માર્ચ મહિનામાં ગરમીએ તોડ્યો 121 વર્ષનો રેકોર્ડ, રાજ્યમાં બે દિવસ યલો એલર્ટ
માર્ચ 2022માં દેશમાં સરેરાશ મહત્તમ તાપમાન 33.10 ડિગ્રી નોંધાયુ હતુ. હવામાન વિભાગ મુજબ વર્ષ 1908 બાદ આ વર્ષે માર્ચ મહિનો સૌથી ગરમ રહ્યો હતો.
નવી દિલ્હીઃ સમગ્ર દેશમાં ગરમીએ 121 વર્ષનો રેકોર્ડ તોડ્યો છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર દેશમાં આ વર્ષે વધતા તાપમાને માર્ચ મહિનામાં 121 વર્ષનો રેકોર્ડ તોડ્યો છે. દેશમાં માર્ચ મહિનામાં સરેરાશ તાપમાન કરતા 1.86 ડિગ્રી વધુ નોંધાયુ છે. માર્ચ 2022માં દેશમાં સરેરાશ મહત્તમ તાપમાન 33.10 ડિગ્રી નોંધાયુ હતુ. હવામાન વિભાગ મુજબ વર્ષ 1908 બાદ આ વર્ષે માર્ચ મહિનો સૌથી ગરમ રહ્યો હતો. ઉત્તર ભારત અને દક્ષિણ ભારતના અનેક ભાગોમાં એક્ટિવ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની ગેરહાજરીને કારણે વરસાદ ઓછો પડવાથી ગરમીમાં વધારો થયો છે. ઉત્તર અને મધ્ય ભારતને હાલ લૂ અને ગરમીથી રાહત મળવાની કોઈ સંભાવના નથી.
દિલ્લી, પંજાબ, હરિયાણા, રાજસ્થાન, મધ્યપ્રદેશના આસપાસના વિસ્તારોમાં એપ્રિલના પ્રથમ સપ્તાહમાં હીટવેવની આગાહી કરવામાં આવી છે. તો ગુજરાતમાં પણ આગામી બે દિવસ હવામાન વિભાગે યલો એલર્ટ જાહેર કર્યું છે. હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી બે દિવસ રાજકોટ, સુરેંદ્રનગર, કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણામાં કાળઝાળ ગરમીનેપગલે યલો એલર્ટ રહેશે. જો કે બે દિવસ બાદ મહત્તમ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો ઘટાડો થતા ગરમીમાં સાધારણ રાહત મળશે.
ડીસામાં ગરમીનો પારો 42.1 ડિગ્રી પર પહોંચ્યો હતો. તો અમદાવાદમાં શનિવારે ગરમીનો પારો 40.9 ડિગ્રી સુધી પહોંચ્યો છે.. વડોદરામાં ગરમીનો પારો 40.2 ડિગ્રી પર પહોંચ્યો છે. તો કેશોદમાં ગરમીનો પારો 39.8 ડિગ્રી અને સુરતમાં ગરમીનો પારો 32.8 ડિગ્રી સુધી પહોંચ્યો હતો.
કોરોનાનો નવો વેરિયન્ટઃ ઓમિક્રોન કરતાં 10 ટકા વધુ ઝડપે ફેલાશે નવો વેરિયન્ટ, જાણો WHOએ શું ચેતવણી આપી
Astro: નોકરીમાં પ્રમોશન માટે લીલી ઈલાયચીનો આ ઉપાય છે ખૂબ ચમત્કારી, અપનાવતાં જ બતાવવા લાગે છે અસર
i-Khedut: આ પોર્ટલ પરથી ગુજરાતના ખેડૂતોને આંગળીના ટેરવે મળે છે હવામાન સહિતની તમામ માહિતી, જાણો વિગત