(Source: ECI/ABP News/ABP Majha)
India Corona Cases: કોરોના કાબુમાં, 543 દિવસ બાદ નોધાયા 8 હજારથી ઓછા કેસ
India Covid-19 Update: દેશમાં કોરોનાના કેસ ઘટી રહ્યા છે. દેશમાં નોંધાતા કુલ કેસના 50 ટકાથી વધારે કેસ હજુ પણ કેરળમાં નોંધાઈ રહ્યા છે.
Coronavirus India Update: ભારતમાં કોરોનાના કેસ ઘટી રહ્યા છે. દેશમાં સળંગ 46માં દિવસે કોરનાના નવા કેસ 20 હજારથી નીચે રહ્યા છે. જ્યારે સળંગ 149માં દિવસે કોરોનાના નવા કેસ 50 હજારથી નીચે નોંધાયા છે.
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જણાવ્યા મુજબ, છેલ્લા 24 કલાકમાં 7579 નવા કેસ નોંધાયા છે અને 236 સંક્રમિતોએ જીવ ગુમાવ્યો છે. 12,202 લોકો કોરોના સામે જંગ જીત્યા છે. આજે નોંધાયેલા કેસ 543 દિવસ બાદ નોંધાયેલા સૌથી ઓછા કેસ છે. દેશમાં કુલ એક્ટિવ કેસની સંખ્યા 536 દિવસની નીચલી સપાટી 1,13,584 પહોંચી છે. રિકવરી રેટ 98.26 ટકા છે, જે માર્ચ 2020 પછી સૌથી વધારે છે. દેશમાં નોંધાયેલા કુલ કૈસ પૈકી કેરળમાં 3698 કેસ નોંધાયા છે અને 75 સંક્રમિતોના મોત થયા છે. સોમવારે દેશમાં 8488 નવા કેસ નોંધાયા હતા અને 236 સંક્રમિતોએ જીવ ગુમાવ્યો હતો.
દેશમાં કેટલા લોકોનું રસીકરણ થયું
દેશમાં અત્યાર સુધીમાં 117,63,73,499 લોકોનું રસીકરણ થયું છે. જેમાંથી 71,92,154 ડોઝ ગઈકાલે આપવામાં આવ્યા હતા.
કેટલા ટેસ્ટ કરવામાં આવ્યા
ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)ના જણાવ્યા મુજબ દેશમાં અત્યાર સુધીમાં 63,34,89,439 સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેમાંથી ગઈકાલે 9,64,980 સેમ્પલ ટેસ્ટ કરાયા હતા.
ભારતમાં કોરોનાની સ્થિતિ
- કુલ કેસઃ 3 કરોડ 45 લાખ 15 હજાર 992
- કેસ ડિસ્ચાર્જઃ 3 કરોડ 39 લાખ 46 હજાર 749
- એક્ટિવ કેસઃ 1 લાખ 13 હજાર 584
- કુલ મૃત્યુઆંકઃ 4 લાખ 66 હજાર 147
#COVID19 | Of the 7579 new cases, 12,202 recoveries & 236 deaths in the last 24 hours, Kerala reported 3698 cases, 7515 recoveries and 75 deaths.
— ANI (@ANI) November 23, 2021