શોધખોળ કરો

Lata Mangeshkar Passes Away: લતા મંગેશકરની અજાણી વાતો, કાગળ પર સૌથી પહેલા લખતા આ નામ

Lata Mangeshkar Death: કોરોનાથી સંક્રમિત થયા બાદ 9 જાન્યુઆરીએ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ગઈકાલથી તેમની તબિયત લથડી હતા..

Lata Mangeshkar Death: લતા મંગેશકરના ચાહકો માટે માઠા સમાચાર છે. ગાયિકા લતા મંગેશકરનું નિધન થયું છે. તેઓ 92 વર્ષના હતા. કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ તેમના નિધનની જાહેરાત કરી છે. મંગેશકરના નિધનથી મનોરંજન જગતમાં શોકની લહેર ફરી વળી છે. લતા મંગેશકર આશરે એક મહિનાથી બીમાર હતા. 8 જાન્યુઆરીએ કોરોનાથી સંક્રમિત થયા બાદ તેમને મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. કોરોનાની સાથે ન્યૂમોનિયા થયો હતો. બે દિવસ પહેલા તેમનો વેન્ટિલેટર સપોર્ટ હટાવાયો હતો પરંતુ ગઈકાલથી તબિયત વધુ લથડી હતી. પરંતુ આજે તેમના નિધનના સમાચારથી કલા જગતમાં શોક છવાઈ ગયો છે.

લતા મંગેશકરની અજાણી વાતો

  • મધ્યપ્રદેશના ઈન્દોરમાં 28 સપ્ટેમ્બર 1929ના રોજ જન્મેલા કુમારી લતા દીનાનાથ મંગેશકર રંગમંચીય ગાયક દીનાનાથ મંગેશકર અને સુધામતીની પુત્રી છે. ચાર ભાઈ બહેનોમાં સૌથી મોટી લતાને તેમના પિતાએ પાંચ વર્ષની વયે જ સંગીતની તાલીમ આપવાની શરૂ કરી હતી.
  • લતા મંગેશકર માટે ગાવુ પૂજા સમાન હતી. રેકોર્ડિંગના સમયે તેઓ ખુલ્લા પગે રહેતા. તેમના પિતાજી દ્વારા આપેલા તંબૂરાને તેમણે સાચવીને રાખ્યું છે.
  • લતા મંગેશકરને ફોટોગ્રાફીનો ખૂબ શોખ હતો. વિદેશમાં તેમણે પાડેલા ફોટાનું પ્રદર્શની પણ યોજાયું છે.
  • રમતમાં તેમને ક્રિકેટનો ખૂબ શોખ હતો. ભારતના કોઈ મોટા મેચના દિવસે તેઓ બધા કામ મૂકી મેચ જોવાનુ પસંદ કરતા હતા.
  • કાગળ પર કંઈક લખતા પહેલા તેઓ શ્રીકૃષ્ણ લખતા હતા.
  •  હિટ ગીત 'આએગા આને વાલા..' માટે તેમને 22 રીટેક આપવા પડ્યા હતા.
  • લતા મંગેશકરની પસંદગીનું ભોજન કોલ્હાપુરી મટન અને તળેલી માછલી હતા.
  • ચેખોવ અને ટોલ્સટોય, ખલીલ જિબ્રાનનું સાહિત્ય તેમને પસંદ છે. તેઓ જ્ઞાનેશ્વરી અને ગીતા પણ પસંદ કરે છે.
  • કુંદનલાલ શહગલ અને નૂરજહાં તેમના પસંદીદા ગાયક-ગાયિકા હતા. શાસ્ત્રીય ગાયક ગાયિકાઓમાં લતા મંગેશકરને પંડિત રવિશંકર, જસરાજ, ભીમસેન, મોટા ગુલામ અલી ખાન અને અલી અકબર ખાન પસંદ હતા.
  • ગુરૂદત્ત, સત્યજિત રે, યશ ચોપડા અને બિમલ રોયની ફિલ્મો તેમને પસંદ હતી.
  • તહેવારમાં તેમને દિવાળી ખૂબ પસંદ હતો
  • ભારતીય ઈતિહાસ અને સંસ્કૃતિમાં તેમને કૃષ્ણ મીરા, વિવેકાનંદ અને અરવિંદો ખૂબ પસંદ હતા.
  • પડોસન, ગૉન વિદ દ વિંડ અને ટાઈટેનિક લતાની પસંદગીની ફિલ્મો હતી.
  • સ્ટેજ પર ગાતી વખતે તેમને પહેલીવાર 25 રૂપિયાનું ઈનામ મળ્યુ હતુ. જેને એ પોતાની પહેલી કમાણી માને છે. અભિનેત્રીના રૂપમાં તેને પહેલીવાર 300 રૂપિયા મળ્યા હતા.
  • ઉસ્તાદ અમાન ખાં ભિંડી બજારવાળા અને પંડિત નરેન્દ્ર શર્માને તેઓ સંગીતમાં પોતાના ગુરુ માને છે. તેમના આધ્યાત્મિક ગુરૂ હતા શ્રીકૃષ્ણ શર્મા.
  • મહાશિવરાત્રિ, શ્રાવણ સોમવાર ઉપરાંત તેઓ ગુરૂવારનું વ્રત પણ રાખેતા હતા.
  • તેઓ મરાઠી ભાષી છે, પણ હિંદી, બાંગ્લા, તમિલ, સંસ્કૃત ગુજરાતી અને પંજાબી ભાષામાં વાત કરતા હતા.
  • લક્ષ્મીકાંત પ્યારેલાલના 686, શંકર જયકિશનના 453 યુગલ ગીત ગાયા. જ્યારે 327 કિશોરની સાથે. મહિલા યુગલ ગીત તેમણે સૌથી વધારે આશા ભોંસલે સાથે ગાયા હતા.
  • ગીતકારમાં આનંદ બક્ષી દ્વારા લખેલા 700થી વધારે ગીત લતા મંગેશકરએ ગાયા હતા.
  • વર્ષ 1951માં લતાજીએ સર્વાધિક 225 ગીત ગાયા હતા.
  • આજા રે પરદેશી(મધુમતિ 1958) કહીં દીપ જલે કહીં દિલ (બીસ સાલ બાદ 1962) તુમ્હી મેરે મંદિર(ખાનદા 1965)અને આપ મુઝે અચ્છે લગને લગે (જીને કી રાહ 1969) માટે ફિલ્મફેર પુરસ્કાર જીત્યા પછી લતા મંગેશકરએ આ પુરસ્કારને સ્વીકાર કરવાનુ બંધ કરી દીધું. તેઓ ઈચ્છતા હતા કે નવી ગાયિકાને આ પુરસ્કાર મળે.
  • જ્યારે લતા મંગેશકર સાત વર્ષના હતા ત્યારે તેમનો પરિવાર મુંબઈ આવી ગયો, તેથી તેમનો ઉછેર મુંબઈમાં થયો.
  • વર્ષ 1962માં ભારત ચીન યુદ્ધ પછી જ્યારે કાર્યક્રમમાં લતા મંગેશકરએ પંડિત પ્રદીપનુ લખેલ ગીત 'એ મેરે વતન કે લોગો' ગાયુ હતુ ત્યારે તત્કાલીન પ્રધાનમંત્રી જવાહરલાલ નેહરુની આંખોમાંથી આંસુ આવી ગયા હતા.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gaza Peace Board: હવે ભારત કરાવશે ગાઝામાં શાંતિ! ટ્રમ્પે PM મોદીને આપ્યું ખાસ આમંત્રણ
Gaza Peace Board: હવે ભારત કરાવશે ગાઝામાં શાંતિ! ટ્રમ્પે PM મોદીને આપ્યું ખાસ આમંત્રણ
IND vs NZ: કોહલીની મહેનત પર પાણી ફેરવનાર 3 'ગુનેગાર'! હારનું કારણ જાણીને લોહી ઉકળી જશે
IND vs NZ: કોહલીની મહેનત પર પાણી ફેરવનાર 3 'ગુનેગાર'! હારનું કારણ જાણીને લોહી ઉકળી જશે
IND vs NZ: કોહલીની મહેનત પર પાણી ફરી વળ્યું! હાર બાદ શુભમન ગિલે કોના પર ફોડ્યું માટલું? જાણો વિગત
IND vs NZ: કોહલીની મહેનત પર પાણી ફરી વળ્યું! હાર બાદ શુભમન ગિલે કોના પર ફોડ્યું માટલું? જાણો વિગત
IND vs NZ: ટીમ ઈન્ડિયાની શરમજનક હાર, ન્યૂઝીલેન્ડે ભારતીય ધરતી પર પહેલીવાર જીતી ODI શ્રેણી
IND vs NZ: ટીમ ઈન્ડિયાની શરમજનક હાર, ન્યૂઝીલેન્ડે ભારતીય ધરતી પર પહેલીવાર જીતી ODI શ્રેણી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ચાલો સુધરી જઈએ
Hun To Bolish : હું તો બોલીશ : અધિકારી-ધારાસભ્ય વચ્ચે સંકલન કેમ નહીં?
Thakor Sane : અલ્પેશ ઠાકોર પહેલા જ મહેસાણામાં અભિજિતસિંહ બારડનું શક્તિ પ્રદર્શન
Rajkot News : રાજકોટમાં શિક્ષણમંત્રીની હાજરીમાં વિપક્ષે ખોલી સરકારી શાળાની પોલ
Phool Singh Baraiya Statement: સુંદર યુવતીને જોઇને કોઈનું પણ મન વિચલિત થઈ શકે, કોંગ્રેસ MLAનો બફાટ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gaza Peace Board: હવે ભારત કરાવશે ગાઝામાં શાંતિ! ટ્રમ્પે PM મોદીને આપ્યું ખાસ આમંત્રણ
Gaza Peace Board: હવે ભારત કરાવશે ગાઝામાં શાંતિ! ટ્રમ્પે PM મોદીને આપ્યું ખાસ આમંત્રણ
IND vs NZ: કોહલીની મહેનત પર પાણી ફેરવનાર 3 'ગુનેગાર'! હારનું કારણ જાણીને લોહી ઉકળી જશે
IND vs NZ: કોહલીની મહેનત પર પાણી ફેરવનાર 3 'ગુનેગાર'! હારનું કારણ જાણીને લોહી ઉકળી જશે
IND vs NZ: કોહલીની મહેનત પર પાણી ફરી વળ્યું! હાર બાદ શુભમન ગિલે કોના પર ફોડ્યું માટલું? જાણો વિગત
IND vs NZ: કોહલીની મહેનત પર પાણી ફરી વળ્યું! હાર બાદ શુભમન ગિલે કોના પર ફોડ્યું માટલું? જાણો વિગત
IND vs NZ: ટીમ ઈન્ડિયાની શરમજનક હાર, ન્યૂઝીલેન્ડે ભારતીય ધરતી પર પહેલીવાર જીતી ODI શ્રેણી
IND vs NZ: ટીમ ઈન્ડિયાની શરમજનક હાર, ન્યૂઝીલેન્ડે ભારતીય ધરતી પર પહેલીવાર જીતી ODI શ્રેણી
BMC Election: ભાજપ પાસે 89 સીટ પણ 'પાવર' શિંદેના હાથમાં! મેયર પદ માટે ખેલાયો મોટો દાવ
BMC Election: ભાજપ પાસે 89 સીટ પણ 'પાવર' શિંદેના હાથમાં! મેયર પદ માટે ખેલાયો મોટો દાવ
Navsari Crime: પતિ બન્યો હેવાન! જમવા જેવી નજીવી બાબતે પત્નીના માથામાં કુહાડીના ઘા મારી પતાવી દીધી
Navsari Crime: પતિ બન્યો હેવાન! જમવા જેવી નજીવી બાબતે પત્નીના માથામાં કુહાડીના ઘા મારી પતાવી દીધી
Mumbai Politics: તાજ હોટલ બની કિલ્લો! 29 કોર્પોરેટરો અંડરગ્રાઉન્ડ, શું મુંબઈમાં ફરી મોટો ઉલટફેર થશે?
Mumbai Politics: તાજ હોટલ બની કિલ્લો! 29 કોર્પોરેટરો અંડરગ્રાઉન્ડ, શું મુંબઈમાં ફરી મોટો ઉલટફેર થશે?
ઠાકોર સેનામાં આંતરિક જૂથવાદ? અલ્પેશ vs અભિજિતસિંહ! એક શક્તિ પ્રદર્શન, બીજો પ્રહાર, શું ચાલે છે?
ઠાકોર સેનામાં આંતરિક જૂથવાદ? અલ્પેશ vs અભિજિતસિંહ! એક શક્તિ પ્રદર્શન, બીજો પ્રહાર, શું ચાલે છે?
Embed widget