શોધખોળ કરો

Coronavirus Cases: ગઈકાલે દેશમાં 35 હજારથી વધારે કોરોનાના નવા કેસ, 483 સંક્રમિતોના મોત

દેશમાં કોરોના એક્ટિવ કેસની સંખ્યા ચાર લાખથી વધારે છે. કુલ 4 લાખ 5 હજાર લોકો હાલમાં કોરોના વાયરસથી સંક્રમિત છે, જેની સારવાર ચાલી રહી છે.

Coronavirus Cases Today: દેશમાં બે દિવસ બાદ ફરીથી કોરોનાના નવા કેસ 40 હજારથી ઓછા આવ્યા છે. શુક્રવારે સવારે સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી બહાર પાડવામાં આવેલ આંકડા અનુસાર, છેલ્લા 24 કલાકમાં 35342 નવા કોરોનાના કેસ આવ્યા અને 483 સંક્રમિતોના મોત થયા છે. આ પહેલા ગુરુવારે 42383 અને બુધવારે 42015 નવા કેસ આવ્યા હતા. જ્યારે વિતેલા 24 કલાકમાં 38740 લોકો કોરોનાથી ઠીક પણ થયા છે એટલે કે ગઈકાલે 3881 એક્ટિવ કેસ ઘટી જશે.

કોરોના સંક્રમણના કુલ કેસ

દેશમાં કોરોના એક્ટિવ કેસની સંખ્યા ચાર લાખથી વધારે છે. કુલ 4 લાખ 5 હજાર લોકો હાલમાં કોરોના વાયરસથી સંક્રમિત છે, જેની સારવાર ચાલી રહી છે. મહામારીની શરાતથી લઈને અત્યાર સુધી ત્રણ કરોડ 12 લાખ 93 હજાર લોકો સંક્રમિત થયા છે. તેમાંથી 4 લાખ 19 હજાર 470 લોકોના મોત થયા છે. સારી વાત એ છે કે 3 કરોડ 4 લાખ 68 હજાર લોકો ઠીક પણ થયા છે.

42 કરોડથી વધારે રસીના ડોઝ આપવામાં આવ્યા

સ્વાસ્થ્ય મંત્રાલય અનુસાર, 22 જુલાઈ સુધી દેશભરમાં 42 કરોડ 34 લાખ કોરોના રસીના ડોઝ આપવામાં આવ્યા છે. વિતેલા દિવસે 54 લાખ 76 હજાર રસીના ડોઝ આપવામાં આવ્યા. જ્યારે આઈસીએમઆર અનુસાર અત્યાર સુધી 45 કરોડ 29 લાખ કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા છે. વિતેલા દિવસે 16.68 લાખ કોરોના સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા જેનો પોઝિટિવીટ રેટ 3 ટકાથી ઓછો છે.

દેશમાં કોરોનાથી મૃત્યુ દર 1.34 ટકા છે જ્યારે રિકવરી રેટ 97 ટકાથી વધારે છે. એક્ટિવ કેસ 1.3 ટકા છે. કોરોના એક્ટિવ કેસના મામલે વિશ્વમાં ભારત સાતમાં સ્થાન પર છે. કુલ સંક્રમિતોની સંખ્યાના મામલે ભારત બીજા નંબર પર છે. જ્યારે અમેરિકા, બ્રાઝીલ બાદ સૌથી વધારે મોત ભારતમાં થયા છે.

ગુજરાતમાં કોરોના કેસ

અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાના (Gujarat Corona Cases) કેસમાં વધારો થયો છે. રાજ્યમાં ગઈકાલે કોરોનાના નવા 34 કેસ નોંધાયા છે. છેલ્લા થોડા દિવસોથી એક પણ જિલ્લામાં ડબલ ડિજિટમાં કેસ નથી નોંધાયો. રાજ્યના ઘણા જિલ્લામાં શૂન્ય કેસ છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 34 કેસ નોંધાયા છે. દરમિયાન 24 કલાકમાં 53 દર્દીએ કોરોનાને મ્હાત આપી છે. જેને પગલે રાજ્યનો રિક્વરી રેટ (Recovery Rate) સુધરીને 98.73 ટકા થયો છે.  રાજ્યમાં કોરોનાથી કુલ મૃત્યુઆંક 10 હજાર 76 થયો છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

આવતીકાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, IMD એ રેડ-ઓરેન્જ એલર્ટ આપ્યું
આવતીકાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, IMD એ રેડ-ઓરેન્જ એલર્ટ આપ્યું
સોનિયા ગાંધી સામે ફરિયાદ દાખલ, 'વંદે માતરમ્' ના કથિત અપમાનનો આક્ષેપ
સોનિયા ગાંધી સામે ફરિયાદ દાખલ, 'વંદે માતરમ્' ના કથિત અપમાનનો આક્ષેપ
TMC નેતા આશિષ બેનર્જીએ આખરે આત્મહત્યા કેમ કરી, શું સુસાઇડ નોટથી ખૂલશે રહસ્ય?
TMC નેતા આશિષ બેનર્જીએ આખરે આત્મહત્યા કેમ કરી, શું સુસાઇડ નોટથી ખૂલશે રહસ્ય?
વિમલનો બિઝનેસ કેટલો મોટો છે, જેની જાહેરાત કરે છે શાહરૂખ અને અજય દેવગન
વિમલનો બિઝનેસ કેટલો મોટો છે, જેની જાહેરાત કરે છે શાહરૂખ અને અજય દેવગન

વિડિઓઝ

Kheda Bridge Collapse : ગુજરાતમાં વધુ એક બ્રિજ ધરાશાયી, બે ગામ વચ્ચેનો સંપર્ક કપાયો
Gujarat Rain Breaking News : આજે ગુજરાતમાં ક્યાં ક્યાં પડ્યો વરસાદ?
West Bengal : બંગાળના પૂર્વ ડેપ્યુટી સ્પીકર આશિષ બેનર્જીની આત્મહત્યા
CM Bhupendra Patel US Visit : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અમેરિકા-કેનેડાના પ્રવાસે રવાના
Gujarat Rain Forecast : ચાર જિલ્લામાં વરસાદનું એલર્ટ, જુઓ હવામાન વિભાગની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
GAS કેડરના 144 ડેપ્યુટી કલેક્ટરની તાત્કાલિક બદલી: જાણો તમારા જિલ્લાના કયા અધિકારી બદલાયા
GAS કેડરના 144 ડેપ્યુટી કલેક્ટરની તાત્કાલિક બદલી: જાણો તમારા જિલ્લાના કયા અધિકારી બદલાયા
Gujarat Weather Update: આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ 6 જિલ્લામાં ભારે એલર્ટ
Gujarat Weather Update: આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ 6 જિલ્લામાં ભારે એલર્ટ
આવતીકાલથી ગેસના બાટાલના વધુ રૂપિયા ચૂકવવા પડશે? આજે જ આ કામ પતાવી લો
આવતીકાલથી ગેસના બાટાલના વધુ રૂપિયા ચૂકવવા પડશે? આજે જ આ કામ પતાવી લો
Gujarat Weather: ગુજરાતમાં આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન, જાણો ક્યાં જિલ્લામાં વરસશે વરસાદ
Gujarat Weather: ગુજરાતમાં આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન, જાણો ક્યાં જિલ્લામાં વરસશે વરસાદ
Surat Ragging Case: મૃતકના પિતાએ 4 સિનીયર તબીબ વિરૂદ્ધ નોંધાવી ફરિયાદ, ગમે ત્યારે થઈ શકે છે ધરપકડ
Surat Ragging Case: મૃતકના પિતાએ 4 સિનીયર તબીબ વિરૂદ્ધ નોંધાવી ફરિયાદ, ગમે ત્યારે થઈ શકે છે ધરપકડ
Gujarat Weather: ગુજરાતમાં 2 દિવસ ભારે વરસાદની આગાહી: તાપી, નવસારી, વલસાડ અને ડાંગમાં યલો એલર્ટ
Gujarat Weather: ગુજરાતમાં 2 દિવસ ભારે વરસાદની આગાહી: તાપી, નવસારી, વલસાડ અને ડાંગમાં યલો એલર્ટ
સોનિયા ગાંધી સામે ફરિયાદ દાખલ, 'વંદે માતરમ્' ના કથિત અપમાનનો આક્ષેપ
સોનિયા ગાંધી સામે ફરિયાદ દાખલ, 'વંદે માતરમ્' ના કથિત અપમાનનો આક્ષેપ
Maharashtra News: અજય દેવગન અને શાહરૂખ ખાનની મુશ્કેલી વધી, FDA એ ફટકારી નોટિસ
Maharashtra News: અજય દેવગન અને શાહરૂખ ખાનની મુશ્કેલી વધી, FDA એ ફટકારી નોટિસ
Embed widget