે દેશમાં એક્ટિવ કેસની સંખ્યા ઘટીને 47 હજાર 945 થઈ છે. કુલ 4 કરોડ 39 લાખ 19 હજાર 264 લોકો કોરોના મુક્ત થયા છે. મૃત્યુના કુલ આંકડા પર નજર કરીએ તો આ આંકડો 5 લાખ 28 હજાર 150 પર પહોંચ્યો છે. અત્યાર સુધીમાં કુલ 214 કરોડ 95 લાખ 36 હજાર 744 રસીના ડોઝ આપવામાં આવ્યાછે. જેમાંથી ગઈકાલે 17 લાખ 81 હજાર 723 ડોઝ અપાયા હતા.

સપ્ટેમ્બરમાં નોંધાયેલા કેસ

  • 10 સપ્ટેમ્બરે 5554 કોરોના કેસ નોંધાયા હતા.
  • 9 સપ્ટેમ્બરે 6093 નવા કેસ નોંધાયા હતા.
  • 8 સપ્ટેમ્બરે 6395 નવા કેસ નોંધાયા હતા.
  • 7 સપ્ટેમ્બરે 5379 નવા કેસ નોંધાયા હતા.
  • 6 સપ્ટેમ્બરે 4417 નવા કેસ નોંધાયા હતા.
  • 5 સપ્ટેમ્બરે 5910 નવા કેસ નોંધાયા હતા.
  • 4 સપ્ટેમ્બર 6809 નવા કેસ નોંધાયા હતા.
  • 3 સપ્ટેમ્બરે 7219 નવા કેસ નોંધાયા હતા.
  •  2 સપ્ટેમ્બરે 6168 નવા કોરોના કેસ નોંધાયા.
  • 1 સપ્ટેમ્બરે 7946 નવા કેસ નોંધાયા

ભારતમાં ટૂંક સમયમાં આવશે કોરોનાની નેકસ્ટ જનરેશન વેક્સિન, જાણો શું છે ખાસિયતો

વિશ્વમાંથી કોવિડ-19 રોગચાળો ક્યારેય ખતમ થવાનો નથી, ભારતમાં પણ તેનાથી સંક્રમિત દર્દીઓ સતત મળી રહ્યા છે. આને ધ્યાનમાં રાખીને વૈજ્ઞાનિકો કોરોના વાયરસ સામે રક્ષણ માટે નેક્સ્ટ જનરેશન વેક્સિન પર સતત કામ કરી રહ્યા છે. આ અંગે સંશોધન ચાલી રહ્યું છે. ટોચના આરોગ્ય નિષ્ણાતે કહ્યું કે દેશમાં કોરોનાને રોકવા માટે રસી બનાવવા માટે ઘણા પ્રયત્નો થઈ રહ્યા છે.

કોવિડ-19 વર્કિંગ ગ્રૂપ NTAGI ના ચેરપર્સન ડૉ. એન.કે. અરોરાના જણાવ્યા અનુસાર, "નેક્સ્ટ જનરેશનની રસીનો સંપૂર્ણ ખ્યાલ એ છે કે આપણે રસીના વારંવાર ડોઝ લેવાની જરૂર નથી. જો આપણે રસી લઈશું, તો તે માત્ર રક્ષણ જ નહીં કરે. વર્તમાન વાયરસના સ્ટ્રેનથી તો બચાવશે પરંતુ તે ભવિષ્યના વાયરસના નવા સ્ટ્રેન સામે રક્ષણ આપવા માટે પણ વધુ સારું રહેશે અને લાંબા સમય સુધી રક્ષણ રહેશે.

ડૉ. અરોરાએ કહ્યું કે, નેકસ્ટ જનરેશન રસી એવી હોવી જોઈએ કે તેમાં લોકોને ભવિષ્યના વાયરસથી બચાવવાની ક્ષમતા હોવી જોઈએ. કેટલાક લોકો સ્ટ્રેન સ્પેસિફિક રસી બનાવી રહ્યા છે, જ્યારે કેટલાક બાયવેલેન્ટ અથવા બે પ્રકારના વાયરસને એકસાથે મિશ્રિત કરીને અથવા ચાર પ્રકારના વાયરસને એકસાથે મિશ્રિત કરીને રસી તૈયાર કરવાનો પ્રયાસ કરી રહ્યા છે, જેથી લાંબા ગાળાના ફાયદા થાય. તેને બનાવવામાં થોડો સમય લાગી શકે છે."

ડૉ. અરોરાએ ભવિષ્યમાં અપેક્ષિત કોવિડ19 રસીના પ્રકારો સમજાવ્યા. તેમણે કહ્યું, "ભારતીય કંપનીઓ અને એકેડેમીયાએ આ પડકાર સ્વીકાર્યો છે અને આગામી થોડા મહિનામાં તેના વિશે વધુ માહિતી મળશે. મેં કહ્યું તેમ, ભારત હંમેશા રિહર્સલ કરવાનો અને પછી પોતાને તૈયાર કરવાનો પ્રયાસ કરે છે. અમે આગામી પેઢીની રસીઓ માટે અત્યંત સાવધાની સાથે કામ કરી રહ્યા છીએ. અન્ય વૈશ્વિક પ્રયાસોને અનુરૂપ, ભારતીય કંપનીઓ અને શૈક્ષણિક સંસ્થાઓએ આ પડકારને સ્વીકાર્યો છે. આગામી થોડા મહિનામાં, અમને ચોક્કસપણે પરિણામ મળશે."

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

આવતીકાલનું હવામાનઃ 16 રાજ્યોમાં વીજળીના કડાકા સાથે ભારે વરસાદ ખાબકશે, 85 કિમીની ઝડપે ફૂંકાશે પવન
આવતીકાલનું હવામાનઃ 16 રાજ્યોમાં વીજળીના કડાકા સાથે ભારે વરસાદ ખાબકશે, 85 કિમીની ઝડપે ફૂંકાશે પવન
National Flag Disposal Rules: 15 ઓગસ્ટના રોજ રસ્તા પર તિરંગો પડેલો મળે તો અહીં ફરિયાદ કરો.
National Flag Disposal Rules: 15 ઓગસ્ટના રોજ રસ્તા પર તિરંગો પડેલો મળે તો અહીં ફરિયાદ કરો.
ગંદકી, ફર્શ પર વિખરાયેલો સામાન અને અવ્યવસ્થા, બેંગલુરુમાં Zeptoનું વેરહાઉસ સીલ
ગંદકી, ફર્શ પર વિખરાયેલો સામાન અને અવ્યવસ્થા, બેંગલુરુમાં Zeptoનું વેરહાઉસ સીલ
IMD Rain Alert: ગુજરાત સહિત 19 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદની આગાહી, હવામાન અપડેટ 
IMD Rain Alert: ગુજરાત સહિત 19 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદની આગાહી, હવામાન અપડેટ 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખાડીપૂરનું પોસ્ટમોર્ટમ
Hun To Bolish : હું તો બોલીશ : CMનો સ્પષ્ટ સંદેશ
Hun To Bolish : હું તો બોલીશ : સ્કૂલ કેન્ટિનના ભોજનમાં કાચ?
Ambalal Patel Prediction: આગામી 48 કલાક આ વિસ્તારમાં અતિભારે વરસાદ ખાબકશે: અંબાલાલની મોટી આગાહી
Gujarat Rain Forecast: 2 દિવસ વરસશે ભારેથી અતિભારે વરસાદ: હવામાન વિભાગની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતના 4 જિલ્લામાં રેડ એલર્ટ, સાંજે તૂટી પડશે વરસાદઃ કામ વગર બહાર ન નીકળવા તંત્રની અપીલ
ગુજરાતના 4 જિલ્લામાં રેડ એલર્ટ, સાંજે તૂટી પડશે વરસાદઃ કામ વગર બહાર ન નીકળવા તંત્રની અપીલ
શહેરો કરતાં ગામડાઓમાં મોંઘવારી વધી, છૂટક ફુગાવો વધીને 4.45%, જાણો શું-શું થયું મોંઘું?
શહેરો કરતાં ગામડાઓમાં મોંઘવારી વધી, છૂટક ફુગાવો વધીને 4.45%, જાણો શું-શું થયું મોંઘું?
પાટણમાં દોઢ કલાકના ધોધમાર વરસાદથી જળબંબાકાર: હાઈવે અને ગરનાળામાં ભરાયા પાણી
પાટણમાં દોઢ કલાકના ધોધમાર વરસાદથી જળબંબાકાર: હાઈવે અને ગરનાળામાં ભરાયા પાણી
Gujarat Rain: ગુજરાતમાં એક સાથે 5 સિસ્ટમ સક્રીય, આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે
Gujarat Rain: ગુજરાતમાં એક સાથે 5 સિસ્ટમ સક્રીય, આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે
ભારત સામેની પહેલી ટેસ્ટ માટે શ્રીલંકાની ટીમ જાહેર, નિસાન્કા બહાર; જાણો કોણ બન્યું કેપ્ટન
ભારત સામેની પહેલી ટેસ્ટ માટે શ્રીલંકાની ટીમ જાહેર, નિસાન્કા બહાર; જાણો કોણ બન્યું કેપ્ટન
Anand Niketan School: નાસ્તામાંથી કાચના ટુકડો મળ્યાના મામલે, DEOએ કોન્ટ્રાક્ટર સામે ફરિયાદના આપ્યાં આદેશ
Anand Niketan School: નાસ્તામાંથી કાચના ટુકડો મળ્યાના મામલે, DEOએ કોન્ટ્રાક્ટર સામે ફરિયાદના આપ્યાં આદેશ
યુટ્યુબર્સને મોટો ફટકો! હવે કમાણી કરવા માટે વોચ ટાઇમ અને શોર્ટ્સ વ્યૂઝ બમણા કરવા પડશે
યુટ્યુબર્સને મોટો ફટકો! હવે કમાણી કરવા માટે વોચ ટાઇમ અને શોર્ટ્સ વ્યૂઝ બમણા કરવા પડશે
બેંક ઓફ બરોડા અને કેનેરા બેંકનો મોટો ઝટકો: લોન પર વ્યાજ દરો વધાર્યા, EMI મોંઘી થશે
બેંક ઓફ બરોડા અને કેનેરા બેંકનો મોટો ઝટકો: લોન પર વ્યાજ દરો વધાર્યા, EMI મોંઘી થશે
Embed widget