India Corona Cases: દેશમાં કોરોનાના કેસમાં ધરખમ ઘટાડો, કુલ કેસના 50 ટકા હજુ પણ કેરળમાં
India Covid-19 Update: દેશમાં કોરોનાના કેસ ઘટી રહ્યા છે. દેશમાં નોંધાતા કુલ કેસના 50 ટકાથી વધારે કેસ હજુ પણ કેરળમાં નોંધાઈ રહ્યા છે.
Coronavirus India Update: ભારતમાં કોરોનાના કેસ ઘટી રહ્યા છે. દેશમાં સળંગ 53માં દિવસે કોરનાના નવા કેસ 20 હજારથી નીચે રહ્યા છે. જ્યારે સળંગ 156માં દિવસે કોરોનાના નવા કેસ 50 હજારથી નીચે નોંધાયા છે.
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જણાવ્યા મુજબ, છેલ્લા 24 કલાકમાં 6990 નવા કેસ નોંધાયા છે અને 190 સંક્રમિતોએ જીવ ગુમાવ્યો છે. 10,116 લોકો કોરોના સામે જંગ જીત્યા છે. દેશમાં કુલ એક્ટિવ કેસની સંખ્યા ઘટીને 544 દિવસના નીચલા સ્તર 1,00,543 પર પહોંચી છે. રિકવરી રેટ 99 ટકા જેટલો છે, જે માર્ચ 2020 પછી સૌથી વધારે છે. દેશમાં નોંધાયેલા કુલ કૈસ પૈકી કેરળમાં 3382 કેસ નોંધાયા છે અને 59 સંક્રમિતોના મોત થયા છે.
COVID19 | India reports 6,990 new cases, 190 deaths & 10,116 recoveries in the last 24 hours; Active caseload at 1,00,543: Ministry of Health and Family Welfare
— ANI (@ANI) November 30, 2021
Total Vaccination : 1,23,25,02,767 pic.twitter.com/57jOpR7pED
સોમવારે કેટલા કેસ નોંધાયા
સોમવારે 8309 નવા કેસ નોંધાયા હતા અને 236 સંક્રમિતોએ જીવ ગુમાવ્યો હતો. 9905 લોકો કોરોના સામે જંગ જીત્યા હતા.
દેશમાં કેટલા લોકોનું રસીકરણ થયું
દેશમાં અત્યાર સુધીમાં 123,25,02,767 લોકોનું રસીકરણ થયું છે. જેમાંથી 78,80,545 ડોઝ ગઈકાલે આપવામાં આવ્યા હતા.
કેટલા ટેસ્ટ કરવામાં આવ્યા
ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)ના જણાવ્યા મુજબ દેશમાં 24 કલાકમાં 10,12,523 ટેસ્ટ કરવામાં આવ્યા છે. ગઈકાલે 7,62,268 સેમ્પલ ટેસ્ટ કરાયા હતા.
ભારતમાં કોરોનાની સ્થિતિ
- કુલ કેસઃ 3 કરોડ 45 લાખ 87 હજાર 522
- કેસ ડિસ્ચાર્જઃ 3 કરોડ 40 લાખ 18 હજાર 299
- એક્ટિવ કેસઃ 1 લાખ 543
- કુલ મૃત્યુઆંકઃ 4 લાખ 68 હજાર 980