(Source: ECI/ABP News/ABP Majha)
India Corona Cases: દેશમાં છેલ્લા 24 કલાકમાં 8318 કેસ નોંધાયા, 465 સંક્રમિતોના મોત
India Covid-19 Update: દેશમાં કોરોનાના કેસ ઘટી રહ્યા છે. દેશમાં નોંધાતા કુલ કેસના 50 ટકાથી વધારે કેસ હજુ પણ કેરળમાં નોંધાઈ રહ્યા છે.
Coronavirus India Update: ભારતમાં કોરોનાના કેસ ઘટી રહ્યા છે. ભારતમાં સતત ચાલુ સપ્તાહે પાંચમી વખત 10 હજારથી ઓછા કેસ નોંધાયા છે. દેશમાં સળંગ 50માં દિવસે કોરનાના નવા કેસ 20 હજારથી નીચે રહ્યા છે. જ્યારે સળંગ 153માં દિવસે કોરોનાના નવા કેસ 50 હજારથી નીચે નોંધાયા છે.
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જણાવ્યા મુજબ, છેલ્લા 24 કલાકમાં 8318 નવા કેસ નોંધાયા છે અને 465 સંક્રમિતોએ જીવ ગુમાવ્યો છે. 10967 લોકો કોરોના સામે જંગ જીત્યા છે. દેશમાં કુલ એક્ટિવ કેસની સંખ્યા 1,07,019 પર પહોંચી છે. રિકવરી રેટ 98.26 ટકા છે, જે માર્ચ 2020 પછી સૌથી વધારે છે. દેશમાં નોંધાયેલા કુલ કૈસ પૈકી કેરળમાં 6632 કેસ નોંધાયા છે અને 388 સંક્રમિતોના મોત થયા છે.
છેલ્લા પાંચ દિવસમાં કોરોનાના નોધાયેલા કેસ અને મૃત્યુ
શુક્રવારે 10,549 નવા કેસ અને 488 લોકોના કોરોનાથી મોત થયા હતા. ગુરુવારે 9119 નવા કેસ અને 396 સંક્રમિતોએ જીવ ગુમાવ્યો હતો. બુધવારે 437 લોકોના મોત થયા હતા અને 9283 કેસ નોંધાયા હતા. મંગળવારે ભારતમાં 7579 નવા કેસ નોંધાયા હતા અને 236 સંક્રમિતોના મોત થયા હતા. સોમવારે દેશમાં 8488 નવા કેસ નોંધાયા હતા અને 236 સંક્રમિતોએ જીવ ગુમાવ્યો હતો.
India reports 8,318 new COVID cases, 10,967 recoveries, and 465 deaths in the last 24 hours
— ANI (@ANI) November 27, 2021
Active cases: 1,07,019
Total recoveries: 3,39,88,797
Death toll: 4,67,933
Total vaccinaion: 121.06 crore doses pic.twitter.com/PgKTMaNKGN
દેશમાં કેટલા લોકોનું રસીકરણ થયું
દેશમાં અત્યાર સુધીમાં 121,06,58,262 લોકોનું રસીકરણ થયું છે. જેમાંથી 75,58,017 ડોઝ ગઈકાલે આપવામાં આવ્યા હતા.
કેટલા ટેસ્ટ કરવામાં આવ્યા
ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)ના જણાવ્યા મુજબ દેશમાં ગઈકાલે 6,69,354 સેમ્પલ ટેસ્ટ કરાયા હતા.
ભારતમાં કોરોનાની સ્થિતિ
કુલ કેસઃ 3 કરોડ 45 લાખ 63 હજાર 749
કેસ ડિસ્ચાર્જઃ 3 કરોડ 39 લાખ 87 હજાર 797
એક્ટિવ કેસઃ 1 લાખ 7 હજાર 019
કુલ મૃત્યુઆંકઃ 4 લાખ 67 હજાર 933