શોધખોળ કરો
સ્વિસ બેંકોમાં ભારતીય ખાતાધારકોની માહિતી મેળવવાનુ કામ ઝડપી, 5 નામો આવ્યા બહાર
નવી દિલ્લી: ભારતીયોના વિદેશી બેંકોમાં પડેલા કાળા નાણાંની તપાસ મોદી સરકારે ઝડપી કરી દિધી છે. હાલના કેટલાક મહિનાઓમાં સ્વિટજરલેંડને 20 રિક્વેસ્ટ મોકલીને સરકારે કેટલાક ખાસ ભારતીયોના એકાઉંટ્સની જાણકારી માંગી છે. નવેંબરમાં હાલ સુધી સરકારને 5 નામોની જાણકારી મળી ચુકી છે.
જાણકારી મુજબ, ભારતે જે લોકોની જાણકારી માંગી છે તેમાં ત્રણ લિસ્ટેડ કંપનીઓ છે. ત્યારબાદ એક રિયલ એસટેટ કંપનીના પૂર્વ સીઈઓ, દિલ્લીમાં રહેનારા પૂર્વ બ્યૂરોક્રેટની પત્ની, દુબઈમાં વસેલા ઈન્વેસ્ટમેંટ બેંકર, એક ભાગેલા કારોબારી-તેમની પત્ની અને યુએઈની કંપની સામેલ છે.
કેટલાક ગુજરાતી બિઝનેશમેન પણ આ લીસ્ટમાં સામેલ છે જે હાલ વિદેશમાં રહે છે અને ટ્રડિંગથી જોડાયેલા છે.
શંકા છે કે આ લોકોએ પનામા અને બ્રિટીશ વર્જિન આઈલેંડ્સમાં કંપનીઓ લિસ્ટેડ કરાવી ત્યારબાદ બેંક એકાઉંટ્સ ખોલવામાં આવ્યા છે.
ભારતે સ્વિટઝરલેંડ પાસે એડમિનિસ્ટ્રેટિવ અસિસ્ટેંસ રિક્વેસ્ટ કરી છે. જેમાં ખાતાધારકની વિગતો માંગવામાં આવે છે. સ્વિસ નિયમો મુજબ ખાતાધારકને આના પર પૂછપરછ કરવામાં આવે છે. જો તેનો જવાબ સંતોષકારક ન જણાય તો તેની જાણકારી સંબંધિત દેશને આપવામાં આવે છે.
ગયા સપ્તાહ દરમિયાન ભારત અને સ્વિટઝરલેંડે એક કરાર કર્યો છે, જેમાં બંને દેશો સપ્ટેમ્બર 2018 બાદ તમામ ખાતાધારકની જાણકારી મેળવી શકે છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
ક્રિકેટ
દુનિયા
બિઝનેસ
Advertisement