શોધખોળ કરો
Corona updates: છેલ્લા 24 કલાકમાં 61,871 દર્દીઓ થયા સ્વસ્થ, 1033નાં મૃત્યુ, કુલ કેસ 75 લાખની નજીક
સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા અનુસાર, દેશમાં કોરોના સંક્રમિતની કુલ સંખ્યા 74 લાખ 94 હજારને પાર પહોંચી ગઈ છે. તેમાંથી એક લાખ 14 હજાર દર્દીઓની મોત થઈ ચૂક્યા છે.
નવી દિલ્હી: દેશમાં છેલ્લા 24 કલાકમાં 61,871 નવા કોરોના વાયરસના કેસ નોંધાયા હતા. જ્યારે 72,614 દર્દીઓ સ્વસ્થ થયા હતા, જો કે વધુ 1033 દર્દીઓના મૃત્યુ થયા હતા.
સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા અનુસાર, દેશમાં કોરોના સંક્રમિતની કુલ સંખ્યા 74 લાખ 94 હજારને પાર પહોંચી ગઈ છે. તેમાંથી એક લાખ 14 હજાર દર્દીઓની મોત થઈ ચૂક્યા છે. દેશમમાં રિકવરી રેટમાં સતત વધારો થઈ રહ્યો છે. રિકવરી મામલે સંખ્યા વધીને 65 લાખ 97 હજાર સુધી પહોંચી ગઈ છે. દેશમાં એક્ટિવ કેસની સંખ્યા ઘટીને 7 લાખ 83 હજાર પર પહોંચી ગઈ છે.
સંક્રમણના એક્ટિવ કેસની સંખ્યાની તુલનામાં રિકવર થયેલા લોકોની સંખ્યા આઠ ગણી વધારે છે. મહારાષ્ટ્ર, કર્ણાટક, કેરળ, આંધ્રપ્રદેશ અને તમિલનાડુમાં કોરોના વાયરસના એક્ટિવ કેસ, મૃત્યુદર અને રિકવરી રેટની ટકાવારી સૌથી વધારે છે. દેશમાં મૃત્યુદર 1.51 ટકા છે અને રિકવરી રેટ 88 ટકા છે.
ICMR અનુસાર, 17 ઓક્ટોબર સુધી કોરોના વાયરસના કુલ 9 કરોડ 42 લાખ સેમ્પલ ટેસ્ટ કરવામાં આવી ચૂક્યા છે. જેમાંથી 9,70,173 સેમ્પલની ટેસ્ટિંગ ગઈકાલે શનિવારે કરવામાં આવ્યું. પોઝિટિવીટી રેટ સાત ટકા જેટલો
છે.
દેશમાં સૌથી વધુ એક્ટિવ કેસ મહારાષ્ટ્રમાં છે. તેના આંધ્ર પ્રદેશ, તમિલનાડુ, કર્ણાટક અને ઉત્તર પ્રદેશમાં સૌથી વધુ એક્ટિવ કેસ છે. ભારત એક્ટિવ કેસ, કોરોના સંક્રમિત કેસ મામલે બીજા નંબરે છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગાંધીનગર
ક્રિકેટ
દેશ
દેશ
Advertisement