Heavy Rain Forecast: દેશના આ રાજ્યમાં ભારે વરસાદનું એલર્ટ, ગાજવીજ સાથે વરસાદની આગાહી,શા કોલેજમાં જાહેર કરાઇ રજા
ભારતીય હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આ રાજ્ય સહિત ઓડિશામાં 18 ઓગસ્ટ દરમિયાન હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે.
Heavy Rain Forecast:ભારતીય હવામાન વિભાગ (IMD) એ હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં 18 ઓગસ્ટ સુધી ભારે વરસાદની આગાહી કરી છે. હિમાચલ પ્રદેશના અનેક જિલ્લાઓમાં વાદળ ફાટવાની ઘટનાઓ પણ સામે આવી છે. મંડી શિમલા અને કાંગડા જિલ્લામાં અતિ ભારે વરસાદના કારણે સ્થિતિ અતિ ખરાબ છે. IMDના અધિકારીઓના જણાવ્યા અનુસાર, હિમાચલ પ્રદેશમાં ચોમાસાના કારણે વિવિધ કારણોસર 257 લોકોએ જીવ ગુમાવ્યા છે.
ભારતના ઘણા રાજ્યોમાં ભારે વરસાદ ચાલુ છે. ભારતીય હવામાન વિભાગ (IMD)ના અપડેટ મુજબ, આગામી 2 દિવસ દરમિયાન હિમાચલ પ્રદેશમાં અને ઉત્તરાખંડ અને ઉત્તરપૂર્વ ભારતમાં આગામી 4-5 દિવસ દરમિયાન અલગ-અલગ જિલ્લામાં ભારે વરસાદની સંભાવના છે. આંદામાન અને નિકોબાર ટાપુઓમાં પણ ભારે વરસાદ પડી રહ્યો છે. હવામાન વિભાગે આગામી 3-4 દિવસ દરમિયાન દેશના બાકીના ભાગોમાં હળવો વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરી છે.
કેવું રહેશે દિલ્હીમાં હવામાન?
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, દિલ્હીના સફદરજંગ, પાલમ, લોધી રોડ, રિજ વિસ્તાર અને આયાનગરમાં 41 ટકા ઓછો વરસાદ નોંધાયો છે. આ વખતે દિલ્હીમાં ચોમાસું સામાન્ય કરતાં બે દિવસ વહેલું 25 જૂને પહોંચ્યું હતું. હવામાન વિભાગ દ્વારા 15 ઓગસ્ટના રોજ આપવામાં આવેલા અપડેટ મુજબ આગામી એક સપ્તાહમાં દિલ્હીમાં મધ્યમ કે ભારે વરસાદની કોઈ શક્યતા નથી.ઝરમર ઝરમર કે હળવા વરસાદની પણ શક્યતા ઓછી છે. જેના કારણે દિલ્હીમાં વરસાદના આંકડામાં વધુ ઘટાડો થવાની સંભાવના છે. IMD અનુસાર, દિલ્હીનું હવામાન આજે (16 ઓગસ્ટ) શુષ્ક રહેશે. દિલ્હીનું મહત્તમ તાપમાન 36 ડિગ્રી સેલ્સિયસ રહેવાની સંભાવના છે. યમુનાના જળસ્તરની વાત કરીએ તો છેલ્લા બે દિવસથી અવિરત વરસાદને કારણે યમુનાનું જળસ્તર 205.33 મીટરને વટાવી ગયું છે, જે ખતરાના નિશાન પર પહોંચી ગયું છે.
હિમાચલ અને ઉત્તરાખંડમાં ભારે વરસાદ
હવામાન વિભાગે હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં 15 થી 18 ઓગસ્ટ દરમિયાન ભારે વરસાદની આગાહી કરી છે. હિમાચલ પ્રદેશના અનેક જિલ્લાઓમાં વાદળ ફાટવાની ઘટનાઓ પણ સામે આવી છે. મંડી, શિમલા અને કાંગડા જિલ્લામાં સ્થિતિ ખરાબથી ખરાબ થઈ ગઈ છે. હવે ભારતીય સેના પણ રાહત અને બચાવ કામગીરીમાં લાગી ગઈ છે. જણાવી દઈએ કે હવામાન વિભાગે રાજ્યમાં ભારે વરસાદને લઈને એલર્ટ જાહેર કર્યું છે.
હિમાચલ અને ઉત્તરાખંડમાં ભારે વરસાદનું એલર્ટ
રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં આકાશ વાદળછાયું રહેશે. મંડી, સોલન, કાંગડા, હમીરપુર અને ઉજા જિલ્લામાં વધુ વરસાદની સંભાવના છે. ભારે વરસાદને જોતા રાજ્યમાં તમામ શાળા-કોલેજો 17 ઓગસ્ટ સુધી બંધ રહેશે. રાજ્ય શિક્ષણ બોર્ડે આ આદેશ આપ્યો કર્યો છે. હિમાચલ પ્રદેશમાં ચોમાસાની સિઝન 24 જૂનથી શરૂ થઈ હતી. અધિકારીઓના જણાવ્યા અનુસાર ચોમાસાના કારણે વિવિધ કારણોસર 257 લોકોએ જીવ ગુમાવ્યા છે.
ઝારખંડમાં પણ વરસાદની સંભાવના છે.
ભારતીય હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ઓડિશામાં 15 થી 18 ઓગસ્ટ દરમિયાન હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે. જ્યારે, 15 થી 17 ઓગસ્ટ સુધી ઉપ-હિમાલયન પશ્ચિમ બંગાળ અને સિક્કિમમાં, 16 અને 17મીએ પશ્ચિમ બંગાળમાં, 15 થી 18મી સુધી ઝારખંડમાં હળવા/મધ્યમ છૂટાછવાયાથી ભારે વરસાદની શક્યતા છે.
અરુણાચલ પ્રદેશ, આસામ અને મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરામાં હળવાથી ભારે વરસાદની શક્યતા છે. હવામાન વિભાગે ઉત્તરપૂર્વ ભારતમાં 15 થી 18 ઓગસ્ટ સુધી વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે.
મધ્ય, પશ્ચિમ અને દક્ષિણ ભારત
IMD અનુસાર, 17 અને 18 ઓગસ્ટે પૂર્વ મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં છૂટાછવાયા હળવા/મધ્યમ વરસાદનો અનુમાન છે.