i-Khedut: આ પોર્ટલ પરથી ગુજરાતના ખેડૂતોને આંગળીના ટેરવે મળે છે હવામાન સહિતની તમામ માહિતી, જાણો વિગત
ખેડૂતોનો સમય બચે અને તેમને ઘરે બેઠાં જ બધી સુવિધાઓ પ્રાપ્ત થાય એ માટે I-khedut પોર્ટલ પર ખેડૂતને જરૂરી તમામ યોજનાઓની માહિતી, મૂંઝવતા પ્રશ્નોનું નિરાકરણ, હવામાનની માહિતી આંગળીના ટેરવે ઉપલબ્ધ છે.
![i-Khedut: આ પોર્ટલ પરથી ગુજરાતના ખેડૂતોને આંગળીના ટેરવે મળે છે હવામાન સહિતની તમામ માહિતી, જાણો વિગત i-Khedut: All information related farming on i khedut portal check details i-Khedut: આ પોર્ટલ પરથી ગુજરાતના ખેડૂતોને આંગળીના ટેરવે મળે છે હવામાન સહિતની તમામ માહિતી, જાણો વિગત](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/04/02/a7857f39e6115d4a197d29a9de74bb9e_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Gujarat Agriculture News: ખેડૂતોની આવક બમણી થાય તે માટે રાજ્ય સરકાર દ્વારા વિવિધ સ્કીમ ચલાવવામાં આવે છે. રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને વિવિધ ઘટકોમાં સહાય મેળવવા માટે આઈખેડૂત પોર્ટલ પર નોંધણી કરાવવી પડે છે. આ ઉપરાંત ખેડૂતોનો સમય બચે અને તેમને ઘરે બેઠાં જ બધી સુવિધાઓ પ્રાપ્ત થાય એ માટે I-khedut પોર્ટલ પર ખેડૂતને જરૂરી તમામ યોજનાઓની માહિતી, સાધન સામગ્રીની વિગતો, કૃષિ વિશે મૂંઝવતા પ્રશ્નોનું નિરાકરણ, હવામાનની માહિતી વગેરે બસ આંગળીના ટેરવા પર ઉપલબ્ધ છે.
i-Khedut પોર્ટલ પર કઈ કઈ માહિતી મળે છે
- વિવિધ કલ્યાણકારી યોજનાઓની માહિતી
- યોજનાકીય લાભો માટે ઓનલાઈન અરજી
- લાભાર્થીઓની યાદી
- ડિલર પાસે ઉપલબ્ધ કૃષિ વિષયક સાધન સામગ્રીની વિગતો
- કૃષિ ધિરાણ આપનાર બેંક/સંસ્થાની માહિતી
- અદ્યતન કૃષિ અને સંલ્ગન વિષયક તાંત્રિક માહિતી
- કૃષિ પેદાશોના વિવિધ એ.પી.એમ,સીના બજાર ભાવ
- ખેતીમાં મૂંઝવતા પ્રશ્નોનું નિરાકરણ
- ખેતીની જમીન ખાતાની વિગતો
- હવામાનની માહિતી
આઈ ખેડૂત પોર્ટલ પર સહાયની કેવી રીતે કરશો અરજી
આઈ ખેડૂત પોર્ટલ પર સહાય યોજનાઓની ઓનલાઇન અરજી કરવા માટે ખેડૂતો ગ્રામ પંચાયતમાં વી.સી.ઇ. પાસે અરજી કરાવી શકશે. આ ઉપરાંત આઈ ખેડુત પોર્ટલ પરની વિવિધ યોજનાઓની વિસ્તૃત માહિતી માટે જે તે ગામના ગ્રામસેવક, તાલુકા કક્ષાએ વિસ્તરણ અધિકારી તથા જિલ્લા કક્ષાએ જિલ્લા ખેતીવાડી અધિકારીની કચેરીનો સંપર્ક કરવાનો રહેશે.
ખેડૂતોનો સમય બચે અને તેમને ઘરે બેઠાં જ બધી સુવિધાઓ પ્રાપ્ત થાય એ માટે I-khedut પોર્ટલ પર ખેડૂતને જરૂરી તમામ યોજનાઓની માહિતી, સાધન સામગ્રીની વિગતો, કૃષિ વિશે મૂંઝવતા પ્રશ્નોનું નિરાકરણ, હવામાનની માહિતી વગેરે બસ આંગળીના ટેરવા પર ઉપલબ્ધ છે. pic.twitter.com/fUAf54P5Fm
— Gujarat Agriculture, Farmer Welfare & Co-op. Dept. (@GujAgriDept) March 30, 2022
આ પણ વાંચોઃ
Horoscope 2 April 2022: આજથી ચૈત્ર નવરાત્રિ, આ રાશિના જાતકો પર વરસશે માતા દુર્ગાની કૃપા, જાણો રાશિફળ
Coronavirus Cases Today: દેશમાં છેલ્લા 24 કલાકમાં 1260 નવા કેસ નોંધાયા, 83 સંક્રમિતોના મોત
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)