India Corona Cases Today: દેશમાં છેલ્લા 24 કલાકમાં કેટલા નોંધાયા કેસ, કેટલા લોકોના થયા મૃત્યુ ? જાણો
India covid-19 update: દેશમાં કોરોનાના કેસમાં ઘટાડો થઈ રહ્યો છે પણ મૃત્યુઆંક વધી રહ્યો છે.
India Corona Cases Today: ભારતમાં જાન્યુઆરીની શરૂઆતથી કોરોનાના કેસ તીવ્ર ગતિએ વધી રહ્યા હતા પરંતુ છેલ્લા થોડા દિવસોથી ઘટી રહ્યા છે. દેશમાં કોરોનાના નવા કેસ સૌથી વધુ કેરળ, તમિલનાડુમાં સામે આવી રહ્યા છે. ફેબ્રુઆરીમાં પ્રથમ વખત એક હજારથી ઓછા મોત નોંધાયા છે.
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જણાવ્યા મુજબ, છેલ્લા 24 કલાકમાં નવા 1,06,637 કેસ નોંધાયા છે અને 865 લોકોના મોત થયા છે. જ્યારે છેલ્લા 24 કલાકમાં 2,13,246 સંક્રમિતો સાજા થયા છે. દેશમાં દેશમાં કુલ એક્ટિવ કેસની સંખ્યા 12,25,011 પર પહોંચી છે.
કેટલું ટેસ્ટિંગ થયું
દેશમાં 5 ફેબ્રુઆરીએ 14,48,513 ટેસ્ટ કરવામાં આવ્યા હોવાનું સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું છે.
- કુલ એક્ટિવ કેસઃ 12,25,011
- કુલ ડિસ્ચાર્જઃ 4,04,61,148
- કુલ મૃત્યુઆંકઃ 5,01,979
કુલ રસીકરણઃ 169,46,26,997 (જેમાંથી ગઈકાલે 45,10,770 ડોઝ આપવામાં આવ્યા હતા.)
ભારતમાં આ રાજ્યમાં છે સૌથી વધુ એક્ટિવ કેસ
દેશમાં કેરળ, તમિલનાડુ, કર્ણાટક, મહારાષ્ટ્ર, આંધ્ર પ્રદેશ,ગુજરાત, રાજસ્થાન, મધ્ય પ્રદેશમાં સૌથી વધારે એક્ટિવ કેસ છે.
5 લાખથી વધુ મોતના કેસમાં ભારત ત્રીજા ક્રમે
ભારતમાં કોરોનાની ત્રીજી લહેર ઓસરી રહી હોવા છતાં દૈનિક મોતના આંકડા ચિંતાજનક રીતે સતત વધી રહ્યા છે. દેશમાં શુક્રવારે કોરોનાથી ૨૪ કલાકમાં ૧,૦૭૨ દર્દીઓના મોત નીપજ્યાં હતા. આ સાથે મૃત્યુઆંક પાંચ લાખને પાર કરી ગયો છે. દુનિયામાં અમેરિકા (૯.૨૦ લાખ) અને બ્રાઝિલ (૬.૩૦ લાખ) પછી ભારતમાં કોરોનાથી સૌથી વધુ દર્દીઓનાં મોત થયા છે.
આ પણ વાંચોઃ Lata Mangeshkar Passes Away: લતા મંગેશકરની અજાણી વાતો, કાગળ પર સૌથી પહેલા લખતા આ નામ