શોધખોળ કરો

કોરોના અપડેટ: દેશમાં છેલ્લા 24 કલાકમાં 50 હજાર નવા કેસ, સંક્રમિત દર્દીઓની સંખ્યા 78 લાખને પાર

દેશમાં કોરોનાથી સાજા થનારા દર્દીઓની સંખ્યા વધીને 70 લાખ 78 હજારને પાર પહોંચી ગઈ છે. એક્ટિવ કેસ પણ ઘટીને 6 લાખ 68 હજાર પર આવી ગયા છે.

નવી દિલ્હી: ભારતમાં કોરોના વાયરસનો પ્રકોપ યથાવત છે અને સતત વધી રહ્યો છે. દુનિયામાં અત્યાર સુધી નોંધાયેલા કોરોનાના કુલ કેસના 18 ટકા કેસ ભારતમાં છે. દેશમાં કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યા વધીને 78 લાખને પાર પહોંચી ગઈ છે. સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા અનુસાર, છેલ્લા 24 કલાકમાં 50,129 નવા કોરોનાના કેસ નોંધાયા હતા અને વધુ 578 લોકોના કોરોનાથી મોત થયા હતા. જ્યારે 62,077 દર્દીઓ સ્વસ્થ થઈ ગયા છે. દેશમાં કોરોનાથી સાજા થનારા દર્દીઓની સંખ્યા વધીને 70 લાખ 78 હજારને પાર પહોંચી ગઈ છે. એક્ટિવ કેસ પણ ઘટીને 6 લાખ 68 હજાર પર આવી ગયા છે. જો કે દેશમાં કુલ સંક્રમિત દર્દીઓની સંખ્યા 78 લાખ 64 હજાર પર પહોંચી ગઈ છે. તેમાંથી એક લાખ 18 હજાર 534 દર્દીઓના મૃત્યુ થઈ ચૂક્યા છે. રાહતની વાત એ છે કે, મૃત્યુદર અને એક્ટિવ કેસ રેટમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે. મૃત્યુ દર ઘટીને 1.50 ટકા થઈ ગયો છે. તે સિવાય એક્ટિવ કેસ દર પણ 9 ટકાથી ઓછો છે. તેની સાથે રિકવરી રેટ 90 ટકા છે. ભારતમાં રિકવરી રેટમાં સતત વધારો થઈ રહ્યો છે. એક્ટિવ કેસની સરખામણીએ 10 ગણી વધુ રિકવરી
કોરોના સંક્રમણના એક્ટિવ કેસની સંખ્યાની તુલનામાં રિકવર થયેલા લોકોની સંખ્યા 10 ગણી વધારે છે. મહારાષ્ટ્ર, કર્ણાટક, કેરળ, આંધ્ર પ્રદેશ અને તમિલનાડુમાં કોરોના વાયરસના એક્ટિવ કેસ, મૃત્યુ દર અને રિકવરી રેટની ટકાવારી વધારે છે. ICMR અનુસાર, 24 ઓક્ટોબર સુધી કોરોના વાયરસના કુલ 10 કરોડ 25 લાખ સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા હતા, જેમાંથી 11.40 લાખ સેમ્પલનું ટેસ્ટિંગ ગઈકાલે કરવામાં આવ્યું હતું.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

આવતીકાલનું હવામાન: આગામી 22 કલાકમાં 15 રાજ્યોમાં મુશળધાર વરસાદની આગાહી, એલર્ટ જાહેર
આવતીકાલનું હવામાન: આગામી 22 કલાકમાં 15 રાજ્યોમાં મુશળધાર વરસાદની આગાહી, એલર્ટ જાહેર
ચોમાસું આગળ વધ્યું: આ રાજ્યોમાં અતિભારે વરસાદની આગાહી; 70 કિમીની ઝડપે વાવાઝોડું ફૂંકા
ચોમાસું આગળ વધ્યું: આ રાજ્યોમાં અતિભારે વરસાદની આગાહી; 70 કિમીની ઝડપે વાવાઝોડું ફૂંકા
AAP છોડીને ભાજપમાં આવેલા રાઘવ ચઢ્ઢાનું વધ્યું કદ, રાજ્યસભામાં મળી આ મોટી જવાબદારી
AAP છોડીને ભાજપમાં આવેલા રાઘવ ચઢ્ઢાનું વધ્યું કદ, રાજ્યસભામાં મળી આ મોટી જવાબદારી
'કોકરોચ જનતા પાર્ટી' અંગે રાકેશ ટિકૈતનું મોટું નિવેદન, સરકારને આપી આવનારા સંકટની ચેતવણી
'કોકરોચ જનતા પાર્ટી' અંગે રાકેશ ટિકૈતનું મોટું નિવેદન, સરકારને આપી આવનારા સંકટની ચેતવણી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : OBC માટે મંત્રાલય?
Hun To Bolish : હું તો બોલીશ : ભુવો કે શેતાન?
Ahmedabad Student Missing in Georgia : અભ્યાસ માટે જ્યોર્જિયા ગયેલો અમદાવાદનો યુવક લાપતા
Haribhai Chaudhary : OBC મંત્રાલય બનાવવાની ઉઠી માગ: હરિભાઈ ચૌધરીએ PMને લખ્યો પત્ર
Mehsana BJP: રાજ્યના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અંગે બોલાયા અપશબ્દો, જુઓ Video

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અમરેલીના લાઠી પાસે ગોઝારો અકસ્માત: બસ-કારની ટક્કરમાં કારનો કચ્ચરઘાણ વળ્યો, 3 લોકોનાં મોત
અમરેલીના લાઠી પાસે ગોઝારો અકસ્માત: બસ-કારની ટક્કરમાં કારનો કચ્ચરઘાણ વળ્યો, 3 લોકોનાં મોત
આવતીકાલનું હવામાન: આગામી 22 કલાકમાં 15 રાજ્યોમાં મુશળધાર વરસાદની આગાહી, એલર્ટ જાહેર
આવતીકાલનું હવામાન: આગામી 22 કલાકમાં 15 રાજ્યોમાં મુશળધાર વરસાદની આગાહી, એલર્ટ જાહેર
શું ફરી મોટું યુદ્ધ થવાનું છે? ઈરાનને લઈને ટ્રમ્પના એક ફોટાથી દુનિયાભરમાં ખળભળાટ!
શું ફરી મોટું યુદ્ધ થવાનું છે? ઈરાનને લઈને ટ્રમ્પના એક ફોટાથી દુનિયાભરમાં ખળભળાટ!
ચોમાસું આગળ વધ્યું: આ રાજ્યોમાં અતિભારે વરસાદની આગાહી; 70 કિમીની ઝડપે વાવાઝોડું ફૂંકા
ચોમાસું આગળ વધ્યું: આ રાજ્યોમાં અતિભારે વરસાદની આગાહી; 70 કિમીની ઝડપે વાવાઝોડું ફૂંકા
ગુરુ ગોચર 2026: 2 જૂનથી આ 4 રાશિઓનો સુવર્ણકાળ થશે શરૂ, જાણો તમારી રાશિ છે કે નહીં
ગુરુ ગોચર 2026: 2 જૂનથી આ 4 રાશિઓનો સુવર્ણકાળ થશે શરૂ, જાણો તમારી રાશિ છે કે નહીં
પશુપાલકોને મોટો ઝટકો: અમૂલે પશુદાણમાં કર્યો તોતિંગ ભાવ વધારો, જાણો 50 કિલોની ગુણીના નવા ભાવ
પશુપાલકોને મોટો ઝટકો: અમૂલે પશુદાણમાં કર્યો તોતિંગ ભાવ વધારો, જાણો 50 કિલોની ગુણીના નવા ભાવ
મોરબીમાં મોટો ખેલ: 17 બેઠકો સાથે બહુમતી છતાં ભાજપ પ્રમુખ પદથી વંચિત, કોંગ્રેસને મળ્યો તાજ!
મોરબીમાં મોટો ખેલ: 17 બેઠકો સાથે બહુમતી છતાં ભાજપ પ્રમુખ પદથી વંચિત, કોંગ્રેસને મળ્યો તાજ!
'નીતિન પટેલનું પિક્ચર મેં પૂરું કર્યું...' ઓડિયો ક્લિપ વાયરલ થતાં મહેસાણા ભાજપમાં ખળભળાટ
'નીતિન પટેલનું પિક્ચર મેં પૂરું કર્યું...' ઓડિયો ક્લિપ વાયરલ થતાં મહેસાણા ભાજપમાં ખળભળાટ
Embed widget