Omicron Cases India: દેશમાં કુલ ઓમિક્રોન કેસના 50 ટકા જેટલા કેસ આ બે રાજ્યમાં, જાણો ગુજરાતમાં કેટલા કેસ છે
India Omicron Cases: સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ, દેશમાં 19 રાજ્યો-કેન્દ્ર શાસિત પ્રદેશમાં ઓમિક્રોનના કુલ કેસ 578 પર પહોંચ્યા છે. જેમાંથી 151 લોકો સાજા થઈ ગયા છે
Omicron Cases India Update: દેશમાં કોરોનાના કેસ ઘટી રહ્યા છે, જ્યારે ઓમિક્રોનના કેસમાં વધારો થઈ રહ્યો છે. સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ, દેશમાં 19 રાજ્યો-કેન્દ્ર શાસિત પ્રદેશમાં ઓમિક્રોનના કુલ કેસ 578 પર પહોંચ્યા છે. જેમાંથી 151 લોકો સાજા થઈ ગયા છે. દિલ્હી અને મહારાષ્ટ્રમાં સૌથી વધુ કેસ છે. દિલ્હીમાં 142, મહારાષ્ટ્રમાં 141, કેરળમાં 57, ગુજરાતમાં 49, રાજસ્થાનમાં 42, તેલંગાણામાં 41, તમિલનાડુમાં 34, કર્ણાટકમાં 31, મધ્યપ્રદેશમાં 9, આંધ્રપ્રદેશ અને પશ્ચિમ બંગાળમાં 6-6, હરિયાણા અને ઓડિશામાં 4-4, ચંદીગઢ અને જમ્મુ-કાશ્મીરમાં 3-3, ઉત્તરપ્રદેશમાં 2, હિમાચલ પ્રદેશ, લદ્દાખ અને ઉત્તરાખંડમાં 1-1 કેસ નોંધાયા છે.
અમેરિકામાં ઓમિક્રોન બાળકોને લઈ રહ્યો છે ભરડામાં
ઓમિક્રોન વેરિઅન્ટ વિશે વાત કરતાં, વ્હાઇટ હાઉસે કહ્યું કે ઓમિક્રોન મોટી સંખ્યામાં બાળકોને સંક્રમિત કરી રહ્યું છે. જેના કારણે મોટી સંખ્યામાં બાળકોને હોસ્પિટલમાં દાખલ કરવા પડે છે. છેલ્લા કેટલાક દિવસોમાં, ન્યૂયોર્કમાં 18 વર્ષથી ઓછી ઉંમરના બાળકોની હોસ્પિટલમાં દાખલ થવાની સંખ્યામાં ચાર ગણો વધારો થયો છે. આ સાથે, યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ હેલ્થે જણાવ્યું હતું કે આ દાખલ થયેલા બાળકોમાં 50 ટકાથી વધુ 5 વર્ષથી ઓછી ઉંમરના બાળકો છે જેમને હાલમાં અમેરિકામાં રસી આપવામાં આવી નથી.
ઓમિક્રોન સામે કેવી રીતે બચાવશો તમારી જાતને
- જો તમે રસી મેળવવા માટે લાયક છો, તો શક્ય તેટલી વહેલી તકે રસી મેળવો.
- ભીડવાળી જગ્યાઓથી પોતાને દૂર રાખો.
- જો બહાર જવું ખૂબ જ જરૂરી હોય તો માસ્ક પહેરીને જ બહાર નીકળો.
- જો તમને ચેપના લક્ષણો દેખાય, તો કોરોના ટેસ્ટ કરાવો.
- જો તમને ચેપ વિશે ખબર પડી છે, તો પછી તમારી જાતને અન્ય લોકોથી અલગ કરો.