શોધખોળ કરો

India-Saudi Arabia: સાઉદી ક્રાઉન પ્રિન્સની વડાપ્રધાન મોદી સાથે આજે દ્ધિપક્ષીય બેઠક, મજબૂત થશે ભાગીદારી

India-Saudi Arabia: યજમાન તરીકે ભારતે સાઉદી અરેબિયાને વિશેષ અતિથિ તરીકે આમંત્રણ આપ્યું હતું.

India-Saudi Arabia:  G-20 સમિટના સફળ આયોજન બાદ હવે તમામની નજર વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને સાઉદી અરેબિયાના ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન વચ્ચે સોમવારે થનારી દ્વિપક્ષીય મંત્રણા પર છે. આ સંવાદમાં બંને દેશો વેપારની સાથે વ્યૂહાત્મક ભાગીદારીને આગળ વધારવાની દિશામાં નક્કર નિર્ણયો કરશે.  પશ્ચિમ એશિયાથી પર્સિયન ગલ્ફ સુધી સાઉદીનો વ્યાપક પ્રભાવ હોવાથી બંને દેશોની નિકટતા પાકિસ્તાનની સાથે ચીનની ચિંતામાં વધારો કરશે.

ઉલ્લેખનીય છે કે સમિટમાં ભાગ લેવા આવેલા વિવિધ દેશોના સરકારના વડાઓ રવિવારે સ્વદેશ પરત ફર્યા હતા. જો કે, આ દ્ધિપક્ષીય વાટાઘાટો માટે કોન્ફરન્સમાં હાજરી આપવા આવેલા ક્રાઉન પ્રિન્સનો ભારત પ્રવાસ સોમવાર સુધી ચાલુ રહેશે. યજમાન તરીકે ભારતે સાઉદી અરેબિયાને વિશેષ અતિથિ તરીકે આમંત્રણ આપ્યું હતું.

ભારતની નજર વ્યૂહાત્મક ડીલ, રાજદ્વારી પ્રગતિ અને રોકાણ પર છે

સાઉદી અરેબિયા શસ્ત્રો અને સુરક્ષા માટે અમેરિકા પર નિર્ભર છે. તાજેતરમાં ચીન તરફ તેની રુચિ વધી ગઈ હતી. સાઉદી આ મામલે ચીન અને અમેરિકા પર તેની નિર્ભરતા ઘટાડવા માંગે છે. ભારત આ સ્થિતિનો ફાયદો ઉઠાવવાની યોજના ધરાવે છે. આ સિવાય ભારતની નજર રોકાણ પર પણ છે. તાજેતરના સમયમાં બંને દેશો વચ્ચે સંયુક્ત સૈન્ય અભ્યાસો થયા છે. બંને દેશોના સેના પ્રમુખો એકબીજાની મુલાકાત લઈ ચૂક્યા છે. સાઉદીમાં ભારતના લગભગ 15 લાખ લોકો રહેતા હોવાથી બંને દેશો વચ્ચે ખાસ સંબંધ બંધાયા છે.

ચીન અને પાકિસ્તાન માટે ચિંતાનો વિષય કેમ છે?

વાસ્તવમાં પાકિસ્તાન ઇસ્લામિક દેશના નામે લાંબા સમયથી સાઉદી અરેબિયા સાથે ગાઢ સંબંધો જાળવી રહ્યું છે, જ્યારે ચીને તાજેતરમાં જ તેને તેના મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ BRI સાથે જોડ્યું હતું. દરમિયાન સાઉદી અરેબિયાએ આ પ્રોજેક્ટનો જવાબ આપવા માટે IMEC પ્રોજેક્ટ માટે સહમતિ દર્શાવી હતી. સાઉદી અરેબિયા નવા વૈશ્વિક સંજોગોમાં પોતાની વ્યૂહાત્મક અને રાજદ્વારી તાકાત વધારવા માંગે છે.

ઈઝરાયેલ-આરબને નજીક લાવવાના પ્રયાસો કરવામાં આવશે

સરકારી સૂત્રોના જણાવ્યા અનુસાર, રાજદ્વારી લડાઈ મધ્ય પૂર્વમાં વર્ચસ્વ માટે છે. સાઉદી અરેબિયા અને ઈઝરાયેલ વચ્ચેની દુશ્મની ઘણી જૂની છે. જો આ બંને દેશો વચ્ચેના સંબંધો સુધરશે તો આ ક્ષેત્રની સ્થિતિમાં મોટો બદલાવ આવશે. ભારત હાલમાં સાઉદી અરેબિયાની સાથે ઈઝરાયેલની નજીક હોવાથી ભવિષ્યમાં અમારી યોજના બંને દેશોને નજીક લાવવાની છે.

વ્યૂહાત્મક સહકાર પરિષદની બેઠક પણ મહત્વપૂર્ણ છે

પીએમ મોદીની મુલાકાત દરમિયાન દ્વિપક્ષીય સહયોગ વધારવા માટે બંને દેશોએ સ્ટ્રેટેજિક કોઓપરેશન કાઉન્સિલની રચના કરી હતી. દ્વિપક્ષીય વાતચીતની સાથે સોમવારે કાઉન્સિલની બેઠક પણ યોજાશે. જેમાં રાજકીય, સુરક્ષા, સાંસ્કૃતિક સહયોગ, રોકાણ પર વાતચીત થશે અને ઘણા મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવશે.

ટોપ સ્ટોરી

મહારાષ્ટ્રમાં હૃદય વિદારક દુર્ઘટના, પુત્રને સુસાઇડ કરવા રોકવા જતાં પિતાનું પણ ખીણમાં પડી જતા મૃત્યુ
મહારાષ્ટ્રમાં હૃદય વિદારક દુર્ઘટના, પુત્રને સુસાઇડ કરવા રોકવા જતાં પિતાનું પણ ખીણમાં પડી જતા મૃત્યુ
Weather Forecast: દેશના 17 રાજ્યોમાં આજે ગાજવીજ સાથે વરસશે વરસાદ, IMDનું એલર્ટ
Weather Forecast: દેશના 17 રાજ્યોમાં આજે ગાજવીજ સાથે વરસશે વરસાદ, IMDનું એલર્ટ
મુંબઈમાં FDAનો સપાટો, મેકડોનાલ્ડ્સ સહિત 13 ફૂડ આઉટલેટ્સના લાઇસન્સ સસ્પેન્ડ
મુંબઈમાં FDAનો સપાટો, મેકડોનાલ્ડ્સ સહિત 13 ફૂડ આઉટલેટ્સના લાઇસન્સ સસ્પેન્ડ
રાહુલ ગાંધીના ધરણાં બાદ આખરે પેલેટ ગન મામલે FIR નોંધવા તૈયાર દિલ્હી પોલીસ
રાહુલ ગાંધીના ધરણાં બાદ આખરે પેલેટ ગન મામલે FIR નોંધવા તૈયાર દિલ્હી પોલીસ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : 'હું તો બોલીશ'ની અસર, દોડતું થયું પ્રશાસન
Hun To Bolish : હું તો બોલીશ : ખાંડની મીઠાશ કેમ થઈ મોંઘી ?
Hun To Bolish : હું તો બોલીશ : ડૉક્ટર કે ગુંડો ?
Bhavnagar Lattha kand: ભાવનગર લઠ્ઠાકાંડની ઘટનાને લઇને અમદાવાદમાં કોંગ્રેસનો વિરોધ
Rahul Gandhi Dharna: પેલેટ ગન મુદ્દે સંસદ માર્ગ પોલીસમથક બહાર ધરણા પર બેઠા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભાવનગર લઠ્ઠાકાંડમાં મૃત્યુઆંક વધીને 9 થયો: રાજ્યભરમાં મીથેનોલના સ્ટોક પર દરોડા, મોરબીમાં દારૂ ભરેલી ટ્રક ઝડપાઈ
ભાવનગર લઠ્ઠાકાંડમાં મૃત્યુઆંક વધીને 9 થયો: રાજ્યભરમાં મીથેનોલના સ્ટોક પર દરોડા, મોરબીમાં દારૂ ભરેલી ટ્રક ઝડપાઈ
FD કરાવનારાઓ માટે મોટા સમાચાર! RBIએ બદલ્યા બેંક ડિપોઝિટના નિયમો, 1 ઓક્ટોબર 2026થી થશે લાગુ
FD કરાવનારાઓ માટે મોટા સમાચાર! RBIએ બદલ્યા બેંક ડિપોઝિટના નિયમો, 1 ઓક્ટોબર 2026થી થશે લાગુ
8th Pay Commission: નિવૃત્ત કર્મચારીઓના પેન્શનમાં પણ થશે બદલાવ, જાણો શું મળ્યા સંકેત 
8th Pay Commission: નિવૃત્ત કર્મચારીઓના પેન્શનમાં પણ થશે બદલાવ, જાણો શું મળ્યા સંકેત 
Dang Rain: લાંબા વિરામ બાદ ડાંગ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો, કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યું
Dang Rain: લાંબા વિરામ બાદ ડાંગ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો, કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યું
Budhaditya yog: 4 રાશિઓના આવતીકાલથી અચ્છે દિન! બુધાદિત્ય યોગથી થશે ધન લાભ 
Budhaditya yog: 4 રાશિઓના આવતીકાલથી અચ્છે દિન! બુધાદિત્ય યોગથી થશે ધન લાભ 
BSNL નો 72 દિવસનો સૌથી સસ્તો રિચાર્જ પ્લાન, દરરોજ મળશે 2GB ડેટા, જાણો કિંમત
BSNL નો 72 દિવસનો સૌથી સસ્તો રિચાર્જ પ્લાન, દરરોજ મળશે 2GB ડેટા, જાણો કિંમત
Gujarat Rain: 4 વરસાદી સિસ્ટમ સક્રિય, 7 દિવસ રાજ્યમાં વરસાદની આગાહી, જાણો ક્યાં વરસશે

Embed widget