શોધખોળ કરો

India Corona Cases Today: ભારતમાં કોરોનાના વળતા પાણી, જાણો 24 કલાકમાં કેટલા નોંધાયા કેસ

Covid-19: સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા નવા આંકડા બાદ હવે દેશમાં એક્ટિવ કેસની સંખ્યા ઘટીને 48 હજાર 850 થઈ છે. કુલ 4 કરોડ 39 લાખ 13 હજાર 294 લોકો કોરોના મુક્ત થયા છે.

India Coronavirus Case: દેશમાં કોરોનાના નવા કેસોની સંખ્યામાં ઘટાડો  થયો છે. સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા આંકડા મુજબ દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 5 હજાર 554 નવા કેસ નોંધાયા છે. જ્યારે 6322 સંક્રમિતો સાજા થયા છે. દૈનિક પોઝિટિવિટી રેટ 1.47 ટકા છે.

સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા નવા આંકડા બાદ હવે દેશમાં એક્ટિવ કેસની સંખ્યા ઘટીને 48 હજાર 850 થઈ છે. કુલ 4 કરોડ 39 લાખ 13 હજાર 294 લોકો કોરોના મુક્ત થયા છે. મૃત્યુના કુલ આંકડા પર નજર કરીએ તો આ આંકડો 5 લાખ 28 હજાર 139 પર પહોંચ્યો છે. અત્યાર સુધીમાં કુલ 214 કરોડ 77 લાખ 55 હજાર 021 રસીના ડોઝ આપવામાં આવ્યાછે. જેમાંથી ગઈકાલે 21 લાખ 63 હજાર 811 ડોઝ અપાયા હતા.

India Corona Cases Today: ભારતમાં કોરોનાના વળતા પાણી, જાણો 24 કલાકમાં કેટલા નોંધાયા કેસ

સપ્ટેમ્બરમાં નોંધાયેલા કેસ

  • 9 સપ્ટેમ્બરે 6093 નવા કેસ નોંધાયા હતા.
  • 8 સપ્ટેમ્બરે 6395 નવા કેસ નોંધાયા હતા.
  • 7 સપ્ટેમ્બરે 5379 નવા કેસ નોંધાયા હતા.
  • 6 સપ્ટેમ્બરે 4417 નવા કેસ નોંધાયા હતા.
  • 5 સપ્ટેમ્બરે 5910 નવા કેસ નોંધાયા હતા.
  • 4 સપ્ટેમ્બર 6809 નવા કેસ નોંધાયા હતા.
  • 3 સપ્ટેમ્બરે 7219 નવા કેસ નોંધાયા હતા.
  •  2 સપ્ટેમ્બરે 6168 નવા કોરોના કેસ નોંધાયા.
  • 1 સપ્ટેમ્બરે 7946 નવા કેસ નોંધાયા

ભારતમાં ટૂંક સમયમાં આવશે કોરોનાની નેકસ્ટ જનરેશન વેક્સિન, જાણો શું છે ખાસિયતો

વિશ્વમાંથી કોવિડ-19 રોગચાળો ક્યારેય ખતમ થવાનો નથી, ભારતમાં પણ તેનાથી સંક્રમિત દર્દીઓ સતત મળી રહ્યા છે. આને ધ્યાનમાં રાખીને વૈજ્ઞાનિકો કોરોના વાયરસ સામે રક્ષણ માટે નેક્સ્ટ જનરેશન વેક્સિન પર સતત કામ કરી રહ્યા છે. આ અંગે સંશોધન ચાલી રહ્યું છે. ટોચના આરોગ્ય નિષ્ણાતે કહ્યું કે દેશમાં કોરોનાને રોકવા માટે રસી બનાવવા માટે ઘણા પ્રયત્નો થઈ રહ્યા છે.

કોવિડ-19 વર્કિંગ ગ્રૂપ NTAGI ના ચેરપર્સન ડૉ. એન.કે. અરોરાના જણાવ્યા અનુસાર, "નેક્સ્ટ જનરેશનની રસીનો સંપૂર્ણ ખ્યાલ એ છે કે આપણે રસીના વારંવાર ડોઝ લેવાની જરૂર નથી. જો આપણે રસી લઈશું, તો તે માત્ર રક્ષણ જ નહીં કરે. વર્તમાન વાયરસના સ્ટ્રેનથી તો બચાવશે પરંતુ તે ભવિષ્યના વાયરસના નવા સ્ટ્રેન સામે રક્ષણ આપવા માટે પણ વધુ સારું રહેશે અને લાંબા સમય સુધી રક્ષણ રહેશે.

ડૉ. અરોરાએ કહ્યું કે, નેકસ્ટ જનરેશન રસી એવી હોવી જોઈએ કે તેમાં લોકોને ભવિષ્યના વાયરસથી બચાવવાની ક્ષમતા હોવી જોઈએ. કેટલાક લોકો સ્ટ્રેન સ્પેસિફિક રસી બનાવી રહ્યા છે, જ્યારે કેટલાક બાયવેલેન્ટ અથવા બે પ્રકારના વાયરસને એકસાથે મિશ્રિત કરીને અથવા ચાર પ્રકારના વાયરસને એકસાથે મિશ્રિત કરીને રસી તૈયાર કરવાનો પ્રયાસ કરી રહ્યા છે, જેથી લાંબા ગાળાના ફાયદા થાય. તેને બનાવવામાં થોડો સમય લાગી શકે છે."

ડૉ. અરોરાએ ભવિષ્યમાં અપેક્ષિત કોવિડ19 રસીના પ્રકારો સમજાવ્યા. તેમણે કહ્યું, "ભારતીય કંપનીઓ અને એકેડેમીયાએ આ પડકાર સ્વીકાર્યો છે અને આગામી થોડા મહિનામાં તેના વિશે વધુ માહિતી મળશે. મેં કહ્યું તેમ, ભારત હંમેશા રિહર્સલ કરવાનો અને પછી પોતાને તૈયાર કરવાનો પ્રયાસ કરે છે. અમે આગામી પેઢીની રસીઓ માટે અત્યંત સાવધાની સાથે કામ કરી રહ્યા છીએ. અન્ય વૈશ્વિક પ્રયાસોને અનુરૂપ, ભારતીય કંપનીઓ અને શૈક્ષણિક સંસ્થાઓએ આ પડકારને સ્વીકાર્યો છે. આગામી થોડા મહિનામાં, અમને ચોક્કસપણે પરિણામ મળશે."

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

યુદ્ધની તૈયારી? ટ્રમ્પે વેનેઝુએલા પર કર્યો હુમલો તો હવે રશિયાએ દરિયામાં ઉતારી નૌસેના!
યુદ્ધની તૈયારી? ટ્રમ્પે વેનેઝુએલા પર કર્યો હુમલો તો હવે રશિયાએ દરિયામાં ઉતારી નૌસેના!
Gujarat Cold: ગુજરાતમાં હાડ થીજવતી ઠંડીને લઈ હવામાન વિભાગે કરી મોટી આગાહી
Gujarat Cold: ગુજરાતમાં હાડ થીજવતી ઠંડીને લઈ હવામાન વિભાગે કરી મોટી આગાહી
ડેબિટ-ક્રેડિટ કાર્ડથી તમે પણ Tap-To-Pay નો ઉપયોગ કરો છો,  ખાતામાંથી ઉપડી જશે પૈસા! જાણો કેમ બચવું
ડેબિટ-ક્રેડિટ કાર્ડથી તમે પણ Tap-To-Pay નો ઉપયોગ કરો છો,  ખાતામાંથી ઉપડી જશે પૈસા! જાણો કેમ બચવું
કર્મચારીઓ-પેન્શનરો માટે સારા સમાચાર : જાન્યુઆરી 2026 માં 60 ટકા થશે મોંઘવારી ભથ્થું! ટૂંક સમયમાં થશે જાહેરાત
કર્મચારીઓ-પેન્શનરો માટે સારા સમાચાર : જાન્યુઆરી 2026 માં 60 ટકા થશે મોંઘવારી ભથ્થું! ટૂંક સમયમાં થશે જાહેરાત

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખાતરથી ખોરાક સુધી નકલીની ભરમાર !
Hun To Bolish : હું તો બોલીશ : સરદારના આશ્રમથી શુભ શરૂઆત
Hun To Bolish : હું તો બોલીશ : બીમારીથી પ્રજા ત્રસ્ત, નેતાઓ મેચમાં મસ્ત!
Mahesh Vasava Allegation On BJP : ભાજપ ભાગલા પાડી રાજ કરવાની વાત કરે છે, મહેશ વસાવાના પ્રહાર
Harsh Sanghavi : હર્ષ સંઘવીએ તાત્કાલિક ફોન કરી કહી દીધું, કાલ સવારથી 2 બસ ચાલું થઈ જવી જોઈએ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
યુદ્ધની તૈયારી? ટ્રમ્પે વેનેઝુએલા પર કર્યો હુમલો તો હવે રશિયાએ દરિયામાં ઉતારી નૌસેના!
યુદ્ધની તૈયારી? ટ્રમ્પે વેનેઝુએલા પર કર્યો હુમલો તો હવે રશિયાએ દરિયામાં ઉતારી નૌસેના!
Gujarat Cold: ગુજરાતમાં હાડ થીજવતી ઠંડીને લઈ હવામાન વિભાગે કરી મોટી આગાહી
Gujarat Cold: ગુજરાતમાં હાડ થીજવતી ઠંડીને લઈ હવામાન વિભાગે કરી મોટી આગાહી
ડેબિટ-ક્રેડિટ કાર્ડથી તમે પણ Tap-To-Pay નો ઉપયોગ કરો છો,  ખાતામાંથી ઉપડી જશે પૈસા! જાણો કેમ બચવું
ડેબિટ-ક્રેડિટ કાર્ડથી તમે પણ Tap-To-Pay નો ઉપયોગ કરો છો,  ખાતામાંથી ઉપડી જશે પૈસા! જાણો કેમ બચવું
કર્મચારીઓ-પેન્શનરો માટે સારા સમાચાર : જાન્યુઆરી 2026 માં 60 ટકા થશે મોંઘવારી ભથ્થું! ટૂંક સમયમાં થશે જાહેરાત
કર્મચારીઓ-પેન્શનરો માટે સારા સમાચાર : જાન્યુઆરી 2026 માં 60 ટકા થશે મોંઘવારી ભથ્થું! ટૂંક સમયમાં થશે જાહેરાત
8th Pay : કેંદ્રીય કર્મચારીઓ-પેન્શનર્સને લોટરી લાગશે, પગાર અને DA-DR માં થશે બમ્પર વધારો!
8th Pay : કેંદ્રીય કર્મચારીઓ-પેન્શનર્સને લોટરી લાગશે, પગાર અને DA-DR માં થશે બમ્પર વધારો!
Gold silver Rate: સોના-ચાંદીના ભાવમાં અચાનક મોટો ઘટાડો, જાણી લો આજના લેટેસ્ટ રેટ 
Gold silver Rate: સોના-ચાંદીના ભાવમાં અચાનક મોટો ઘટાડો, જાણી લો આજના લેટેસ્ટ રેટ 
UIDAI માં સેક્શન ઓફિસરની ભરતી, લાખોમાં પગાર, જાણો કઈ રીતે કરશો અરજી
UIDAI માં સેક્શન ઓફિસરની ભરતી, લાખોમાં પગાર, જાણો કઈ રીતે કરશો અરજી
India On Venezuela Crisis: 'અમારી નજર...', વેનેઝૂએલામાં અમેરિકન એક્શન પર ભારતનું મોટું નિવેદન, જાણો શું કહ્યું ?
India On Venezuela Crisis: 'અમારી નજર...', વેનેઝૂએલામાં અમેરિકન એક્શન પર ભારતનું મોટું નિવેદન, જાણો શું કહ્યું ?
Embed widget