કેન્દ્રીય બજેટ 2025: સરકારે બજેટમાં અગ્નિવીરો માટે કરી મોટી જાહેરાત, જાણો શું થશે ફાયદો
સંરક્ષણ બજેટમાં ૪.૭ ટકાનો વધારો, અગ્નિવીર યોજના માટે હજારો કરોડની ફાળવણી, ત્રણેય સેનાઓને આધુનિક બનાવવા માટે મોટી રકમની ફાળવણી.

Union Budget 2025: દેશના નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે નાણાકીય વર્ષ 2025-26 માટે કેન્દ્રીય બજેટ રજૂ કર્યું છે. આ બજેટમાં સંરક્ષણ ક્ષેત્રે મોટી જાહેરાતો કરવામાં આવી છે. સરકારે સંરક્ષણ બજેટમાં ૪.૭ ટકાનો વધારો કર્યો છે. ગયા વર્ષે સંરક્ષણ બજેટ ૪ લાખ ૫૪ હજાર ૭૭૩ કરોડ રૂપિયા હતું, જે આ વર્ષે વધીને ૪ લાખ ૯૧ હજાર ૭૩૨ કરોડ રૂપિયા થઈ ગયું છે. એટલે કે, ૩૬ હજાર ૯૫૯ કરોડ રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે.
અગ્નિવીર યોજના માટે વિશેષ જોગવાઈ
અગ્નિવીર યોજના હેઠળ ભરતી થયેલા યુવાનો માટે પણ સરકારે મોટી જાહેરાત કરી છે. વર્ષ 2025-26ના બજેટમાં સેના માટે ૯ હજાર ૪૧૪ કરોડ રૂપિયા, નેવી માટે ૭૭૨ કરોડ રૂપિયા અને એરફોર્સ માટે ૮૫૩ કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે. ત્રણેય સેનાઓની અગ્નિવીર યોજનામાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે.
ત્રણેય સેનાઓ માટે મોટી ફાળવણી
એરફોર્સ: ભારતીય વાયુસેના માટે કુલ ૫૩ હજાર ૭૦૦ કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે. આ રકમનો ઉપયોગ વાયુસેનાની જરૂરિયાતો અને આધુનિક શસ્ત્રો અને સાધનોની ખરીદી માટે કરવામાં આવશે.
નેવી: ભારતીય નૌકાદળને ૩૮ હજાર ૧૪૯ કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે. આ રકમ દરિયાઈ સુરક્ષાને મજબૂત કરવા અને નૌકાદળના વિસ્તરણ માટે હશે.
સેના: ભારતીય સેના માટે સૌથી વધુ એટલે કે ૨ લાખ ૭ હજાર ૫૨૦ કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે. આ રકમનો ઉપયોગ સેના માટે હથિયારો, દારૂગોળો અને અન્ય વ્યૂહાત્મક સાધનો ખરીદવા માટે કરવામાં આવશે.
આ બજેટમાં સંરક્ષણ ક્ષેત્રે કરવામાં આવેલી મોટી જાહેરાતોથી દેશની સુરક્ષા વધુ મજબૂત થશે અને ત્રણેય સેનાઓ આધુનિક શસ્ત્રો અને સાધનોથી સજ્જ થશે.
નોંધનીય છે કે, નાણામંત્રીએ સંરક્ષણ ક્ષેત્ર માટે ₹6,81,210 કરોડનું બજેટ જાહેર કર્યું છે, જે ગયા વર્ષના ₹6,21,940 કરોડ કરતાં ઘણું વધારે છે. આ વધારો દર્શાવે છે કે સરકાર ભારતીય સેનાને આધુનિક બનાવવાની અને તેને વધુ સશક્ત બનાવવાની દિશામાં ગંભીર છે.
કુલ મૂડી ખર્ચ ₹1,92,387 કરોડનો અંદાજવામાં આવ્યો છે, જ્યારે મહેસૂલ ખર્ચ ₹4,88,822 કરોડ રાખવામાં આવ્યો છે, જેમાં પેન્શન માટેના ₹1,60,795 કરોડનો સમાવેશ થાય છે. મૂડી ખર્ચ હેઠળ, એરક્રાફ્ટ અને એરોનોટિકલ એન્જિન માટે ₹48,614 કરોડ અને નૌકાદળના કાફલા માટે ₹24,390 કરોડ ફાળવવામાં આવ્યા છે. અન્ય સાધનો માટે ₹63,099 કરોડની રકમ અલગ રાખવામાં આવી છે.
આ પણ વાંચો...
न8મું પગારપંચ: 'બાબુ' થી 'સાહેબ', કોના પગારમાં કેટલો વધારો થશે? જાણો આંકડા
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
